Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હું રાવણ છું તો, તમે રામ બનો…’ રાજસ્થાનના CM અશોક ગહેલોતે કેમ આવું કહ્યું?

કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતના રાવણ પરના નિવેદન પર મુખ્યમંત્રી અશોક ગેહલોતે પ્રતિક્રિયા આપી છે. ચુરુના તારાનગરમાં મોંઘવારી રાહત શિબિર દરમિયાન ગેહલોતે ગજેન્દ્ર સિંહ શેખાવત પર આકરા પ્રહાર કર્યા હતા. ગેહલોતે કહ્યું, “અમારે રાવણના રૂપમાં અશોક ગેહલોતને ખતમ કરવાનો છે....
હું રાવણ છું તો  તમે રામ બનો…’ રાજસ્થાનના cm અશોક ગહેલોતે કેમ આવું કહ્યું

કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતના રાવણ પરના નિવેદન પર મુખ્યમંત્રી અશોક ગેહલોતે પ્રતિક્રિયા આપી છે. ચુરુના તારાનગરમાં મોંઘવારી રાહત શિબિર દરમિયાન ગેહલોતે ગજેન્દ્ર સિંહ શેખાવત પર આકરા પ્રહાર કર્યા હતા. ગેહલોતે કહ્યું, “અમારે રાવણના રૂપમાં અશોક ગેહલોતને ખતમ કરવાનો છે. હું આનું પણ સ્વાગત કરું છું. ભાઈ, અમે રાવણ છીએ

Advertisement

ઓછામાં ઓછું મર્યાદા પુરુષોત્તમ રામ જેવું વર્તન કરીએ. તેમણે કહ્યું હતુ કે જે ગરીબ લોકોના પૈસા ડુબી ગયા છે. તે પરત અપાવી દો તો” અમે સ્વીકારીશું કે તમે રામના અનુયાયી છો અને અમે રાવણના અનુયાયી છીએ

Advertisement

રાવણના નિવેદન પર ગેહલોતનો જવાબ
રાજસ્થાનમાં હવે દિવસેને દિવસે રાજકારણ ગરમાઈ રહ્યું છે. આ દરમિયાન હવે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતના રાવણ પરના નિવેદનથી મામલો ગરમાયો હતો જે બાદ શેખાવતના નિવેદન પર મુખ્યમંત્રી અશોક ગેહલોતે પલટવાર કર્યો છે. શુક્રવારે ચુરુના તારાનગરમાં મોંઘવારી રાહત શિબિર દરમિયાન સીએમ ગેહલોતે ગજેન્દ્ર સિંહ શેખાવત પર પ્રહાર કર્યા હતા.

Advertisement

રાવણ છું કે લોકસેવક તે જનતા નક્કી કરશે
ગેહલોતે કહ્યું કે કર્ણાટકમાં ભાજપ ખરાબ રીતે હારી રહી છે, તેથી આ લોકો ગુસ્સે છે. તે ગુસ્સાની ભાષા બોલી રહ્યા છે. શેખાવતે મને રાવણ કહ્યું છે, જનતાએ નક્કી કરવાનું છે કે હું રાવણ છું કે પ્રથમ લોકસેવક. શેખાવત મંત્રીએ જે રીતે વાત કરી છે, હું તેમને કહેવા માંગુ છું કે તેણે અને તેના મિત્રોએ અઢી લાખ લોકોને લૂંટ્યા છે, તેઓએ મળીને ઘણી કંપનીઓ બનાવી છે અને અઢી લાખ લોકોને વ્યાજની લાલચ આપીને લૂંટ્યા છે. એ લોકો મારી પાસે આવ્યા. તેની આંખોમાં આંસુ હતા. વૃદ્ધો હતા, કોઈના 25 લાખ, કોઈના 50 લાખ, કોઈના એક કરોડ રૂપિયા લૂંટાયા, કેન્દ્રીય મંત્રી શેખાવતના બધા મિત્રો જેલમાં બેઠા છે.

ગરીબોના પૈસા પાછા અપાવો
મુખ્યમંત્રીએ કહ્યું કે, “કેન્દ્રીય મંત્રીને ચિંતા થવી જોઈએ કે તે લોકોને પૈસા કેવી રીતે પાછા મળશે. કેન્દ્રીય મંત્રી બહુ મોટી પોસ્ટ છે. તમે આ પદ પર બેઠા છો, હવે કહો કે તેઓ પોતે SOGના આરોપી બન્યા છે. અંદર તપાસ બાદ SOG દ્વારા ગજેન્દ્રસિંહ શેખાવતને દોષિત ઠેરવવામાં આવ્યો છે.મારી સામે દિલ્હીમાં માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.મેં પણ તેમનું સ્વાગત કર્યું છે,ચાલો.આ બહાને સરકાર અને ન્યાયતંત્રનું ધ્યાન જશે. ગરીબ પરિવારો તરફ જેમના પૈસા ડૂબી ગયા છે.

આ પણ  વાંચો- સેનાની 5 મહિલા ઓફિસરો હવે ચલાવશે તોપ અને રોકેટ…વાંચો ગૌરવશાળી અહેવાલ..!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.