દુબઈનાં ક્રાઉન પ્રિન્સ સાથે ICC અધ્યક્ષ જય શાહ અને ભારતના દિગ્ગજ ક્રિકેટરોની મુલાકાત
- દુબઈનાં ક્રાઉન પ્રિન્સ સાથે ICC અધ્યક્ષ જય શાહ અને દિગ્ગજ ક્રિકેટરોની મુલાકાત
- ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મકતુમ સાથે હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, રોહિત શર્માની મુલાકાત
- ICC અધ્યક્ષ જય શાહે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો
દુબઈનાં (Dubai) ક્રાઉન પ્રિન્સ અને સંયુક્ત આરબ અમીરાતના (UAE) નાયબ વડાપ્રધાન તેમ જ સંરક્ષણ પ્રધાન શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મકતુમ (Sheikh Hamdan bin Mohammed bin Rashid Al Maktoum) હાલ ભારતની સત્તાવાર મુલાકાતે છે. દરમિયાન, તેમણે મંગળવારે એટલે કે 8 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ તેમની મુલાકાત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલનાં (ICC) અધ્યક્ષ જય શાહ (Jay Shah), સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ અને રોહિત શર્મા (Rohit Sharma) સાથે થઈ હતી.
આ પણ વાંચો - PBKS vs CSK : ધોની ફરી CSK ને જીત અપાવી શક્યો નહીં, ઐયરની પંજાબ કિંગ્સ જીતી ગઈ, 24 વર્ષીય બેટ્સમેને સદી ફટકારી
દુબઈનાં ક્રાઉન પ્રિન્સ સાથે જય શાહ, ભારતીય સ્ટાર ક્રિકેટરોની મુલાકાત
દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ અલ મક્તુમ સાથેની મુલકાત દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલનાં (ICC) અધ્યક્ષ જય શાહે ભારતનાં સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા (Hardik Pandya), સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) અને રોહિત શર્મા સાથે પણ તેમનો પરિચય કરાવ્યો હતો. આ દરમિયાન, ત્રણેય સ્ટાર ખેલાડીઓ ટીમ ઈન્ડિયાનાં ડ્રેસમાં જોવા મળ્યા હતા અને તેમણે શેખ હમદાનને ભારતીય ટીમની વાદળી જર્સી પણ ભેટમાં આપી હતી, જેનાં ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે.
આ પણ વાંચો - Virat Kohli એ ઈન્સ્ટાગ્રામ પરથી કરોડોની કમાણી કરતી પોસ્ટ્સ કરી ડિલીટ? જાણો કારણ
જય શાહે સોશિયલ મીડિયા પર વીડિયો કર્યો પોસ્ટ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલનાં (ICC) અધ્યક્ષ જય શાહે (Jay Shah) પણ આ મુલાકાત અંગેનો વીડિયો તેમના સોશિયલ મીડિયા ઇન્સ્ટા એકાઉન્ટ પર પોસ્ટ કર્યો અને લખ્યું કે, 'અમે ક્રિકેટને વૈશ્વિક સ્તરે ઉન્નત બનાવવા અને વિવિધ પ્રેક્ષકો સાથે તાલમેલ માટેની ભાગેદારી બનાવવાની અમારી પ્રતિબદ્ધતામાં અડગ છીએ. આવી ક્ષણો આપણને આપણા સહિયારા જુસ્સા અને વિશ્વભરમાં ક્રિકેટનાં એકતાપૂર્ણ પ્રભાવની યાદ અપાવે છે.' જય શાહ એ ટ્વિટર એકાઉન્ટ પર પણ પોસ્ટ કરી લખ્યું કે, "મુંબઈમાં ક્રિકેટને દૂરંદેશી નેતૃત્વ સાથે જોડવામાં મદદ કરવાનો આનંદ થયો, જ્યાં ક્રિકેટ આઇકોન રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ સાથે હિઝ હાઇનેસ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મકતુમને મળવું ખરેખર સન્માનજનક છે."
આ પણ વાંચો - LSG VS KKR: લખનૌએ કોલકાતાને હરાવ્યું, પૂરન-માર્શે મચાવી ધૂમ