Bharuch : નર્મદા એપાર્ટમેન્ટમાં બ્લોક ધસી પડતા ઘર આંગણે સુતેલા મોભીનું મોત..
અહેવાલ--દિનેશ મકવાણા, ભરૂચ ભરૂચ નગરપાલિકા અને ગુજરાત હાઉસિંગ બોર્ડની બેદરકારી.. નર્મદા એપાર્ટમેન્ટના 25 બ્લોક પૈકી 18 નંબરનો બ્લોક ધસી પડતા ઘર આંગણે સુતેલા મોભીનું દબાઈ જતા મોત.. ગુજરાત હાઉસિંગ બોર્ડના નર્મદા એપાર્ટમેન્ટના 25 બ્લોકના 500થી વધુ મકાન જર્જરીત પાલિકાનું નોટીસ...
Advertisement
અહેવાલ--દિનેશ મકવાણા, ભરૂચ
- ભરૂચ નગરપાલિકા અને ગુજરાત હાઉસિંગ બોર્ડની બેદરકારી..
- નર્મદા એપાર્ટમેન્ટના 25 બ્લોક પૈકી 18 નંબરનો બ્લોક ધસી પડતા ઘર આંગણે સુતેલા મોભીનું દબાઈ જતા મોત..
- ગુજરાત હાઉસિંગ બોર્ડના નર્મદા એપાર્ટમેન્ટના 25 બ્લોકના 500થી વધુ મકાન જર્જરીત
- પાલિકાનું નોટીસ આપવાનું નાટક યથાવત
- જર્જરિત બ્લોકની આજુબાજુ ખુલ્લી જગ્યામાં પણ મકાનો ઊભા કરી દબાણ કરતા મોટી હોનારતનો ભય
ભરૂચમાં નર્મદા એપાર્ટમેન્ટના 18 નંબરના બ્લોકમાં જર્જરીત એપાર્ટમેન્ટનો કેટલોક હિસ્સો ઘસી પડતા ઘર આંગણે સુતેલા ઘરના મોભીનું દબાઈ જવાના કારણે પથારીમાં જ મોત થયું હતું. જો કે પરિવાર ઘરમાં ઊંઘતો હોવાના કારણે પરિવારના સભ્યોનો બચાવ થયો હતો. જર્જરીત નર્મદા એપાર્ટમેન્ટ મુદ્દે નગરપાલિકા અને ગુજરાત હાઉસિંગ બોર્ડની ગંભીર બેદરકારી સામે પ્રશ્નો ઉભા થયા છે.
ઘણા મકાનો જર્જરિત હાલતમાં
ભરૂચ જુની મામલતદાર કચેરીની સામે નર્મદા એપાર્ટમેન્ટના 25 જેટલા બ્લોકમાં 500 થી વધુ મકાનો આવેલા છે. જેના કેટલાય બ્લોકના મકાનો અત્યંત જર્જરિત હોવાથી સ્લેબ ધસી પડવાની ઘટનાઓ પણ બની ચૂકી છે અને નગરપાલિકાએ માત્ર જર્જરિત ઇમારતો મુદ્દે નોટીસ આપી મરામત કરાવવા અને ઘરમાંથી ખસી જવા માટે આહવાન કરી પોતાની કામગીરીમાંથી હાથ ખંખેરી લીધા હતા .જો કે કોઈ નક્કર કાર્યવાહી ન કરતા નર્મદા એપાર્ટમેન્ટના 25 બ્લોક પૈકીનો 18 નંબરના બ્લોકમાં અત્યંત જર્જરિત હોવાના કારણે વહેલી સવારે અચાનક ઘસી પડતા ઘર આંગણે ઊંઘી રહેલા પરિવારના મોભી પંકજભાઈ જશવંતભાઈ ચૌહાણ કાટમાળ નીચે દબાઈ જવાના કારણે મોતને ભેટ્યા હતા જ્યારે ઘરમાં રહેલા અન્ય લોકોને ઈજા થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
જર્જરિત ઇમારત મુદ્દે માત્ર નોટિસ આપવાનું નાટક
ઘટનાની જાણ ભરૂચ નગર પાલિકાના ફાયર વિભાગને કરાતા ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કાટમાળને દૂર કરવાની કવાયત કરી હતી પરંતુ ભરૂચ નગરપાલિકા અને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા જર્જરિત ઇમારત મુદ્દે માત્ર નોટિસ આપવાનું નાટક યથાવત રાખતા હજુ કોઈ મોટી હોનારત સર્જાય તેવો ભય પણ ઉભો થયો છે. જર્જરી બ્લોકની આજુબાજુ પણ ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર મકાનો ઊભા કરવામાં આવ્યા છે જેના કારણે જર્જરીત બ્લોકના બિલ્ડીંગો ધસી પડે તો અન્ય નિર્દોષ લોકો પણ જીવ ગુમાવી શકે છે.
શું કાયમ માટે નોટિસ આપવાનું નાટક યથાવત રહેશે..?
ભરૂચના ઘણા વિસ્તારોની ઇમારતો જર્જરીત જ બની ગઈ છે. શક્તિનાથ નજીકની સરકારી વસાહતના જ મકાનો પણ જર્જરિત બની ગયા છે છતાં પણ અધિકારીઓ રહેવા મજબૂર બન્યા છે. ભરૂચ નગરપાલિકા પોતાના હદ વિસ્તારમાં આવતી જર્જરી ઇમારત મુદ્દે માત્ર નોટિસ આપીને સંતોષ માનતી હોય છે પરંતુ આજે એક મોટી હોનારતમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.હજુ પણ જર્જરીત ઇમારતો ને નોટીસ આપવાનું નાટક તંત્ર યથાવત રાખશે કે પછી નક્કર કાર્યવાહી કરશે તે જોવું રહ્યું...