Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ICC T20 WC : વિશ્વવિજેતા બન્યા બાદ ભારતીય ટીમ ઉપર થયો પૈસાનો વરસાદ, દક્ષિણ આફ્રિકા પણ થઈ માલામાલ

ભારતીય ટીમનું સપનું આખરે 11 વર્ષ બાદ પૂર્ણ થયું છે. છેલ્લી વાર વર્ષ 2013 માં મહેન્દ્ર સિંહ ધોનીની સુકાનીમાં ભારતની ટીમ દ્વારા CHAMPIONS TRPHY જીતીને ઇતિહાસ રચવામાં આવ્યો હતો. 13 વર્ષ બાદ અંતે ભારતની ટીમે ICC ની ટ્રોફીનો ખિતાબ પોતાના...
icc t20 wc   વિશ્વવિજેતા બન્યા બાદ ભારતીય ટીમ ઉપર થયો પૈસાનો વરસાદ  દક્ષિણ આફ્રિકા પણ થઈ માલામાલ

ભારતીય ટીમનું સપનું આખરે 11 વર્ષ બાદ પૂર્ણ થયું છે. છેલ્લી વાર વર્ષ 2013 માં મહેન્દ્ર સિંહ ધોનીની સુકાનીમાં ભારતની ટીમ દ્વારા CHAMPIONS TRPHY જીતીને ઇતિહાસ રચવામાં આવ્યો હતો. 13 વર્ષ બાદ અંતે ભારતની ટીમે ICC ની ટ્રોફીનો ખિતાબ પોતાના નામે કર્યો છે. ભારતે બીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું. મહત્વની વાત એ છે કે, ભારતની ટીમ સમગ્ર વિશ્વકપમાં અજેય રહીને વિશ્વવિજેતા બની છે. ભારત ચેમ્પિયન બની છે તો હવે ભારતની ટીમ ઉપર પૈસાનો વરસાદ થયો છે. ચાલો જાણીએ કઈ ટીમને મળ્યા કેટલા રૂપિયા

Advertisement

ભારત અને દક્ષિણ આફ્રિકાને મળી આટલી રકમ

વિશ્વકપનો હવે અંત આવ્યો છે ત્યારે ભારતીય ટીમની સાથે સાથે દક્ષિણ આફ્રિકાની ટીમ ઉપર પૈસાનો વરસાદ થયો છે. આ વખતે T20 વર્લ્ડ કપ માટે ICC દ્વારા અંદાજે 93.5 કરોડ રૂપિયાનું વિતરણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. રોહિત શર્માની કપ્તાનીવાળી ભારતીય ટીમને T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતવા માટે 20.36 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી છે. ભારતની સાથે સાથે રનર અપ ટીમ દક્ષિણ આફ્રિકાને પણ icc દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટમાં 10.64 કરોડ રૂપિયા મળ્યા છે.

Advertisement

સુપર - 8 અને સેમી ફાઇનલની ટીમને પણ મળી આટલી પ્રાઈઝ મની

ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમને જ નહીં પરંતુ સેમી ફાઇનલ સુધી પહોંચનારી ટીમોને પણ ઈનામ મળ્યા છે. સેમિફાઇનલમાં હારેલી ટીમોને 6.55 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમ સેમિફાઈનલમાં પહોંચી ગઈ હતી, તેઓ આ રકમના હકદાર બન્યા છે. એટલું જ નહીં પરંતુ, સુપર-8માં તેમની સફર પૂરી કરનારી ટીમોને 3.18 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. બીજી તરફ ગ્રુપ સ્ટેજમાં ત્રીજા સ્થાને રહેલી ટીમોને 2.06 કરોડ રૂપિયા મળ્યા છે. સુપર-8 સુધી દરેક મેચ જીતવા બદલ ટીમોને 25.9 લાખ રૂપિયા મળ્યા છે. ભારતીય ટીમે સુપર-8 સુધી 6 મેચ જીતી છે. જ્યારે દક્ષિણ આફ્રિકાએ સુપર-8 સુધી 7 મેચ જીતી છે. આવી સ્થિતિમાં સુપર-8 સુધી દરેક મેચ જીતવા બદલ ભારતને 1.55 કરોડ અને દક્ષિણ આફ્રિકાને 1.81 કરોડ રૂપિયા મળ્યા છે.

Advertisement

આ પણ વાંચો : T20 World Cup 2024: ચેમ્પિયન બન્યા બાદ ભાવુક થયા ભારતીય ખેલાડી

Tags :
Advertisement

.