ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

High Court : AMCનું સોગંદનામું, 1404 લારી-ગલ્લાં, 4986 ગેરકાયદે હોર્ડિંગ્સ દૂર કર્યાં

હાઈકોર્ટની ફટકાર બાદ AMC નું સોગંદનામું રસ્તા પરનાં 1404 લારી-ગલ્લાં દૂર કરાયાં 882 ગેરકાયદે શેડ, 4986 ગેરકાયદે હોર્ડિંગ્સ દૂર કરાયાં જુદા-જુદા ઝોનમાં રૂ. 4.71 લાખનો દંડ વસૂલ કરાયો શહેરમાં ઠેર ઠરે ગેરકાયદેસરનું દબાણ એ માથાનો દુ:ખાવો બની ગયો છે....
03:18 PM Aug 08, 2024 IST | Vipul Sen
  1. હાઈકોર્ટની ફટકાર બાદ AMC નું સોગંદનામું
  2. રસ્તા પરનાં 1404 લારી-ગલ્લાં દૂર કરાયાં
  3. 882 ગેરકાયદે શેડ, 4986 ગેરકાયદે હોર્ડિંગ્સ દૂર કરાયાં
  4. જુદા-જુદા ઝોનમાં રૂ. 4.71 લાખનો દંડ વસૂલ કરાયો

શહેરમાં ઠેર ઠરે ગેરકાયદેસરનું દબાણ એ માથાનો દુ:ખાવો બની ગયો છે. આ મામલે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે પરંતુ તેમ છતાં આ સમસ્યાનો સંપૂર્ણ ઉકેલ આવ્યો નથી. આ મામલે હાઈકોર્ટે (High Court) પણ તંત્રને અગાઉ અનેક વખત ટકોર કરી હતી અને ઘણીવખત ફટકાર પણ લગાવી હતી. હાઈકોર્ટની ફટકાર બાદ AMC એ સોગંદનામું રજૂ કર્યું છે અને જાન્યુઆરી, 2022 થી જુલાઈ, 2024 સુધીની કામગીરીનો રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કર્યો છે.

આ પણ વાંચો - Surat : બિલ્ડર તુષાર શાહ મામલે SC એ PI અને મેજિસ્ટ્રેટને દોષિત જાહેર કર્યા, કર્યું આ ફરમાન

AMC એ કરેલી કામગીરીનો રિપોર્ટ HC માં રજૂ કર્યો

હાઈકોર્ટમાં (High Court) AMC દ્વારા રજૂ કરેલા રિપોર્ટમાં શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં જાહેર રસ્તાઓ પર મોટી સંખ્યામાં દબાણ દૂર કરાયા હોવાનો દાવો કરાયો છે. શહેનાં વિવિધ રસ્તા પરનાં 1404 લારી-ગલ્લાં ઉપાડી લેવામાં આવ્યા હોવાની માહિતી રિપોર્ટમાં આપવામાં આવી છે. ઉપરાંત, 882 ગેરકાયદે શેડ, 4986 ગેરકાયદે હોર્ડિંગ્સ (Illegal Hoardings) પણ દૂર કરાયાં છે. આ સિવાય 4539 લાકડાકીય દબાણ અને 7959 અન્ય દબાણ દૂર કરાયાં કરાયા છે. એએમસીએ રિપોર્ટમાં જણાવ્યું કે, નો પાર્કિંગ ઝોનમાં 623 વાહનોનાં લોકિંગની કામગીરી કરવામાં આવી છે.

આ પણ વાંચો - Ganesh Gondal Case : ગણેશ જાડેજાને હજું પણ જેલમાં રહેવું પડશે! ચાર્જશીટે વધારી મુશ્કેલી

ગેરકાયદેસરનાં દબાણ, પાર્કિંગ સામે કાર્યવાહીની માહિતી આપી

હાઈકોર્ટમાં AMC દ્વારા 01 જાન્યુઆરી, 2022 થી લઈને 30 જૂન, 2024 અને 01 જુલાઈ, 2024 થી લઈને 31 જુલાઈ, 2024 સુધીમાં કરેલી કામગીરીનો રિપોર્ટ રજૂ કરાયો હતો. એએમસીએ કોર્ટમાં જણાવ્યું કે, શહેરમાં વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે પાર્ક કરાયેલા 623 વાહનો સામે લોકિંગની કામગીરી કરવામાં આવી હતી, જ્યારે 2619 વાહનચાલકો પાસેથી દંડ પણ વસૂલવામાં આવ્યો છે. AMC એ જુદા-જુદા ઝોનમાં કામગીરી કરીને કુલ 4.71 લાખનો દંડ વસૂલ કર્યો હોવાની માહિતી કોર્ટને આપી હતી.

આ પણ વાંચો - Ganesh Gondal Case : ગણેશ જાડેજાને હજું પણ જેલમાં રહેવું પડશે! ચાર્જશીટે વધારી મુશ્કેલી

Tags :
AffidavitAMCGujarat FirstGujarati NewsHigh CourtIllegal HoardingsIllegally Parking
Next Article