Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભયાનક Video, બિહારના ભાગલપુરમાં 1750 કરોડ રૂપિયામાં બનેલો પૂલ થોડીક જ ક્ષણમાં ગંગા નદીમાં સમાયો

બિહારના ભાગલપુરમાં રવિવારે એક નિર્માણાધીન પૂલ ધરાશાયી થયો હતો. આ અકસ્માતનો એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ભયાનક વીડિયો આવ્યો સામે, બિહારના ભાગલપુરમાં ગંગા નદી પર બની રહેલો પુલ થયો ધરાશાયી#India...
ભયાનક video  બિહારના ભાગલપુરમાં 1750 કરોડ રૂપિયામાં બનેલો પૂલ થોડીક જ ક્ષણમાં ગંગા નદીમાં સમાયો

બિહારના ભાગલપુરમાં રવિવારે એક નિર્માણાધીન પૂલ ધરાશાયી થયો હતો. આ અકસ્માતનો એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

Advertisement

ભાગલપુર-સુલતાનગંજમાં બની રહેલા અગુવાની પૂલના તુટી જવાનો વીડિયો સામે આવ્યો છે. થોડી જ વારમાં આખો પૂલ ગંગા નદીમાં ડૂબી ગયો. નવાઈની વાત એ છે કે બે વર્ષ પહેલા પણ આ પૂલનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો.

Advertisement

કહેવામાં આવી રહ્યું છે કે આ બ્રિજ 1717 કરોડના ખર્ચે બની રહ્યો હતો. એપ્રિલમાં આવેલા તોફાનના કારણે આ નિર્માણાધીન પૂલનો કેટલોક ભાગ પણ ક્ષતિગ્રસ્ત થયો હતો. ખાગરિયા-અગુવાની-સુલતાનગંજ વચ્ચે ગંગા નદી પર બનાવવામાં આવી રહેલા મહાસેતુનો મધ્ય ભાગ તૂટી પડ્યો હતો. પૂલનો ઉપરનો ભાગ નદીમાં ડૂબી ગયો છે.

Advertisement

વીડિયોમાં જોઈ શકાય છે કે નિર્માણાધીન બ્રિજનું સુપર સ્ટ્રક્ચર ધરાશાયી થઈ ગયું છે. જો કે પૂલ તૂટી પડવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. કહેવામાં આવી રહ્યું છે કે બ્રિજના ત્રણ પિલરની ઉપર બનેલ સ્ટ્રક્ચર ધરાશાયી થઈ ગયું.

JDU ધારાસભ્યએ કહ્યું- દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે

જેડીયુ ધારાસભ્ય લલિત મંડલે કહ્યું કે આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. અમને આશા હતી કે આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં આ બ્રિજનું ઉદ્ઘાટન થશે, પરંતુ આવા અકસ્માતો થઈ રહ્યા છે, તે તપાસનો વિષય છે. દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે જ્યાં સુધી તેની તપાસ નહીં થાય ત્યાં સુધી કંઈ કહેવું મુશ્કેલ છે.

આ પણ વાંચો : Odisha Train Accident : ગૌતમ અદાણીની મોટી જાહેરાત, કહ્યું- માતા-પિતા ગુમાવનારા બાળકોને અમે ભણાવીશું

Tags :
Advertisement

.