Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અશોક ગેહલોત સોનિયા ગાંધી સામે બન્યા નતમસ્તક, જાણો શું કહ્યું

રાજસ્થાન કોંગ્રેસ (Rajasthan Congress)માં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી અશોક ગેહલોતે (Ashok Gehlot) ગુરુવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) સાથે મુલાકાત કરી હતી. આ બેઠક લગભગ દોઢ કલાક ચાલી હતી. બેઠક બાદ તેમણે જાહેરાત કરી હતી કે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી નહીં લડે. એટલું જ નહીં, તેમણે કહ્યું કે રાજસ્થાનમાં જે બન્યું તેનાથી તે ખૂબ જ દુ;ખી છે, આ માટે તેણે સોનિયા ગાંધીની માફી પણ માà
અશોક ગેહલોત સોનિયા ગાંધી સામે બન્યા નતમસ્તક  જાણો શું કહ્યું
રાજસ્થાન કોંગ્રેસ (Rajasthan Congress)માં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી અશોક ગેહલોતે (Ashok Gehlot) ગુરુવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) સાથે મુલાકાત કરી હતી. આ બેઠક લગભગ દોઢ કલાક ચાલી હતી. બેઠક બાદ તેમણે જાહેરાત કરી હતી કે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી નહીં લડે. એટલું જ નહીં, તેમણે કહ્યું કે રાજસ્થાનમાં જે બન્યું તેનાથી તે ખૂબ જ દુ;ખી છે, આ માટે તેણે સોનિયા ગાંધીની માફી પણ માંગી છે.
હું કોંગ્રેસનો વફાદાર સૈનિક
સોનિયા ગાંધીને મળ્યા બાદ અશોક ગેહલોતે કહ્યું કે છેલ્લા 50 વર્ષથી ઈન્દિરા ગાંધીના સમયથી મેં કોંગ્રેસના વફાદાર સૈનિક તરીકે કામ કર્યું છે. મારા પર વિશ્વાસ બતાવીને મને જે પણ જવાબદારી સોંપવામાં આવી હતી તે મેં ઈમાનદારીથી નિભાવી છે.

મેં સોનિયા ગાંધીની માફી માગી
અશોક ગેહલોતે કહ્યું કે જ્યારે રાહુલ ગાંધીએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો.  મેં તેમને મળ્યા બાદ નિર્ણય લીધો હતો કે હું અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડીશ. જે બાદ રાજસ્થાનમાં બનેલી ઘટનાથી તેઓ હચમચી ગયા હતા. દેશભરમાં મેસેજ ગયો કે હું સીએમ તરીકે ચાલુ રહેવા માંગુ છું. મેં આ માટે સોનિયા ગાંધીની માફી માંગી છે. હું કોંગ્રેસનો વફાદાર છું. મને આનાથી ખૂબ જ દુઃખ થયું છે.
અશોક ગેહલોત જ્યારે  સોનિયા ગાંધીને મળવા ગયા ત્યારે તેમની પાસે એક કાગળ હતો. તેમાં લખ્યું હતું કે જે થયું તે ખૂબ જ દુઃખદ છે, હું પણ ખૂબ જ દુઃખી છું

 ધારાસભ્યોએ તેમના રાજીનામાની જાહેરાત કરી હતી
અશોક ગેહલોતના કોંગ્રેસ અધ્યક્ષ પદની જાહેરાત બાદ રાજસ્થાનમાં સીએમ બદલવાની ચર્ચા ચાલી રહી હતી. ત્યાર બાદ ગેહલોત જૂથના ધારાસભ્યો ખુલ્લેઆમ પાર્ટી હાઈકમાન્ડ સામે આવ્યા હતા. 82 ધારાસભ્યોએ  સ્પીકરને તેમના રાજીનામા સોંપ્યા છે. એટલું જ નહીં, ધારાસભ્યોએ નિરીક્ષકો અજય માકન અને મલ્લિકાર્જુન ખડગેને  મળવાની પણ ના પાડી દીધી હતી. ત્યારબાદ  માકન અને ખડગેએ સોનિયા ગાંધીને રિપોર્ટ સોંપ્યો હતો. 

દિગ્વિજય સિંહ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે
રાજસ્થાનમાં રાજકીય ડ્રામા વચ્ચે દિગ્વિજય સિંહે પ્રમુખ પદ માટે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તેમણે ગુરુવારે ફોર્મ પણ ખરીદ્યું છે. તેઓ કાલે શુક્રવારે ફોર્મ ભરશે. મનાઇ રહયું છે કે ગેહલોત પર દબાણ લાવવા માટે હાઈકમાન્ડે દિગ્વિજય સિંહને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે.
Advertisement

Tags :
Advertisement

.