ANI news agency ભ્રામક માહિતી ફેલાતી સંસ્થા છે: ANI Wikipedia page
દિલ્હી હાઈકોર્ટે Wikipedia ને આ આદેશ આપયો
ભ્રામક માહિતીનું લેખન કોના દ્વારા લખવામાં આવ્યું
2 કરોડ રૂપિયાનું ભુગતાન મેળવવાની પણ કરી અરજી
ANI Wikipedia page : Internet પર જ્ઞાનનો ભંડાર તરીકે જાણીતી વેબસાઈટ Wikipedia ને દિલ્હી હાઈકોર્ટે ફટકાર લગાવી છે. તે ઉપરાંત દિલ્હી હાઈકોર્ટે Wikipedia ને કડક શબ્દોમાં સૂચના આપી છે કે, જો તમને ભારત પસંદ નથી... તો તમે ભારતમાંથી પોતાનું કામ બંધ કરી શકો છો. જોકે આજરોજ દિલ્હી હાઈકોર્ટમાં એક સુનાવણી દરમિયાન Wikipedia ને આ આદેશ આપવામાં આવ્યો હતો. ચાલો જાણીએ શુ હતો સમગ્ર મામલો....
ભ્રામક માહિતીનું લેખન કોના દ્વારા લખવામાં આવ્યું
તાજેતરમાં દિલ્હી હાઈકોર્ટની અંદર કોઈ વ્યક્તિએ Wikipedia પર ANI's Wikipedia page ની માહિતીમાં ફેરફાર કર્યો હતો. તેની સાથે ANI's Wikipedia page પર જણાવવામાં આવ્યું હતું કે, ANI's Wikipedia page એ એક ભ્રામક માહિતીનો પ્રચાર કરતી સંસ્થા જણાવી હતી. તેને લઈ ANI એ દિલ્હી હાઈકોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આ મામલે આજરોજ સુનાવણી કરવામાં આવી હતી. ત્યારે ન્યાયાધીશ Navin Chawla દ્વારા Wikipedia ને કહેવામાં આવ્યું હતું કે, જો તેમને ભારત પસંદ નથી, તો તેઓ ભારતમાંથી પોતાના કામ બંધ કરી શકે છે.
"If you don't like India, please don't work in India... We will ask government to block Wikipedia in India."
Delhi High Court issues contempt of court notice to Wikipedia for not complying with the Court's order directing it to disclose info about people who made edits on ANI's… pic.twitter.com/fB3SFjN3pO
— Bar and Bench (@barandbench) September 5, 2024
આ પણ વાંચો: Hot Teacher ની યાદી જોઈને,તમે પણ તેના વિદ્યાર્થી બનાવાની હઠ લગાવશો
2 કરોડ રૂપિયાનું ભુગતાન મેળવવાની પણ કરી અરજી
તે ઉપરાંત Justice Navin Chawla એ Wikipedia ને જણાવ્યું હતું કે, ANI's Wikipedia page માં ભ્રામક માહિતીનું લેખન કોના દ્વારા લખવામાં આવ્યું, તેનું નામ વહેલી તકે જણાવો. પરંતુ Wikipedia દ્વારા કોઈ વ્યક્તિનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. ત્યારે ANI એ Wikipedia ને લઈ અલદાલતના નિયમોનું ઉલ્લઘંન (contempt of court) કરવા બદલ કેસ દાખલ કર્યો છે. તે ઉપરાંત ANI એ Wikipedia વિરુદ્ધ 2 કરોડ રૂપિયાનું ભુગતાન મેળવવાની પણ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે.
આ પણ વાંચો: Ola driver એ મહિલાને મુસાફરી રદ કરવા પર મારી થપ્પડ, જુઓ વીડિયો