Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat Police : લો બોલો! નિયમ તોડનારને પોલીસ હવે 'મેમો' નહિં પણ ફૂલ આપશે!

ટ્રાફિકનાં નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકને પોલીસ દ્વારા ફૂલ આપીને તેમણે જે નિયમનો ભંગ કરવાની ભૂલ કરી છે.
gujarat police   લો બોલો  નિયમ તોડનારને પોલીસ હવે  મેમો  નહિં પણ ફૂલ આપશે
  1. દિવાળી દરમિયાન ટ્રાફિક અવેરનેસ માટે નવતર અભિગમ
  2. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકને પોલીસ મેમો નહીં ફૂલ આપશે
  3. 30 ઓક્ટોબરથી 6 નવેમ્બર 2024 દરમિયાન અભિયાન
  4. ફૂલ અને ટ્રાફિક અવેરનેસ પેમ્ફલેટ લઇને ઉભેલી જોવા મળશે

ગુજરાત પોલીસ (Gujarat Police) દ્વારા દિવાળીનાં તહેવારો દરમિયાન રાજ્યભરમાં ટ્રાફિક અવેરનેસ માટે એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. આ તહેવારોમાં અલગ-અલગ માર્કેટ પ્લેસ, હાઇવે કે વિવિધ સર્કલ પર ઊભી રહેતી પોલીસ ‘પાવતી બુક’ લઇને નહિ, પરંતુ ફૂલ અને ટ્રાફિક અવેરનેસ (Traffic Awareness) પેમ્ફલેટ લઇને ઊભેલી જોવા મળશે. ટ્રાફિકનાં નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકને પોલીસ દ્વારા ફૂલ આપીને તેમણે જે નિયમનો ભંગ કરવાની ભૂલ કરી છે. તેનાથી તેમને તથા તેમના પરિવારને શું નુકસાન થઇ શકે છે અને માનવજીવનનું મુલ્ય વાહનચાલકનાં પોતાનાં પરિવાર માટે કેટલું વિશેષ છે તેની સમજ આપવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : ધનતેરસે જ પિતાએ પુત્રીની કરી હત્યા

Advertisement

પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસનો નવતર અભિગમ

દિવાળીનાં તહેવારો (Diwali 2024) દરમિયાન રાજ્યમાં વાહનોની અવર-જવર વધુ પ્રમાણમાં રહેતી હોય છે, જેથી, રાજ્યભરમાં માર્ગ સલામતી અંતર્ગત ટ્રાફિકનાં નિયમોની અમલવારી કરાવવા માટે તેમ જ વાહનચાલકોમાં જાગૃતિ લાવવા ઉપરાંત માર્ગ અકસ્માતોનાં બનાવો ના બને અને વાહનચાલક તેમ જ તેમના પરિવારની સલામતી જળવાય તે માટે ટ્રાફિક અવેરનેસનો (Traffic Awareness) આ નવતર અભિગમ અપનાવ્યો છે.

આ પણ વાંચો - Fraud Case : ચીટર સ્વામી ગેંગના વી.પી સ્વામીની ધરપકડ

Advertisement

30 ઓક્ટો.થી 6 નવેમ્બર સુધી ખાસ અવેરનેસ અભિયાન!

આજે 30 ઓક્ટોબરથી 6 નવેમ્બર 2024 દરમિયાન હેલ્મેટ, સીટ બેલ્ટ, ઓવર સ્પીડ, રોંગ સાઇટ ડ્રાઇવિંગ તેમ જ લેન ભંગ સહિતનાં ટ્રાફિકનાં નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકને, તેમણે જે નિયમ ભંગ કર્યો છે તે મુજબનું અવેરનેસ પેમ્ફલેટ પોલીસ (Gujarat Police) દ્વારા આપવામાં આવશે. તેની સાથે સાંકેતિકરૂપે વાહનચાલકને ફૂલ આપી ટ્રાફિક નિયમોની (Traffic Rules) સમજ આપવામાં આવશે અને હવેથી ટ્રાફિકનાં નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સમજાવવામાં આવશે.

આ પણ વાંચો - જીજ્ઞેશ મેવાણીના આરોપોનો Neha Kumari એ આપ્યો જવાબ

Tags :
Advertisement

.