Ahmedabad : ધનતેરસે જ પિતાએ પુત્રીની કરી હત્યા
- અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં પતિએ નાની પુત્રી અને પત્નીની હત્યા કરી
- પિતાને પોતાની દીકરીનું જીવન ખતમ કરી નાખવાનો સહેજ પણ રંજ ન હતો
- દિકરી પોતાની ના હોવાની શંકા હતી
- મેડિકલ સારવાર કરાવ્યા બાદ થયેલી દિકરીને સ્વીકારવાનો સંકોચ
Ahmedabad Murder : અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચકચારી હત્યા (Ahmedabad Murder)ની ઘટના સામે આવી છે. જ્યાં નિષ્ઠુર પિતાએ ધનતેરસના દિવસે જ પોતાની પાંચ વર્ષની માસૂમ પુત્રીની હત્યા કરી નાખી હતી. ઘટના બાદ આરોપી પિતા પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
પિતાને પોતાની દીકરીનું જીવન ખતમ કરી નાખવાનો સહેજ પણ રંજ ન હતો
ધનતેરસે એક તરફ લક્ષ્મી માતાનું પૂજન થઈ રહ્યું હતું ત્યારે પરિવારમાં લક્ષ્મીજીનો અવતાર માનવામાં આવતી દિકરી અને પત્નીની જ હત્યા પિતાએ કરી નાખી હોવાની ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. સૌથી મોટી વાત એ છે કે હત્યા કર્યા બાદ પિતાને પોતાની દીકરીનું જીવન ખતમ કરી નાખવાનો સહેજ પણ રંજ ન હતો.
દિકરી પોતાની ના હોવાની શંકા હતી
સમગ્ર મામલે મળેલી માહિતી મુજબ હત્યારા પિતા દિલીપ કુશવાહને આ દિકરી પોતાની ન હોય તેવી શંકા હતી , જેના કારણે તે પત્ની સાથે ઝઘડો કરતો હતો અને છેલ્લા પાંચ મહિનાથી પત્ની અને દિકરીને તરછોડીને અલગ જગ્યાએ રહેતો હતો.
આ પણ વાંચો---Ahmedabad માં 'મોતનું બૉર્ડ' ! અકસ્માતનાં હૃદયદ્રાવક CCTV ફૂટેજ આવ્યા સામે
પાંચ વર્ષની ધરા નામની દિકરી અને પત્ની આશા પર લોખંડની પાઇપથી હુમલો કર્યો
વસ્ત્રાલમાં વિનાયક સોસાયટીમાં ધનતેરસ એટલે કે 29 મી ઓક્ટોબરના રોજ મંગળવારે સવારના સમયે દિલીપ કુશવાહ પોતાના ઘરે આવ્યો હતો અને તે દરમિયાન પત્ની સાથે ઝઘડો થયો હતો. ત્યારે આવેશમાં આવીને તેણે પાંચ વર્ષની ધરા નામની દિકરી અને પત્ની આશા પર લોખંડની પાઇપથી હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘટના સ્થળ પર જ પાંચ વર્ષની દીકરીનું મોત થયું હતું.
આરોપી દિલીપ કુશવાહ રામોલ પોલીસ સમક્ષ હાજર
આ ઘટનાની જાણ થતા રામોલ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી તે દરમિયાન જ આરોપી દિલીપ કુશવાહ રામોલ પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો. રામોલ પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસે આ મામલે ફરિયાદ નોંધ્યા બાદ હત્યારા પિતાની ધરપકડ પણ કરી લીધી છે.
મેડિકલ સારવાર કરાવ્યા બાદ થયેલી દિકરીને સ્વીકારવાનો સંકોચ
આશાબેન કુશવાહના લગ્ન 20 વર્ષ પહેલાં સમાજના રિવાજ મુજબ દિલીપ કુશવાહ સાથે થયા હતા. લગ્નના લાંબા સમય સુધી તેમને સંતાન ન હતાં. જેના કારણે અવારનવાર પતિ પત્ની વચ્ચે રકઝક થતી રહેતી. થોડાક વર્ષો બાદ મેડિકલ સારવાર થકી તેઓને દિકરીનો જન્મ થયો હતો. પરંતુ આ બાબત ને લઈને પતિ અવાર-નવાર પત્ની પર શંકા કરતો હતો અને મેડિકલ સારવાર કરાવ્યા બાદ થયેલી દિકરીને સ્વીકારવામાં સંકોચ અનુભવતો હતો.
આ પણ વાંચો---Ahmedabad Airport પરથી 2.10 કરોડના ગાંજા સાથે 1 યુવતી સહિત 7ની ધરપકડ