Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દિલ્હીને હરાવી હૈદરાબાદની ટીમે CSK અને KKR ને આપ્યો ઝટકો, Points Table માં મોટો ફેરફાર

DC vs SRH : શનિવારે એકવાર ફરી સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે હાઈ સ્કોરિંગ મેચ (High Scoring Match) જોવા મળી હતી. જેમા પેટ કમિન્સ (Pat Cummins) ની આગેવાની હેઠળની સનરાઈઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને (Dc vs SRH) 67 રનથી હરાવીને...
08:27 AM Apr 21, 2024 IST | Hardik Shah
DC vs SRH and Points Table

DC vs SRH : શનિવારે એકવાર ફરી સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે હાઈ સ્કોરિંગ મેચ (High Scoring Match) જોવા મળી હતી. જેમા પેટ કમિન્સ (Pat Cummins) ની આગેવાની હેઠળની સનરાઈઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને (Dc vs SRH) 67 રનથી હરાવીને ચાર મેચમાં જીત નોંધાવી હતી. શનિવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ (Arun Jaitley Stadium) માં રમાયેલી મેચમાં રનનો ભારે વરસાદ થયો હતો. સનરાઇઝર્સે પ્રથમ બેટિંગ (First Batting) કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 266 રન બનાવ્યા હતા. IPL ઈતિહાસમાં સનરાઈઝર્સનો આ બીજો સૌથી મોટો સ્કોર હતો. જવાબમાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ની ટીમ 19.1 ઓવરમાં 199 રન બનાવીને સમેટાઈ ગઈ હતી. સનરાઈઝર્સની વધુ એક જીત અન્ય બે ટીમોને મોટો ઝટકો આપ્યો છે.

SRH ની જીતે દિલ્હી સહિત અન્ય 2 ટીમોને આપ્યો ઝટકો

IPL 2024 ની 35મી મેચ દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ (Dc vs SRH) વચ્ચે રમાઈ હતી. આ મેચનું આયોજન દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં કરવામાં આવ્યું હતું. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે આ મેચ ખૂબ જ આસાનીથી જીતી લીધી અને દિલ્હીને 67 રનથી હરાવ્યું. આ મેચમાં જીત સાથે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે પોઈન્ટ ટેબલમાં મોટી છલાંગ લગાવી છે. બીજી તરફ, દિલ્હી કેપિટલ્સને નુકસાન થયું છે. તેટલું જ નહીં હૈદરાબાદની આ જીત સાથે કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નઈ સુપર કિંગ્સે 1-1 સ્થાન ગુમાવ્યું છે. બંને ટીમો અનુક્રમે ત્રીજા અને ચોથા સ્થાને આવી ગઇ છે. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ આ સિઝનમાં શાનદાર ફોર્મમાં છે. ટીમે 7માંથી 5 મેચ જીતી છે અને તેના કુલ 10 પોઈન્ટ છે. SRH ટીમ હવે ચોથા સ્થાનેથી બીજા સ્થાને, દિલ્હીની ટીમ છઠ્ઠા સ્થાનેથી સાતમા સ્થાને પહોંચી ગઈ છે. આ મેચમાં સનરાઇઝર્સના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું, જ્યારે બંને ટીમોએ ઘણા રેકોર્ડ પણ પોતાના નામે કર્યા. દિલ્હી સામે પણ પ્રથમ બેટિંગ કરતા સનરાઈઝર્સ હૈદરાબાદના ઓપનિંગ બેટ્સમેનો બેટ્સમેન ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ ટીમને સારી શરૂઆત અપાવી હતી. બંને બેટ્સમેનોએ સાથે મળીને માત્ર પાવરપ્લેમાં 125 રન ઉમેર્યા હતા.

મેદાનમાં ટ્રેવિસ હેડે ચોક્કા-છક્કાનો કર્યો વરસાદ

સન રાઇઝર્સનો ઓપનર ટ્રેવિસ હેડ IPLમાં શાનદાર બેટિંગ કરી રહ્યો છે. તેણે દિલ્હી સામે તોફાની બેટિંગ કરી હતી. હેડે માત્ર 32 બોલમાં 11 ચોક્કા-6 છક્કા ફટકાર્યા અને 278.13ના સ્ટ્રાઈક રેટથી 89 રન બનાવ્યા હતા. તેણે સનરાઈઝર્સ માટે IPL ઈતિહાસમાં બીજી સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી. હેડે 16 બોલમાં ફિફ્ટી ફટકારી હતી.

અભિષેક શર્માની તોફાની ઇનિંગ્સ

એક છેડે હેડ તોફાની બેટિંગ કરી રહ્યો હતો, તો બીજા છેડે અભિષેક શર્મા બોલરોને ધોઇ રહ્યો હતો. અભિષેકે 12 બોલમાં 2 ચોક્કા-6 છક્કા ફટકાર્યા અને 383ના સ્ટ્રાઈક રેટથી કુલ 46 રન બનાવ્યા. હેડ અને અભિષેકની તોફાની ઇનિંગ્સના કારણે સન રાઇઝર્સે પાવરપ્લેમાં સૌથી વધુ રનનો રેકોર્ડ બનાવ્યો હતો. સન રાઇઝર્સે પ્રથમ 6 ઓવરમાં 125 રન બનાવ્યા હતા.

ટી-નટરાજને 4 વિકેટ લીધી હતી

મોટો સ્કોર કર્યા પછી, સનરાઇઝર્સને દિલ્હીમાં ઘરઆંગણે તેમના તોફાનને રોકવાની જરૂર હતી. સન રાઇઝર્સના બોલર ટી-નટરાજને આ કાર્ય ખૂબ જ સારી રીતે પાર પાડ્યું. જ્યારે સનરાઇઝર્સના અન્ય બોલરોનો માર પડી રહ્યો હતો ત્યારે નટરાજને 4 ઓવરમાં માત્ર 19 રન આપ્યા હતા અને 4 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે મેડન ઓવર પણ ફેંકી હતી. નટરાજને લલિત યાદવ, અક્ષર પટેલ, એનરિચ નોર્ટજે અને કુલદીપ યાદવની વિકેટ લીધી હતી.

સનરાઈઝર્સ હૈદરાબાદને થયો Points Table માં ફાયદો

હૈદરાબાદ હવે સરળતાથી પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શકે છે. પોઈન્ટ ટેબલમાં SRHની સ્થિતિ ઘણી મજબૂત બની ગઈ છે. આ મેચ પહેલા હૈદરાબાદ 6 મેચમાંથી 4 જીત સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને હતું, પરંતુ હવે દિલ્હીને હરાવીને તે 7 મેચમાંથી 5 જીત સાથે સીધા બીજા સ્થાને પહોંચી ગયું છે. હૈદરાબાદ કરતાં માત્ર રાજસ્થાન રોયલ્સ આગળ છે. બીજી તરફ, આ મેચ પહેલા દિલ્હી કેપિટલ્સ 7માંથી 3 મેચ જીતીને છઠ્ઠા સ્થાને હતી, હવે હૈદરાબાદ સામેની કારમી હાર બાદ તે 7માં સ્થાને પહોંચી ગઈ છે. મુંબઈ ઈન્ડિયન્સ દિલ્હીથી આગળ છઠ્ઠા સ્થાને છે. આવી સ્થિતિમાં હૈદરાબાદ સામેની હાર બાદ માત્ર દિલ્હીને જ નહીં, તેની સાથે અન્ય બે ટીમોને પણ મોટો આંચકો લાગ્યો છે.

હૈદરાબાદની શરૂઆત

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવેલી સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે ફરી એકવાર તોફાની બેટિંગ કરી અને બોર્ડ પર 266 રન બનાવ્યા. ટીમે આ સિઝનમાં ત્રીજી વખત 250 રનનો આંકડો પાર કર્યો છે. ઓપનર ટ્રેવિસ હેડે SRHને આ વિશાળ સ્કોર સુધી પહોંચવામાં મદદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જેણે માત્ર 32 બોલમાં 11 ચોક્કા અને 6 ગગનચુંબી છક્કાની મદદથી 89 રનની આક્રમક ઇનિંગ રમી હતી. આ દરમિયાન અભિષેક શર્માએ 12 બોલમાં 46 રન બનાવીને તેનો સારો સાથ આપ્યો હતો. અભિષેકે તેની ટૂંકી ઇનિંગ્સમાં 6 સિક્સર ફટકારી હતી. અંતે શાહબાઝ અહેમદે 29 બોલમાં 59 રનની ઇનિંગ રમીને ટીમને ફિનિશિંગ ટચ આપ્યો હતો. દિલ્હી તરફથી કુલદીપ યાદવ સૌથી સફળ બોલર રહ્યો જેને 4 સફળતા મળી.

ટાર્ગેટનો પીછો કરતી દિલ્હી

267 રનના પહાડ જેવા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની શરૂઆત સારી રહી હતી. પૃથ્વી શૉએ પ્રથમ ચાર બોલ પર ચાર ચોક્કા ફટકાર્યા હતા, પરંતુ પાંચમા બોલ પર બીજો મોટો શોટ લેવાનો પ્રયાસ કરતી વખતે તેણે વોશિંગ્ટન સુંદરને વિકેટ આપી દીધી હતી. આ પછી જેક ફ્રેઝર-મેકગર્કે 18 બોલમાં 65 રન અને અભિષેક પોરાલે 22 બોલમાં 42 રન બનાવીને ટીમની ગતિ ચોક્કસ વધારી હતી, પરંતુ આ બંને બેટ્સમેન આઉટ થતાં જ ટીમ પત્તાની જેમ ભાંગી પડી હતી. SRHની બોલિંગ લાઇનઅપ સામે DC 20 ઓવર પણ ટકી શક્યો ન હતો. ટીમ 19.1 ઓવરમાં 199 રનમાં સમેટાઈ ગઈ હતી. ટ્રેવિસ હેડને તેની શાનદાર બેટિંગ બદલ ફરી એકવાર પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો - DC vs SRH : દિલ્હીનો ‘પાવર’ પ્લે… આ ખેલાડીએ ફટકારી T20 ના ઇતિહાસની સૌથી ઝડપી સદી

આ પણ વાંચો - ધોનીનું મેદાનમાં આવવું સ્ટેડિયમમાં બેઠેલા લોકો માટે ખતરનાક, મળી ચેતવણી

Tags :
Abhishek SharmaAbishek PorelCricket NewsDC vs SRHDC vs SRH Highlightsdelhi capitalsGujarat FirstHardik ShahIPLIPL 2024IPL 2024 DC vs SRH HighlightsIPL 2024 Points TableIPL 2024 Points Table ListIPL 2024 Points Table TodayIPL MatchIPL Points Table All TeamIPL Points Table Latest UpdateJake Fraser McGurkMayank MarkandeNitish Kumar ReddyPoints Tablerishabh pantShahbaz AhmedSRH vs DCSunrisers HyderabadSunrisers Hyderabad vs Delhi CapitalsT. NatarajanTeam IndiaTravis Head
Next Article