Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આખરે AHMEDABAD POLICE એ સંવેદનશીલ મામલામાં FIR નોંધી, ગેરકાયદે USA મોકલતા એજન્ટોને આરોપી બનાવ્યા

અષાઢી બીજ અમદાવાદ શહેરના નવા નરોડા વિસ્તારમાં રહેતા પટેલ પરિવાર માટે રાહતના સમાચાર લાવી છે. અમદાવાદના અપહ્યુત દંપતીના પરિવારજનોએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) પાસે મદદનો હાથ લંબાવતા દેશ-વિદેશમાં તમામ મદદ મળવા લાગી. અનેક યાતનાઓ વેઠી ચૂકેલું પટેલ દંપતી...
08:00 PM Jun 20, 2023 IST | Bankim Patel

અષાઢી બીજ અમદાવાદ શહેરના નવા નરોડા વિસ્તારમાં રહેતા પટેલ પરિવાર માટે રાહતના સમાચાર લાવી છે. અમદાવાદના અપહ્યુત દંપતીના પરિવારજનોએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) પાસે મદદનો હાથ લંબાવતા દેશ-વિદેશમાં તમામ મદદ મળવા લાગી. અનેક યાતનાઓ વેઠી ચૂકેલું પટેલ દંપતી ભારત આવવા રવાના થઈ ગયું છે. રથયાત્રા (Rathyatra) સહિતના અનેક કાર્યક્રમોની વચ્ચે અપહ્યુત દંપતીને છોડાવવા HM હર્ષ સંઘવીને રાતના ઉજાગરા કરવા પડ્યા છે.

શું હતી સમગ્ર ઘટના ?

અમદાવાદ શહેરના નવા નરોડા વિસ્તારમાં રહેતા પંકજ પટેલ અને તેમની પત્ની નિશાબહેને થોડા સપ્તાહ પૂર્વે ગેરકાયેદસર રીતે USA જવા માટે ગાંધીનગરના એક એજન્ટ અભય રાવલ (Agent Abhay Rawal) નો સંપર્ક કર્યો હતો. વાયા વાયા અમેરિકામાં પટેલ દંપતીને ઘૂસણખોરી (Illegal Migrants) કરાવવા માટે એજન્ટ અભય રાવલે હૈદરાબાદના એજન્ટ શકીલ (Hyderabad Agent Shakeel) નો સંપર્ક કર્યો અને શકીલે અન્ય એક એજન્ટનો સંપર્ક કરી ડીલ ફાઈનલ કરી. પટેલ દંપતીને અમેરિકા મોકલવા માટે જુહાપુરાના ટ્રાવેલ એજન્ટ માજીદ ખોખરે (Travel Agent Majid Khokhar) એર ટિકિટ બુક કરી અને ગત 3 જૂનના રોજ દંપતી હૈદરાબાદ પહોંચ્યું. 12 જૂન સુધી હૈદરાબાદમાં રોકાણ કરનારા દંપતીની સાથે અન્ય એક એજન્ટ મુનીરઉદ્દીન સિદ્દીકી પણ હૈદરાબાદથી પ્રવાસમાં જોડાયો હતો. હૈદરાબાદથી વાયા ઈરાન (Via Iran) થઈને અમેરિકા જવા નીકળેલા પટેલ દંપતી સહિત ત્રણ જણા તહેરાન એરપોર્ટ (Tehran Airport) ખાતે ઉતરતા તેમને પાકિસ્તાની એજન્ટ (Pakistani Agent) નો ભેટો થયો હતો.

મામલો HM પાસે પહોંચ્યોને FIR નોંધાઈ

મહેસાણા જિલ્લાના વસઈ ડાભલના વતની સંકેત પટેલને જ્યારે ખબર પડી કે, તેમના ભાઈ અને ભાભી અમેરિકા પહોંચવાના બદલે ઈરાનના તહેરાનમાં બંધક બનાવ્યા છે ત્યારથી તેઓ સતત એજન્ટ અભય રાવલના સંપર્કમાં રહી દંપતીને છોડાવવા પ્રયત્નશીલ બન્યા હતા. આર.કે.આંગડીયા (R K Angadia) થકી લાખો રૂપિયા અપહરણકારોને મોકલી આપ્યા બાદ પણ ભાઈ-ભાઈ નહીં છૂટતા આખરે અમદાવાદના કૃષ્ણનગર પોલીસ પાસે પહોંચ્યા હતા. દરમિયાનમાં આ મામલાની જાણ કોઈએ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Ahmedabad Crime Branch) ને કરતા પોલીસ દોડતી થઈ હતી. સાથે સાથે પીડિત પરિવારે ગૃહ રાજ્યમંત્રી પાસે મદદનો હાથ લંબાવતા હર્ષ સંઘવીએ અપહ્યુત દંપતીને છોડાવવા તમામ પ્રયાસ શરૂ કરી દીધા. રવિવાર અને સોમવારની રાતના ઉજાગરા કરી HM હર્ષ સંઘવીએ ભારતના વિદેશ મંત્રાલય અને ઈરાનના ડેપ્યુટી ચીફ ઑફ મિશનની મદદથી તહેરાનમાં ફસાયેલા દંપતીને અપહરણકારો પાસેથી છોડાવી લીધું.

પોલીસે FIR માં શું નોંધ્યું ?

વિદેશની ધરતી પર પટેલ દંપતીને ગોંધી રાખી લાખો રૂપિયાની ખંડણી વસૂલવાના કેસ (Ransom Case) માં આખરે અમદાવાદની કૃષ્ણનગર પોલીસે (Krishnanagar Police) FIR નોંધી છે. સંકેત પટેલે ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત મે મહિનામાં એજન્ટ પિન્ટુ ગોસ્વામી અને અભય રાવલ થકી અમેરિકા જવા માટે 1.15 કરોડ રૂપિયામાં ડીલ નક્કી થઈ હતી. આટલા બધા રૂપિયાની વ્યવસ્થા નહીં હોવાથી મકાન વેચવા સુધીની તૈયારી પરિવારે કરી લીધી હતી. પહેલા હૈદરાબાદ અને ત્યારબાદ ઈરાન પહોંચેલા પંકજ અને નિશાને બંધક બનાવી લેવાયા હોવાની જાણ થતા એજન્ટ અભય રાવલનો સંપર્ક કર્યો હતો. લાખો રૂપિયાની ખંડણી વસૂલવા માટે વ્હોટ્સએપ મેસેજ અને ત્યારબાદ ફોન કોલ શરૂ થયા હતા. મોબાઈલ ફોનનું ઈન્ટરનેટ બંધ કરી દેવા તેમજ અજાણ્યા ફોન નંબર પરથી આવતા કોલ નહીં લેવાની અભય રાવલે સલાહ આપી હતી. આથી પાકિસ્તાની એજન્ટે અપહ્યુત પંકજ પટેલના મોબાઈલ ફોન થકી તેના સ્ટેટસમાં અર્ધનગ્ન અવસ્થામાં અને પીઠમાં બ્લેડના સંખ્યાબંધ ચીરા મારતા વીડિયો મુક્યા હતા. જોઈના શકાય તેવા વીડિયો પટેલ પરિવારના ધ્યાને આવતા તુરંત જ એજન્ટ અભય રાવલે તબક્કાવાર રીતે 10 લાખ રૂપિયા આંગડીયા થકી અપહરણકારોને મોકલી આપ્યા. રૂપિયા મોકલી અપાતા અભય રાવલે ટ્રાવેલ એજન્ટ માજીદને ફોન કરી સ્ટેટસ હટાવવા કહેતા તે હટાવી લેવાયું હતું. અપહરણકારોએ 15 લાખ રૂપિયાની ખંડણી માગી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. પેમેન્ટની ચૂકવણી અનુસાર તબક્કાવાર રીતે પતિ-પત્નીને છોડવાની વાત અપહરણકારે કરી હતી.

HM અને ક્રાઈમ બ્રાંચનો પરિવારે આભાર માન્યો

ગેરકાયેદસર રીતે અમેરિકા જવા નીકળેલું પટેલ દંપતી જીવના જોખમમાં મુકાતા પરિવારની હાલત અતિ દયનીય બની ગઈ હતી. પંકજ અને નિશાને ભારત લાવવા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રાતોના ઉજાગરા કર્યા હતા. રથયાત્રાના પડકારરૂપ બંદોબસ્ત વચ્ચે અમદાવાદ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ-કર્મચારીઓએ જહેમત ઉઠાવી સમગ્ર મામલાની કડીઓ મેળવી હતી. પટેલ દંપતીના પરિવારે હર્ષ સંઘવી અને ક્રાઈમ બ્રાંચના અધિકારીઓનો પાડ માની દિલથી આભાર વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો : કેમ મહત્વની છે PM MODI ની અમેરિકા યાત્રા, સમજો વિગતવાર 

Tags :
Ahmedabad Crime BranchAhmedabad PoliceHarsh SanghaviiranMinistry of External AffairsPakistani KidnapperUSAworld
Next Article