Hijack : અરબી સમુદ્રમાં માલવાહક જહાજનું અપહરણ, ભારતીય નૌ સેના પહોંચી મદદે
અરબી સમુદ્રમાં માલવાહક જહાજનું હાઈજેકિંગ
માલ્ટા ધ્વજવાળું જહાજ એમવી રૂએન હાઈજેક
18 ક્રૂ સાથેના જહાજને 6 લોકોએ હાઈજેક કર્યુ
સોમાલિયન ચાંચિયાઓએ અપહરણ કર્યાની શંકા
ભારતીય નૌસેનાના જહાજ, વિમાન પહોંચ્યા મદદે
અપહ્યત જહાજ એમવી રૂએનની હિલચાલ પર નજર
સોમાલિયાના તટ તરફ આગળ વધી રહ્યું છે જહાજ
એડનની ખાડીમાં નૌસેનાના વિમાનની દેખરેખ
અરબી સમુદ્રમાં માલવાહક જહાજનું અપહરણ કરાયું છે. ભારતીય નૌસેના તરફથી કહેવામાં આવ્યું કે અજાણ્યા લોકોએ 18 ચાલક દળ વાળા માલટાનો ધ્વજ લાગેલા માલવાહક જહાજ એમવી રૂએન પર કબ્જો જમાવી લીધો હતો. પરંતુ જેવી ભારતીય નૌસેનાને ખબર પડી કે તરત જ કાર્યવાહી કરી. નૌસેનાએ એમવી રૂએનની મદદે પહોંચ્યું. અપહૃત જહાજ એમવી રૂએનની તમામ હિલચાલ પર નજર રાખવામાં આવી. અને સમુદ્રી ચાંચિયાઓ દ્વારા અપહરણ કરવાથી બચાવી લેવામાં આવ્યું.. અત્યારે આ જહાજ સોમાલિયાના તટ તરફ આગળ વધી રહ્યું છે.
18 ક્રૂ સાથેના જહાજને 6 લોકોએ હાઇજેક કરી લીધું
અરબી સમુદ્રમાં ચાંચિયાગીરીને રોકવા માટે તૈનાત ભારતીય નૌકાદળના જહાજોમાંથી એકે અરબી સમુદ્રમાં માલ્ટા-ધ્વજવાળા જહાજ એમવી રુએનના અપહરણની ઘટનાનો ઝડપી જવાબ આપ્યો છે. 18 ક્રૂ સાથેના જહાજને 6 લોકોએ હાઇજેક કરી લીધું છે. આ અંગેનો ઈમરજન્સી મેસેજ મળતા જ નેવીના વિમાનો અને યુદ્ધ જહાજો ચાંચિયાઓની ચુંગાલમાં ફસાયેલા જહાજ તરફ આગળ વધવા લાગ્યા હતા. ભારતીય નૌકાદળના જહાજો સૌથી પહેલા અપહરણ કરાયેલા જહાજ સુધી પહોંચ્યા હતા. નેવી જહાજ પર ચાંપતી નજર રાખી રહી છે.
હાઈજેક કરાયેલા જહાજ પર સોમાલિયાના ચાંચિયાઓએ હુમલો કર્યો હોઈ શકે
ભારતીય નેવીએ અરબી સમુદ્રમાં અપહરણ કરાયેલા જહાજનું લોકેશન શોધી કાઢ્યું છે. હજુ સુધી કોઈએ હાઈજેકની જવાબદારી લીધી નથી. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, હાઈજેક કરાયેલા જહાજ પર સોમાલિયાના ચાંચિયાઓએ હુમલો કર્યો હોઈ શકે છે. આ જહાજ હાલ સોમાલિયાના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. ચાંચિયાગીરી વિરોધી પેટ્રોલિંગ માટે એડનની ખાડીમાં તૈનાત ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજે આજે વહેલી સવારે એમવી રૌનનો માર્ગ બ્લોક કરી દીધો હતો. આ વિસ્તારની અન્ય એજન્સીઓ/એમએનએફના સહયોગથી સમગ્ર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.
નૌકાદળના વિમાન સતત જહાજની હિલચાલ પર નજર રાખી રહ્યા છે
એવું કહેવામાં આવ્યું હતું કે જહાજે 14 ડિસેમ્બરે UKMTO પોર્ટલ પર સંદેશ મોકલ્યો હતો. જેમાં જહાજમાં છ જેટલા અજાણ્યા લોકો સવાર હોવાનો સંકેત મળ્યો હતો. પરિસ્થિતિનો ઝડપી પ્રતિભાવ આપતાં, ભારતીય નૌકાદળએ તેના નેવલ મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટને વિસ્તારની દેખરેખ રાખતા અને તેના યુદ્ધ જહાજને એમવી રૂએનને શોધવા અને મદદ કરવા માટે એડનની ખાડીમાં ચાંચિયાગીરી વિરોધી પેટ્રોલિંગ પર રવાના કર્યા. વિમાને 15 ડિસેમ્બરની સવારે અપહરણ કરાયેલા જહાજ ઉપરથી ઉડાન ભરી હતી અને નૌકાદળના વિમાન સતત જહાજની હિલચાલ પર નજર રાખી રહ્યા છે.
માલવાહક જહાજ હવે સોમાલિયાના તટ તરફ આગળ વધી રહ્યું છે
એવું કહેવામાં આવ્યું હતું કે માલવાહક જહાજ હવે સોમાલિયાના તટ તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય નૌકાદળ આ ક્ષેત્રમાં દરિયાઈ ગુનાઓને રોકવા અને આંતરરાષ્ટ્રીય ભાગીદારો અને મિત્ર દેશો સાથે વેપારી શિપિંગની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રથમ પ્રતિસાદકર્તા બનવા માટે પ્રતિબદ્ધ છે.
આ પણ વાંચો-----CHANDIGARH : વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને બળજબરી કરવાનો પ્રયાસ કર્યો, ના પાડતા કર્યું ફાયરિંગ