Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Asia Cup 2023: રાહુલે પાકિસ્તાન સામે મચાવ્યું ગદર, વિસ્ફોટક સદી..

એશિયા કપ 2023 (Asia Cup 2023) ની સુપર-4 મેચમાં પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયા ( team india)ના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ (K. L.Rahul) નું જોરદાર ફોર્મ જોવા મળ્યું હતું. કેએલ રાહુલે એશિયા કપ 2023ની સુપર-4 મેચમાં પાકિસ્તાન સામે કોલંબોમાં રમાઈ રહેલી...
06:45 PM Sep 11, 2023 IST | Vipul Pandya
એશિયા કપ 2023 (Asia Cup 2023) ની સુપર-4 મેચમાં પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયા ( team india)ના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ (K. L.Rahul) નું જોરદાર ફોર્મ જોવા મળ્યું હતું. કેએલ રાહુલે એશિયા કપ 2023ની સુપર-4 મેચમાં પાકિસ્તાન સામે કોલંબોમાં રમાઈ રહેલી મેચમાં શાનદાર રીતે સદી ફટકારી છે. ચોથા નંબર પર બેટિંગ કરતા કેએલ રાહુલે 100 બોલમાં સદી ફટકારી છે. કેએલ રાહુલની વનડે કારકિર્દીની આ છઠ્ઠી સદી છે.

રાહુલે કોલંબોમાં તોફાન મચાવ્યું
કેએલ રાહુલે પોતાની વિસ્ફોટક બેટિંગથી કોલંબોમાં હલચલ મચાવી દીધી હતી. ટીમ ઈન્ડિયાના બેટ્સમેન કેએલ રાહુલે 6 મહિના બાદ વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરતા આ મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. કેએલ રાહુલે પાકિસ્તાન સામે એશિયા કપ 2023ની સુપર-4 મેચમાં સદી ફટકારીને મોટી સિદ્ધિ હાંસલ કરી છે. રાહુલે વિરાટ કોહલી સાથે મળીને 200 કરતા વધુ રનની પાર્ટનરશીપ કરી હતી.

આ પણ વાંચો---IND VS PAK ASIA CUP 2023 : રિઝર્વ ડે પર ભારત-પાકિસ્તાન મેચ શરૂ, ક્રિઝ પર કોહલી-રાહુલ
Tags :
asia cup 2023CenturyK. L.RahulPakistanTeam India
Next Article