Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Israel નું વધુ એક Mission Complete, Hezbollah ના ટોપના કમાન્ડરનું મોત

ઈઝરાયેલની સેનાએ બેરૂતમાં બોમ્બમારો કર્યો હિઝબુલ્લાહનો ટોપ કમાન્ડર સુહેલ હુસૈની માર્યો ગયો હુસૈની લશ્કરી પરિષદના સભ્ય હતો ઈઝરાયેલ (Israel)ની સેના લેબનોનમાં હિઝબુલ્લાહ (Hezbollah) ના ટાર્ગેટ પર સતત હુમલા કરી રહી છે. 7 ઓક્ટોબરે હમાસના આતંકવાદી હુમલાની વરસી પર ઈઝરાયેલે...
israel નું વધુ એક mission complete  hezbollah ના ટોપના કમાન્ડરનું મોત
  1. ઈઝરાયેલની સેનાએ બેરૂતમાં બોમ્બમારો કર્યો
  2. હિઝબુલ્લાહનો ટોપ કમાન્ડર સુહેલ હુસૈની માર્યો ગયો
  3. હુસૈની લશ્કરી પરિષદના સભ્ય હતો

ઈઝરાયેલ (Israel)ની સેના લેબનોનમાં હિઝબુલ્લાહ (Hezbollah) ના ટાર્ગેટ પર સતત હુમલા કરી રહી છે. 7 ઓક્ટોબરે હમાસના આતંકવાદી હુમલાની વરસી પર ઈઝરાયેલે (Israel) બેરૂતમાં મોટા હુમલામાં હિઝબુલ્લાહ (Hezbollah)ના એક વરિષ્ઠ કમાન્ડરને મારી નાખ્યો છે. ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે આતંકવાદી જૂથના લોજિસ્ટિક્સ, બજેટ અને મેનેજમેન્ટની દેખરેખ માટે જવાબદાર સુહેલ હુસૈની હુમલામાં માર્યા ગયા હતા. હિઝબુલ્લાહ (Hezbollah) તરફથી હજુ સુધી આ અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

Advertisement

હુસૈની લશ્કરી પરિષદના સભ્ય હતા...

ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે હુસૈની ઈરાનથી આધુનિક શસ્ત્રો સપ્લાય કરવામાં અને પછી તેને વિવિધ હિઝબુલ્લાહ (Hezbollah) એકમોને પહોંચાડવામાં સામેલ હતો. હુસૈની જૂથની લશ્કરી પરિષદના સભ્ય હતા. ઇઝરાયલે તાજેતરના સપ્તાહોમાં હુમલા કરીને હિઝબુલ્લાહ (Hezbollah)ના ટોચના નેતા હસન નસરાલ્લાહ સહિત ઘણા ટોચના કમાન્ડરોને મારી નાખ્યા છે.

Advertisement

આ પણ વાંચો : Iran ની Israel ને ચેતવણી, કહ્યું- 'દરેક હુમલોનો જડબાતોડ જવાબ અપાશે'

ઈઝરાયેલે જમીન પર હુમલો શરૂ કર્યો...

ઇઝરાયેલે પણ ગયા અઠવાડિયે દક્ષિણ લેબનોનમાં મર્યાદિત ગ્રાઉન્ડ આક્રમણ શરૂ કર્યું હતું, જે ચાલુ છે. દરમિયાન, હિઝબુલ્લાહે (Hezbollah) કહ્યું કે તેણે તેના મૃત કમાન્ડરોની જગ્યાએ નવી નિમણૂંકો કરી છે. તેણે ગાઝા પટ્ટીમાં યુદ્ધવિરામ ન થાય ત્યાં સુધી ઈઝરાયેલ (Israel) પર રોકેટ, મિસાઈલ અને ડ્રોન હુમલા ચાલુ રાખવાનું વચન આપ્યું છે.

Advertisement

આ પણ વાંચો : Israel War : તો શું હવે ઇઝરાયેલનો વધુ એક દુશ્મન બન્યો આ દેશ?

ઈઝરાયેલે ચેતવણી આપી...

અત્રે એ પણ જણાવી દઈએ કે અત્યાર સુધી કરવામાં આવેલા હુમલાઓમાં ઈઝરાયેલે હિઝબુલ્લાહ (Hezbollah)ને મોટું નુકસાન પહોંચાડ્યું છે. ઈઝરાયેલી સેનાએ એમ પણ કહ્યું છે કે તે લેબનોનના દક્ષિણી કિનારે ટૂંક સમયમાં ઓપરેશન શરૂ કરશે. ઈઝરાયેલ (Israel)ની સેનાએ ભૂમધ્ય સમુદ્રના 60 કિલોમીટર વિસ્તારમાં રહેતા રહેવાસીઓ અને માછીમારોને બીચથી દૂર રહેવાની ચેતવણી આપી છે. સેનાના નિવેદનમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે કયા પ્રકારનું ઓપરેશન હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો : Israel Lebanon War : હિઝબુલ્લાએ કર્યું એવું કે ઈઝરાયેલ હચમચી ગયું... Video

Tags :
Advertisement

.