Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નંદ ઘેર આનંદ ભયો..જય કનૈયા લાલ કી..ના નાદથી મંદિરો ગૂંજી ઉઠ્યા

જન્માષ્ટમી પર્વે રાજ્યભરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઇ હતી.  ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને લઇ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. રાત્રે 12 વાગે નાના મોટા તમામ મંદિરોમાં જય કનૈયા લાલકીનો નાદ ગૂંજી ઉઠ્યો હતો અને લોકોએ ભગવાનના જન્મને વધાવી લીધો હતો. ભક્તોએ  બાળકૃષ્ણને પારણામાં ઝુલાવ્યા હતા. મંદિરોમાં ભગવાન શ્રીકૃષ્ણના દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.રà
નંદ ઘેર આનંદ ભયો  જય કનૈયા લાલ કી  ના નાદથી મંદિરો ગૂંજી ઉઠ્યા
જન્માષ્ટમી પર્વે રાજ્યભરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઇ હતી.  ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને લઇ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. રાત્રે 12 વાગે નાના મોટા તમામ મંદિરોમાં જય કનૈયા લાલકીનો નાદ ગૂંજી ઉઠ્યો હતો અને લોકોએ ભગવાનના જન્મને વધાવી લીધો હતો. ભક્તોએ  બાળકૃષ્ણને પારણામાં ઝુલાવ્યા હતા. મંદિરોમાં ભગવાન શ્રીકૃષ્ણના દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.
રાજ્યભરમાં કૃષ્ણજન્મોત્સવની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઇ રહી હતી. રાત્રે 12 વાગે ભગવાનના જન્મોત્સવને ભક્તોએ ઉત્સાહપૂર્વક વધાવી લીધો હતો. દ્વારકા, ડાકોર અને શામળાજીના મંદિરમાં ભારે ભીડ ઉમટી પડી હતી. 
દ્વારકામાં ભગવાન દ્વારકાધીશને લઇ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. આખો દિવસ વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાયા બાદ મધરાતે 12 વાગે ભગવાનના જન્મ વખતે વિશેષ પૂજા અર્ચના અને આરતી કરવામાં આવી હતી. હજારો ભક્તો ભગવાનના દર્શન કરવા માટે મંદિરમાં ઉમટી પડ્યા હતા. 
યાત્રાધામ શામળાજીમાં પણ ઉત્સાહપૂર્વક જન્માષ્ટમીની ઉજવણી કરાઇ હતી. આસોપાલવના તોરણથી મંદિર અને નગરને સજાવાયું હતું અને ભગવાન શામળિયાના દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી રહી છે. કેળથી મંદિરના દરવાજાનો શણગાર કરાયો છે જ્યારે મંદિર ગર્ભગૃહ પરિસર રોશનીથી ઝળકી ઉઠ્યું છે. રાત્રે 200 કિલો અબીલ ગુલાલની છોડો ઉડી હતી. 
આ ઉપરાંત ડાકોર, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, અમદાવાદ સહિત રાજ્યના તમામ નાના મોટા શહેરોમાં જન્માષ્ટમીની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઇ રહી હતી. મંદિરોને રોશનીથી શણગારવામાં આવ્યા હતા. મંદિરોમાં સાંજથી કૃષ્ણ જન્મોત્સવના કાર્યક્રમો શરૂ થયા હતા. ભજન, સત્સંગ અને હરીનામ ની ધૂન સાથે કાર્યક્રમો યોજાયા હતા અને રાત્રે બાર વાગ્યાના ટકોરે જન્મોત્સવ ઉજવાયો હતો.
Advertisement
Tags :
Advertisement

.