Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Jamnagar : પ્રૌઢ વ્યક્તિ બાઇક સાથે નદીના ભારે પ્રવાહમાં તણાઇ

Jamnagar : સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે. જામનગર (Jamnagar) ના કાલાવડ તાલુકામાં ભારે વરસાદ થતાં જળબંબાકારની સ્થિતી જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે લછતર ગામે નદીમાં પૂર આવ્યું છે જેમાં એક પ્રૌઢ વ્યક્તિ બાઇક સાથે તણાઇ ગઇ...
jamnagar    પ્રૌઢ વ્યક્તિ બાઇક સાથે નદીના ભારે પ્રવાહમાં તણાઇ

Jamnagar : સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે. જામનગર (Jamnagar) ના કાલાવડ તાલુકામાં ભારે વરસાદ થતાં જળબંબાકારની સ્થિતી જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે લછતર ગામે નદીમાં પૂર આવ્યું છે જેમાં એક પ્રૌઢ વ્યક્તિ બાઇક સાથે તણાઇ ગઇ હતી. જો કે ગામના યુવાનોએ ભારે મહેનતબાદ પ્રૌઢને બચાવી લીધા હતા.

Advertisement

છતર ગામમાંથી પાર થતી નદી પણ ભારે વરસાદના કારણે બે કાંઠે વહેતી થઇ

મળી રહેલા સમાચાર મુજબ જામનગરના કાલાવડ તાલુકામાં ભારે વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે ગ્રામ્ય પંથક જળબંબાકાર બન્યો છે અને પૂરની સ્થિતી જોવા મળી રહી છે. છતર ગામમાંથી પાર થતી નદી પણ ભારે વરસાદના કારણે બે કાંઠે વહેતી થઇ છે અને નદીમાં ઘોડાપૂર આવ્યું છે.

પ્રૌઢ વ્યક્તિ બાઇક સાથે નદીના ભારે પ્રવાહમાં તણાઇ

Advertisement

જો કે ત્યાંથી બાઇક પર પસાર થઇ રહેલી પ્રૌઢ વ્યક્તિ બાઇક સાથે નદીના ભારે પ્રવાહમાં તણાઇ ગઇ હતી. આ સમયે ત્યાં હજાર રહેલા યુવાનોએ ભારે હિંમત બતાવીને પ્રૌઢને બચાવી લીધા હતા. જો કે નદીના ધસમસતા પ્રવાહમાં બાઇક તણાઇ ગયું હતું.

ઉપલેટા તાલુકાના ચિત્રાવડ-ખીરસરા વચ્ચેનો પુલ ભારે વરસાદના કારણે તૂટ્યો

Advertisement

બીજી તરફ રાજકોટ ઉપલેટા તાલુકાના ચિત્રાવડ-ખીરસરા વચ્ચેનો પુલ ભારે વરસાદના કારણે તૂટ્યો છે. ભારે વરસાદમાં સ્થાનિક નદીમાં ધોડાપૂર આવતાં બ્રિજ તૂટી ગયો છે. આ બ્રિજ તૂટતાં ચિત્રાવડથી 15થી 20 ગામોના લોકોને ભારે હાલાકી પડી રહી છે. આ પુલ અગાઉ પણ તૂટ્યો હતો અને માટી નાખાને ફરી વાર બનાવવામાં આવતાં બીજી વખત પણ પુલ તૂટી ગયો હતો. ગ્રામજનોએ અનેકવાર આ મામલે રજૂઆતો પણ કરેલી છે પણ તેમની રજૂઆતોનું નિરાકરણ આવ્યું નથી જેથી દરેક ચોમાસામાં ગ્રામજનોને હાલાકી પડી રહી છે.

આ પણ વાંચો---- Gujarat Rain Update: ગુજરાતમાં આગામી ત્રણ દિવસ આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ, જાણો કેવી છે આગાહી

આ પણ વાંચો---- Monsoon in Gujarat : રાજ્યમાં ઠેર ઠેર મેઘરાજાની મહેર, 2 કલાકમાં 2 થી 2.5 ઇંચ ખાબક્યો વરસાદ

Tags :
Advertisement

.