બાંગ્લાદેશી ઘૂસણખોરીને લઈને ED એકશનમાં, અનેક જગ્યાઓ પર પાડ્યા દરોડા
- એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વાર અનેક જગ્યાઓ પર દરોડા
- બાંગ્લાદેશી ઘૂસણખોરીને લઈને ED ના દરોડા
- ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં એક ડઝનથી વધુ સ્થળોએ દરોડા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ બાંગ્લાદેશી ઘૂસણખોરી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં એક ડઝનથી વધુ સ્થળોએ દરોડા પાડી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, બંને રાજ્યોમાં લગભગ 17 જગ્યાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, સપ્ટેમ્બર મહિનામાં, ED એ બાંગ્લાદેશી મહિલાઓની કથિત ઘૂસણખોરી અને તસ્કરીના કેસની તપાસ માટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. આ કેસ ઝારખંડની રાજધાની રાંચીના બરિયાતુ પોલીસ સ્ટેશનમાં જૂનમાં નોંધાયેલા કેસ પર આધારિત છે.
પોલીસે પહેલા ત્રણ બાંગ્લાદેશી મહિલાઓની ધરપકડ કરી હતી...
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વર્ષે જૂનમાં રાંચી પોલીસે બરિયાતુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત એક રિસોર્ટમાંથી ત્રણ બાંગ્લાદેશી યુવતીઓની ધરપકડ કરી હતી. ત્રણેય બાંગ્લાદેશના ચટ્ટોગ્રામના રહેવાસી હતા. પૂછપરછ દરમિયાન યુવતીઓએ જણાવ્યું કે, તેમને બ્યુટી સલૂનમાં નોકરી અપાવવાના વાયદા સાથે બાંગ્લાદેશથી જંગલમાંથી કોલકાતા અને પછી રાંચી લાવવામાં આવી હતી અને અહીં તેમને વેશ્યાવૃત્તિ કરાવવા માટે મજબૂર કરવામાં આવી હતી. જામીન પર બહાર આવેલી આ ત્રણ યુવતીઓ ફરાર છે.
ચૂંટણી પહેલા દરોડા...
ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 43 બેઠકો પર મતદાનની પ્રક્રિયા બુધવાર એટલે કે 13 નવેમ્બરે શરૂ થશે. તે પહેલા પણ ED એ મની લોન્ડરિંગ કેસને લઈને રાજ્યમાં 17 સ્થળો પર દરોડા પાડ્યા છે.
આ પણ વાંચો : Uttarakhand : દેહરાદૂનમાં કાર રોકેટની જેમ ઉડી! 6 ના મોત
ભાજપના આક્ષેપો...
PM નરેન્દ્ર મોદી અને અન્ય ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ, તાજેતરના ચૂંટણી પ્રચાર દરમિયાન, રાજ્ય સરકાર પર એવી ઘૂસણખોરીને પ્રોત્સાહિત કરવાનો આરોપ મૂક્યો છે કે જેણે આદિવાસી-પ્રભુત સંથાલ પરગણા અને કોલ્હાન પ્રદેશોના વસ્તી વિષયક લેન્ડસ્કેપને બદલી નાખ્યું છે. PM નરેન્દ્ર મોદી અને BJP ના અન્ય નેતાઓનું કહેવું છે કે આમાં રાજ્ય સરકારનો હાથ છે અને તે આવી ઘૂસણખોરીને પ્રોત્સાહન આપી રહી છે. આ પ્રકારની ઘૂસણખોરી એટલા માટે કરવામાં આવી રહી છે કે જેથી ઝારખંડની ડેમોગ્રાફી બદલી શકાય અને ચૂંટણીમાં તેનો ફાયદો ઉઠાવી શકાય.
આ પણ વાંચો : શું તમે જાણો છો UPPSC ના કયા નિર્ણયને લઈને પ્રદર્શન કરી રહ્યા છે વિદ્યાર્થીઓ! જાણો સંપૂર્ણ માહિતી...
ઝારખંડ વિધાનસભા ચૂંટણી...
BJP સાંસદ નિશિકાંત દુબેની સાથે PM નરેન્દ્ર મોદી, અમિત શાહ, હિમંતા બિસ્વા સરમા અને શિવરાજ સિંહ ચૌહાણ જેવા નેતાઓએ પણ આ મુદ્દો ઉઠાવ્યો છે. મળતી માહિતી મુજબ મોટી સંખ્યામાં બાંગ્લાદેશી મહિલાઓને ઝારખંડ મોકલવામાં આવી છે અને તેની પાછળ પૈસાની લેવડદેવડ પણ છે. અગાઉ 8 નવેમ્બરે જ 6 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી, જેઓ ત્રિપુરાથી મુંબઈ જઈ રહ્યા હતા. નોંધનીય છે કે ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 13 નવેમ્બરે 43 બેઠકો પર મતદાન થશે જ્યારે બીજા તબક્કામાં 20 નવેમ્બરે 38 બેઠકો પર મતદાન થશે.
આ પણ વાંચો : Maharashtra કોંગ્રેસ અધ્યક્ષના બિગડે બોલ, BJP ને અપશબ્દો બોલ્યા Video