ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

New Districts: રાજ્યમાં આ જિલ્લાઓનું વિભાજન કરી 3 નવા જિલ્લા બનાવવા વિચારણા

રાજ્યમાં નવા ત્રણ જિલ્લાઓ થઈ શકે છે જાહેર વધુ નવા ત્રણ જિલ્લાઓ માટે સરકાર લેવલે વિચારણા બનાસકાંઠા અને કચ્છમાંથી નવા જિલ્લા માટે થઈ શકે છે પુનઃરચના પાટણ જિલ્લામાંથી રાધનપુર અથવા થરાદના નામની વિચારણા અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી વિરમગામ જિલ્લાની...
09:26 AM Sep 25, 2024 IST | Vipul Pandya
GUJARAT GOVERNMENT

New Districts: રાજ્યમાં નવા ત્રણ જિલ્લા (New Districts)ની રચના કરવા માટે રાજ્ય સરકારમાં હાલ વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળે છે. નવા 3 જિલ્લાની જો રચના થાય તો ગુજરાતમાં જિલ્લાની સંખ્યા વધીને 36 થઇ જશે. બનાસકાંઠા અને કચ્છ અને પાટણ જિલ્લામાંથી આ ત્રણ નવા જિલ્લાની રચના કરાય તેવી શક્યતા છે.

રાજ્ય સરકારના ઉચ્ચ લેવલે હાલ વિચારણા શરુ

રાજકીય લેવલે ચાલતી ચર્ચા મુજબ રાજ્યના 33 જિલ્લા ઉપરાંત ત્રણ નવા જિલ્લાની રચના કરાય તે માટે રાજ્ય સરકારના ઉચ્ચ લેવલે હાલ વિચારણા શરુ થઇ છે. વધતી જતી વસતી અને જિલ્લો બહુ મોટો હોય તો લોકોને અગવડ ના પડે તે સહિતના વિવિધ હેતુસર ત્રણ નવા જિલ્લા રચાય તેવી શક્યતા છે. ચાલતી ચર્ચા મુજબ કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાંથી ત્રણ નવા જિલ્લાની રચના કરાઇ શકે છે.

આ પણ વાંચો---Panchayat Owned Roads: ગામડાઓના રસ્તા થઈ જશે ટકાટક! ભૂપેન્દ્ર પટેલ સરકારે આપી મંજૂરી

વિરમગામ નવો જિલ્લો બની શકે

ચાલતી ચર્ચા મુજબ અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી પણ એક નવો જિલ્લો બની શકે છે. અણદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી વિરમગામ નવો જિલ્લો બની શકે છે.

વડનગર અને રાધનપુર નવો જિલ્લો બની શકે

જ્યારે મહેસાણા અને ગાંધીનગર જિલ્લાનું વિભાજન કરીને વડનગર જિલ્લો બની શકે છે તો બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લાના કેટલાક હિસ્સામાંથી રાધનપુર નવો જિલ્લો બની શકે છે

થરાદ જિલ્લાનું પણ અસ્તિત્વ આવી શકે

ઉપરાંત કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાંથી થરાદ જિલ્લાનું પણ અસ્તિત્વ આવી શકે છે. નવા જિલ્લાની રચના માટે હજી તો વિચારણા ચાલી રહી છે.

ગુજરાતમાં 2013માં 7 નવા જિલ્લાની રચના કરાઇ

ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં 2013માં 7 નવા જિલ્લાની રચના કરાઇ હતી જેથી ગુજરાતમાં હાલ 33 જિલ્લા અસ્તિત્વમાં છે. હવે જો નવા જિલ્લા ઉમેરાય તો જિલ્લાની સંખ્યા વધીને 36 થઇ શકે છે.

આ પણ વાંચો---Ahmedabad : ગુજરાતની જનતા માટે ખુશખબર... 'દાદા' સરકારે લીધો વધુ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય

Tags :
breaking newsGujarat FirstGujarat Governmentnew districtsReorganization of Districtsstate government
Next Article
Home Shorts Stories Videos