Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બિપોરજોય સંકટ વચ્ચે ગુજરાતમાં જૈક અપ રિંગમાંથી ICG એ 11 કર્મચારીઓને એરલિફ્ટ કર્યા

બિપોરજોય રવિવારે તોફાની વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે અને તે ભારતીય સીમા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ અંગે સાત રાજ્યોમાં એલર્ટ જારી કરવામાં આવ્યા છે. ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં તેની અસર જોવા મળશે. જેને લઈને ગુજરાતમાં હવામાન વિભાગે...
બિપોરજોય સંકટ વચ્ચે ગુજરાતમાં જૈક અપ રિંગમાંથી icg એ 11 કર્મચારીઓને એરલિફ્ટ કર્યા

બિપોરજોય રવિવારે તોફાની વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે અને તે ભારતીય સીમા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ અંગે સાત રાજ્યોમાં એલર્ટ જારી કરવામાં આવ્યા છે. ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં તેની અસર જોવા મળશે. જેને લઈને ગુજરાતમાં હવામાન વિભાગે યલો એલર્ટ બદલીને ઓરેન્જ એલર્ટ કરી દીધું છે. બિપોરજોયે ભારતીય સમુદ્રના પશ્ચિમ કિનારે તેનું ઉગ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે. મુંબઈથી કેરળ સુધીના દરિયાકાંઠે દરિયામાં ઊંચા મોજા જોવા મળી રહ્યા છે અને પવનની ગતિ વધી રહી છે. બિપોરજોય ભારતમાં સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠેથી પસાર થશે અને પાકિસ્તાનના કરાચીમાં લેન્ડફોલ કરશે. આ દરમિયાન પવનની ઝડપ 150 કિમી રહેવાની સંભાવના છે.

Advertisement

બિપોરજોય વાવાઝોડાને ધ્યાને લઈને ભારતીય કોસ્ટ ગાર્ડ ફસાયેલા તમામ લોકોને બહાર કાઢવા માટે ઓવરટાઇમ કામ કરી રહ્યું છે, જે 15 જૂન સુધીમાં ગુજરાતના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે લેન્ડફોલ કરશે તેવી ધારણા છે. ICG હેલિકોપ્ટર ગુજરાતના દરિયાકાંઠે આવેલા તેલના કુવાઓમાંથી લોકોને બહાર કાઢવા માટે નિયમિત ઉડાન ભરી રહ્યા છે. જણાવી દઇએ કે, એક ICG હેલિકોપ્ટરને રાજ્યમાં દ્વારકાથી ઓખા સુધી સંચાલિત જૈક અપ રિંગ 'Key Singapore' થી 11 કર્મીઓની સાથે ઉડાન ભરતા જોવા મળ્યું હતું. ભારે પવન વચ્ચે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર Mk-III એ જેક-અપ રિગ 'કી સિંગાપોર' માંથી 11 કર્મચારીઓને એરલિફ્ટ કરીને દ્વારકાથી ઓખા લઇ જવામાં આવ્યા હતા. તમામ કર્મચારીઓને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી ચાલી રહી છે. નેશનલ ક્રાઈસિસ મેનેજમેન્ટે સોમવારે માહિતી આપી હતી કે, ચક્રવાત 14 જૂન સુધી સૌરાષ્ટ્ર અને કચ્છને પાર કરીને ઉત્તર તરફ આગળ વધવાની સંભાવના છે.

Advertisement

ગુજરાતમાં 12 ટીમો તૈનાત, 3 એલર્ટ મોડ પર

NDRF પહેલાથી જ 12 ટીમો તૈનાત કરી ચૂકી છે. ગુજરાતમાં 3 વધારાની ટીમો તૈયાર રાખવામાં આવી છે. આ સિવાય 15 વધુ ટીમો તૈયાર કરવામાં આવી છે. અર્રાકોનમ (તમિલનાડુ), મુંડલી (ઓડિશા) અને ભટિંડા (પંજાબ) ખાતે દરેક 5 ટીમોને ટૂંકી સૂચના પર એરલિફ્ટિંગ માટે એલર્ટ મોડ પર મૂકવામાં આવી છે. કોસ્ટ ગાર્ડ, આર્મી અને નેવી તેમજ જહાજો અને એરક્રાફ્ટની બચાવ અને રાહત ટીમો સ્ટેન્ડબાય પર છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે, અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાન 'બિપોરજોય' હવે ખતરનાક રીતે આગળ વધી રહ્યું છે. ગુજરાત ઉપરાંત મુંબઈ, ગોવા, કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં તેની અસર જોવા મળશે, જેના કારણે અહીં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જોકે તેની દિશા હજુ પણ ગુજરાત તરફ છે અને તેના કારણે કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરી જિલ્લામાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો - બિપોરજોયની મુંબઈમાં અસર, એરપોર્ટ પર એરક્રાફ્ટની કામગીરી પણ પ્રભાવિત, વૃક્ષો ધરાશાયી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.