Iltija Mufti એ મુસ્લિમ સાથે થયેલા અત્યાર મામલે હિન્દુત્વ પર કર્યો કટાક્ષ
- Iltija Mufti એ વિવાદાસ્પદ નિવેદન જાહેર કર્યું
- આરોપીઓને પોલીસ દ્વારા હજુ સુધી પકડવામાં આવ્યા નથી
- હિન્દુત્વ એ એક રોગ છે જેણે ભગવાનના નામને કલંકિત કર્યું
Iltija Mufti Controversial Statement : તાજેતરમાં એક સોશિયલ મીડિયા ઉપર Video વાયરલ થયો હતો. ત્યારે આ Video ને કારણે વિવાદોના વાદળો દેશમાં ફરી વળ્યા હતા. કારણ કે... આ Video માં માસૂમ મુસ્લિમ બાળકોને ચપ્પલ વડે ઢોર મારમારવામાં આવી રહ્યો હતો. અને તેમને જય શ્રી રામ બોલવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. તો આ Video ને લઈને અનેક રાજકારણીઓ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી. આ મામલે Iltija Mufti દ્વારા એક વિવાદાસ્પદ નિવેદન જાહેર કરવામાં આવ્યું છે.
હિન્દુત્વ એ એક રોગ છે જેણે ભગવાનના નામને કલંકિત કર્યું
એક અહેવાલ અનુસાર, જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તીની પુત્રી Iltija Mufti એ મુસ્લિમ બાળકો સાથેના ગેરવર્તણૂકને લઈને ઈન્સ્ટાગ્રામ પર એક Video રિપોસ્ટ કરીને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. Iltija Mufti એ એક વિવાદાસ્પદ નિવેદનમાં કહ્યું હતું કે ભગવાન શ્રી રામ પણ તેમનું નામ લેવાનો ઇનકાર કરવાને કારણે કેવી રીતે મુસ્લિમ છોકરાઓને ચપ્પલ વડે મારવામાં આવે છે, તે જોઈને તેમનું માથું શરમથી ઝુકી જશે. હિન્દુત્વ એ એક રોગ છે જેણે લાખો ભારતીયોને પીડિત કર્યા છે અને ભગવાનના નામને કલંકિત કર્યું છે.
આ પણ વાંચો: 101 કિસાન દિલ્હી કૂચ માટે તૈયાર, Shambhu border પર ચાંપતો બંદોબસ્ત
આરોપીઓને પોલીસ દ્વારા હજુ સુધી પકડવામાં આવ્યા નથી
શિરીન ખાને X પર એક Video શેર કર્યો હતો, જેમાં તેણીએ લખ્યું હતું કે મુસ્લિમ સગીર છોકરાઓ પર નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો હતો અને જય શ્રી રામ બોલવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જ્યારે એક બાળકે અલ્લાહનું નામ લીધું તો છોકરાએ તેને હાથ વડે માર્યો અને તેનું માથું દિવાલ સાથે અથડાવ્યું હતું. તો હાલમાં પણ આ Video દેશભરમાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જોકે આ Video માં જોવા મળતા આરોપીઓને પોલીસ દ્વારા હજુ સુધી પકડવામાં આવ્યા નથી.
આ પણ વાંચો: સિગારેટ અને તમાકુના વ્યસની છો? તો આ સમાચાર તમારા માટે જ