Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Dahod : ઘરમાં ચોર આવ્યાનો માલિકે કર્યો ફોન તો પોલીસકર્મીએ આપ્યો ઉદ્ધતાઈભર્યો જવાબ, થઈ મોટી કાર્યવાહી

Gujarat First નાં અહેવાલની વધુ એક ધારદાર અસર દાહોદના લીમડીમાં ચોરીની ઘટના મામલે મોટી કાર્યવાહી જિલ્લા પોલીસ વડાએ મીરાખેડીના બીટ જમાદાર અજિત ડામોરને સસ્પેન્ડ કર્યા દાહોદ (Dahod) જિલ્લામાંથી પોલીસની લાલિયાવાડીનો એક અહેવાલ ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા રજૂ કરતા...
dahod   ઘરમાં ચોર આવ્યાનો માલિકે કર્યો ફોન તો પોલીસકર્મીએ આપ્યો ઉદ્ધતાઈભર્યો જવાબ  થઈ મોટી કાર્યવાહી
  1. Gujarat First નાં અહેવાલની વધુ એક ધારદાર અસર
  2. દાહોદના લીમડીમાં ચોરીની ઘટના મામલે મોટી કાર્યવાહી
  3. જિલ્લા પોલીસ વડાએ મીરાખેડીના બીટ જમાદાર અજિત ડામોરને સસ્પેન્ડ કર્યા

દાહોદ (Dahod) જિલ્લામાંથી પોલીસની લાલિયાવાડીનો એક અહેવાલ ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા રજૂ કરતા તેની ધારદાર અસર જોવા મળી છે. દાહોદનાં લીમડીમાં ચોરીની ઘટના મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડાએ મીરાખેડીના બીટ જમાદાર અજિત ડામોરને સસ્પેન્ડ કર્યા છે. લીમડીનાં ઝાલોદ રોડ (Jalod Road) પર આવેલા મકાનમાં ચોર ઘૂસી આવતા મકાન માલિકે પોલીસને ફોન કર્યો હતો પરંતુ, ઘોર નિંદ્રામાં ઊંઘતા હેડ કોન્સ્ટેબલને જાણે પોતાની ઊંઘ વધારે વહાલી હોય તેમ મકાન માલિકને ઉદ્ધતાઈભર્યો જવાબ આપ્યો હતો અને રાત્રે બે વાગ્યે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા બોલાવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો - Rajkot : રાજકોટવાસીઓ માટે સારા સમાચાર! ફરી ધમધમતું થશે અટલ સરોવર, જુઓ અદભુત આકાશી દ્રશ્ય

ઘરમાં ચોર ઘૂસ્યો, પોલીસે કહ્યું- પહેલા સ્ટેશને આવી ફરિયાદ લખાવો!

જણાવી દઈએ કે, દાહોદ (Dahod) જિલ્લાનાં લીમડીનાં ઝાલોદ રોડ પર આવેલા મકાનનાં માલિકે લીમડી પોલીસ સ્ટેશનનાં (Limdi Police Station) લેન્ડલાઈન પર ફોન કર્યો હતો. મકાનમાં ચોર ઘૂસી આવ્યા હોવાની જાણ થતાં માલિકે પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો હતો. પરંતુ, લીમડીમાં પોલીસ મથકમાં PSO તરીકે ફરજ બજાવતા અને મીરાખેડીના બીટ જમાદાર અજિત ડામોરે એવો જવાબ મળ્યો કે મકાન માલિક પણ ચોંકી ઊઠ્યા હતા. આરોપ મુજબ, પોલીસ કર્મચારીએ મકાન માલિકને ફોન પર કહ્યું હતું કે, ચોરી અંગેની ફરિયાદ લખાવવા માટે પોલીસ સ્ટેશન આવી જાઓ.

Advertisement

આ પણ વાંચો - Patan : હવે પાટણમાં ચાંદીપુરા વાઇરસનો પગપસેરો, 7 વર્ષીય બાળક સંક્રમિત થતાં સ્થિતિ ગંભીર

Advertisement

ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર, પોલીસકર્મી સસ્પેન્ડ

મકાનમાં ચોરી ઘૂસી આવતાની ઘટના બાદ ત્વરિત ત્યાં પહોંચી ચોરને પકડવાને બદલે પોલીસકર્મીએ (Limdi Police) મકાન માલિકને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે બોલાવ્યા હતા. રાતે બે વાગે મકાન માલિકને પોલીસે ફરિયાદ લખાવવા માટે બોલાવ્યા હોવાનું માલિકે જણાવ્યું હતું. આ ઘટના અંગેનો અહેવાલ ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા રજૂ કરાતા તેની હવે ધારદાર અસર જોવા મળી છે. જણાવી દઈએ કે, આ મામલે જિલ્લા પોલીસ વડાએ લીમડી પોલીસ મથકમાં PSO તરીકે ફરજ બજાવતા અને મીરાખેડીનાં બીટ જમાદાર અજિત ડામોરને (Ajit Damore) સસ્પેન્ડ કર્યા છે.

આ પણ વાંચો - Aravalli : જિલ્લાની આ 9 શાળાઓ કરાશે બંધ, જાણો શું છે કારણ ?

Tags :
Advertisement

.