Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Hyatt Hotel : મોંઘીદાટ હયાત હોટેલમાં બેદરકારીનો પુરાવો! સંભારમાંથી નીકળ્યો વંદો, થઈ કડક કાર્યવાહી

વસ્ત્રાપુરની ફાઇવ સ્ટાર હયાત હોટેલની વાનગીમાંથી નીકળી જીવાત સાંભારમાંથી વંદો નીકળ્યાની ગ્રાહકે કરી ફરિયાદ AMC દ્વારા હયાત હોટેલનાં કિચનને સીલ કરવામાં આવ્યું રાજ્યમાં ખાદ્યપદાર્થોમાં બેદરકારીએ હદ વટાવી દીધી છે. ખાદ્યપદાર્થોમાંથી જીવ-જંતુ નીકળ્યા હોવાનાં કિસ્સા એક પછી એક સામે આવી...
hyatt hotel   મોંઘીદાટ હયાત હોટેલમાં બેદરકારીનો પુરાવો  સંભારમાંથી નીકળ્યો વંદો  થઈ કડક કાર્યવાહી
  1. સ્ત્રાપુરની ફાઇવ સ્ટાર હયાત હોટેલની વાનગીમાંથી નીકળી જીવાત
  2. સાંભારમાંથી વંદો નીકળ્યાની ગ્રાહકે કરી ફરિયાદ
  3. AMC દ્વારા હયાત હોટેલનાં કિચનને સીલ કરવામાં આવ્યું

રાજ્યમાં ખાદ્યપદાર્થોમાં બેદરકારીએ હદ વટાવી દીધી છે. ખાદ્યપદાર્થોમાંથી જીવ-જંતુ નીકળ્યા હોવાનાં કિસ્સા એક પછી એક સામે આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા રાજકોટમાં (Rajkot) ખીરામાંથી જીવાત મળી આવી હતી. જ્યારે અમદાવાદમાં (Ahmedabad) કાંકરિયામાં આવેલા એક રેસ્ટોરન્ટનાં પીઝામાં પણ જીવાત મળી આવી. અમદાવાદમાં મણિનગરની (Maninagar) પુરોહિત રેસ્ટોરન્ટનાં ભોજનમાંથી પણ ઈયાળ નીકળી હોવાનો દાવો ગ્રાહક દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે ફરી એકવાર અમદાવાદની નામી હયાત હોટેલના (Hyatt Hotel) સંભારમાંથી વંદો નીકળ્યો હોવાની ફરિયાદ ગ્રાહકે કરી છે.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : ભોજનમાંથી જીવાત નીકળી હોવાનો દાવો, સંચાલકે આવ્યો અધ્ધરતાલ જવાબ!

વસ્ત્રાપુરમાં મોંઘીદાટ હયાત હોટેલના ભોજનમાંથી વંદો નીકળ્યો હોવાનો દાવો

પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદમાં ખાણીપીણી માટે જાણીતા એવા વસ્ત્રાપુર (Vastrapur) વિસ્તારમાં આવેલ નામચીન ફાઇવ સ્ટાર હોટેલ હયાતની (Hyatt Hotel) વાનગીમાંથી વંદો નીકળ્યો હોવાનો દાવો ગ્રાહકો દ્વારા કરવામા આવ્યો છે. હોટેલમાં રાખેલ એક પ્રસંગ દરમિયાન સાંભારમાંથી વંદો નીકળ્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. ગ્રાહકની આ ફરિયાદ બાદ શહેર આરોગ્ય વિભાગ (Health Department) હરકતમાં આવ્યું હતું અને AMC દ્વારા હયાત હોટેલનાં કિચનને સીલ કરવામાં આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો - Pragati Ahir : કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થમારાનાં કેસમાં કોંગ્રેસ નેતા પ્રગતિ આહીરને મોટી રાહત

Advertisement

મણિનગરની પુરોહિત રેસ્ટોરન્ટનાં ભોજનમાંથી નીકળી હતી ઇયળ!

જણાવી દઈએ કે, બે દિવસ પહેલા મણિનગરની (Maninagar) પુરોહિત રેસ્ટોરન્ટનાં (Purohit Restaurant) ભોજનમાંથી ઇયળ નીકળી હોવાનો દાવો કરતો ગ્રાહકોનો વીડિયો સામે આવ્યો હતો. આ મામલે ઓર્ડર કરનાર ભાવેશ પટેલે AMC માં ઓનલાઈન ફરિયાદ પણ કરી હતી. ફરિયાદી દ્વારા પુરોહિત રેસ્ટોરન્ટનાં (Purohit Restaurant) રસોડાની તપાસ કરીને આગળની કાર્યવાહી કરવાની માંગણી કરાઈ હતી. ફરિયાદીએ જણાવ્યું હતું કે, આ અંગે જ્યારે પુરોહિત હોટેલનાં સંચાલકને જાણ કરવામાં આવી તો તેણે ચોમાસાનું વાતાવરણ હોવાનો અધ્ધરતાલ જવાબ આપ્યો હતો. સંચાલકે કહ્યું કે, લીલા શાકભાજીમાંથી ઈયળ આવી ગઈ હશે. આ મામલે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

આ પણ વાંચો - Rescue: 10 બાળકોને ભીખ માંગવાના રેકેટમાંથી બચાવી લેવાયા

Tags :
Advertisement

.