Prohibition Act : આવો ભેદભાવ કેમ, દેશી દારૂ મોંઘો કર્યો અને વિદેશી હજુ સસ્તો
Prohibition Act : 1960થી ગુજરાત રાજ્યમાં નશાબંધીનો કાયદો અમલમાં છે, પરંતુ નશાના વેપાર પર એકપણ સરકાર કડક હાથે કામ લઈ શકી નથી.ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો (Prohibition Act) અને તંત્રની કામગીરી હંમેશા ચર્ચામાં રહે છે.આ વખતે ગૃહ વિભાગે Prohibition Act માં કરેલો એક પરિપત્ર ચર્ચાના ચગડોળે ચઢ્યો છે. દારૂના બેફામ ધંધા ચલાવીને લાખો કમાતા ખાખીધારીઓ સામે કાર્યવાહી કરવા ગૃહ વિભાગે એક પ્રયાસ કર્યો છે. આ પ્રયાસ કે પરિપત્રમાં ભેદભાવ કેમ, કોને ફાયદો થયો છે અને કોને નુકસાન. વાંચો આ અહેવાલમાં...
દેશી-વિદેશી દારૂની કિંમતને લઈને શું છે પરિપત્ર ?
ગુજરાતમાં દારૂ સહિતના નશીલા પદાર્થોની બદી ડામવામાં પોલીસ વિભાગના ઉદાસીન, નિષ્ફળ તેમજ બિન કાર્યક્ષમ અધિકારી/કર્મચારી સામે ખાતાકીય પગલાં લેવા એક નવો પરિપત્ર થયો છે. વર્ષો અગાઉ થયેલા પરિપત્રમાં રાજ્ય સરકારના ગૃહ વિભાગે (Home Department Gujarat) દેશી દારૂ અને વિદેશી દારૂ (IMFL) ની કિંમતમાં વધારો કર્યો છે. ગણનાપાત્ર કેસમાં હવેથી દેશી દારૂની કિંમત 1 લાખ રૂપિયા હોવી જોઈએ. દેશી દારૂની કિંમત પ્રતિ લીટર 200 રૂપિયા અને વૉશની કિંમત પ્રતિ લીટર 25 રૂપિયા નિર્ધારિત કરાઈ છે. જ્યારે વિદેશી દારૂ/નશીલા પદાર્શમાં 2.50 લાખ રૂપિયા હોવી જોઈએ. અત્રે નોંધનીય છે કે, અગાઉ દેશી દારૂ માટે 15 હજાર રૂપિયા (દેશી દારૂ 20 રૂપિયા અને વૉશના 2 રૂપિયા પ્રતિ લીટર ) અથવા વિદેશી દારૂ માટે 25 હજાર રૂપિયા કિંમત નક્કી થઈ હતી.
સુધારાથી દેશી દારૂના કેસમાં નુકસાન
ગૃહ વિભાગના પરિપત્ર (Circular Home Department) થી પોલીસ અને બુટલેગરો બંનેને નુકસાન થવા જઈ રહ્યું છે. બે દસકા અગાઉ નિર્ધારિત થયેલા ભાવ અનુસાર 750 લીટર દેશી દારૂ પકડાય ત્યારે પ્રતિ લીટરે 20 રૂપિયા અનુસાર 15 હજારે ગણનાપાત્ર કેસ કહેવાતો. નવા પરિપત્ર મુજબ હવે જો, 500 લીટર દેશી દારૂ મળી આવે તો કવૉલિટી કેસ ગણવામાં આવશે.
આ પણ વાંચો -રાજકીય પક્ષોના દાન કૌભાંડ કેસમાં CID Crime કેમ ઉંધા માથે પટકાઈ ?