Hijack Incident: MV Lila Norfolk પર અનુરાગ ઠાકુરનું નિવેદન
Hijack Incident: MV Lila Norfolk હાઈજેકની ઘટના પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે ભારતની ઓળખ એ છે કે તે દરેક ભારતીયનો જીવ બચાવવા કંઈ પણ કરી શકે છે.
#WATCH | On MV Lila Norfolk hijack incident, Union Minister Anurag Thakur says, "India is known for the action it takes to safeguard the lives of the people. From Operation Ganga to rescuing lives from hijacked vessels, there are numerous other examples of what can be done under… pic.twitter.com/4QUIZpWBuX
— ANI (@ANI) January 6, 2024
એક અહેવાલ અનુસાર, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે PM Narendra Modi ના નેતૃત્વમાં દરેક ભારતીયનો જીવ કેવી રીતે બચાવી શકાય તેના એક નહીં પરંતુ અનેક ઉદાહરણો આપવામાં આવ્યા છે. ઓપરેશન ગંગા પછીથી લઈને સમુદ્રમાં અપહરણ કરાયેલા જહાજોમાંથી લોકોના જીવ બચાવવા સિવાય અનેક પરાક્રમો કરવામાં આવ્યા છે.
Arab Sea માં અપહરણ કરાયેલા જહાજમાંથી 15 ભારતીયોને બચાવી લેવાયા
Indian Navy ના કમાન્ડોએ અરબી સમુદ્રમાં હાઇજેક થયેલા જહાજમાંથી તમામ 15 Indian ને બચાવી લીધા છે. જહાજમાં સવાર તમામ 21 ક્રૂ મેમ્બરને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
જ્યારે MV Lila Norfolk ના હાઈજેકની માહિતી મળી હતી. ત્યારે War craft INS Chennai હાઈજેક થયેલ MV Lila Norfolk ની સૌથી નજીક હતું. ત્યાર બાદ Indian Navy ના બહાદુર સિપાહીઓ દ્વારા હાઈજેક થયેલ જહાજ પરથી તમામ ભારતીયોને સુરક્ષિત રીતે બચાવવાનું કાર્ય કરવામાં આવ્યું હતું.
Indian Navy ની અપહરણ કરાયેલ જહાજ પર કડક નજર
તે ઉપરાંત એક સૈન્ય અધિકારીએ કહ્યું હતું કે, ' Indian Navy એ અપહરણ કરાયેલા જહાજ MV Lila Norfolk પર નજીકથી નજર રાખી રહ્યું છે. જેની માહિતી 4 જાન્યુઆરી સાંજે મળી હતી. સૈન્ય અધિકારીઓને જણાવા મળ્યું હતું કે Indian Navy નું યુદ્ધ જહાજ INS Chennai અપહરણની સ્થિતિનો સામનો કરવા માટે અપહરણ કરાયેલા જહાજ તરફ આગળ વધી રહ્યું છે.
આ પણ વાંચો: Bhopal : બાલિકાગૃહમાંથી 26 બાળકીઓ ગુમ