Pahalgam terror attack : પહેલગામ આતંકી હુમલા બાદ ગુજરાતમાં હાઇએલર્ટ, રાજ્યભરમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું
- આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એક્શનમાં
- ઘૂસણખોરોને ઝડપી પાડવાનો ગૃહવિભાગનો આદેશ
- પોરબંદરમાં 29 જેટલા શંકાસ્પદ ઈસમોની તપાસ કરાઈ
Pahalgam terror attack : પહેલગામ આતંકી હુમલા બાદ ગુજરાતમાં હાઇએલર્ટ છે. જેમાં આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એક્શનમાં આવી છે. તેમજ પોલીસ દ્વારા રાજ્યભરમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. ઘૂસણખોરોને ઝડપી પાડવાનો ગૃહવિભાગનો આદેશ છે. તથા પોરબંદરમાં 29 જેટલા શંકાસ્પદ ઈસમોની તપાસ કરાઈ છે. તથા મચ્છીના દંગા સહિતના વિસ્તારમાં પોલીસે તપાસ કરી છે. દરિયામાં માછીમાર કરતી માછીમારી બોટનું પણ ચેકીંગ થયુ છે. LCB, SOG, મરીન પોલીસની ટીમે તપાસ હાથ ધરી તથા શંકાસ્પદ જણાતા ઇસમોના પુરાવાની ચકાસણી કરાઈ રહી છે.
શંકાસ્પદ 29 જણતા ઇસમોની જરૂરી પુરવા એકત્રીત કરાયા
જમ્મુ-કાશ્મીરના પહેલગાવમાં થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાનીઓ અને બાંગ્લાદેશીઓને શોધવાની કામગીરી ચાલી રહી છે. સમુદ્ર કાંઠે વસેલું પોરબંદર શહેર હાઇ એલર્ટ પર છે. ત્યારે પોરબંદર પોલીસ દ્વારા મરછીના દંગા સહિતના વિસ્તારમાં કામ કરતા મજુરોની ઓળખ માટેની કામગીરી ચાલી રહી છે શંકાસ્પદ 29 જણતા ઇસમોની જરૂરી પુરવા એકત્રીત કરી અને તપાસ કરવામાં આવી રહી છે. ઉપરાંત સમુદ્રમાં માછીમાર કરતી માછીમારી બોટનું ચેકીંગ તેમજ ડોક્યુમેન્ટ વેરિફિક્શન કરવામાં આવી રહ્યા છે. પહેલગાવમાં થયેલા આતંકી હુમલા બાદ સરકાર દ્વારા પાકિસ્તાનીઓને દેશ છોડવા આદેશ કરવામા આવ્યો છે અને ગેરકાયદે ઘુસી આવેલા પાકિસ્તાની અને બાંગ્લદેશીઓને પડકવા રાજયભરમાં સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યુ છે.
પોરબંદર પોલીસે પણ બાંગ્લાદેશીનોને શોધવાની કામગીરી હાથ ધરી
પોરબંદર પોલીસે પણ બાંગ્લાદેશીનોને શોધવાની કામગીરી હાથ ધરી છે. આ મુદે પોલીસ વિભાગ દ્વારા યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં ડીવાયએસપી સુરજી મહેડુએ વિગત આપતા જણાવ્યુ હતુ કે પોરબંદર જિલ્લામાં બાંગ્લાદેશીઓને શોધવા માટે સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ.
મરછીના દંગ વિસ્તારમાં ચેકીગ હાથ ધરવામાં આવ્યુ
તેમજ એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો સ્કોડ અને હાર્બર મરીન પોલીસની કુલ સાત જેટલી ટીમો બનાવી અને સુભાષનગર સહિતના વિસ્તારમાં આવેલા મરછીના દંગ વિસ્તારમાં ચેકીગ હાથ ધરવામાં આવ્યુ હતુ અને શંકાસ્પદ જણાતા ઇસમોના આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ સહિતના જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે તેમજ તેમનો અન્ય રેકોર્ડની પણ તપાસ કરવામાં આવી રહી છે. પહેલગાવામાં થયેલા આતંકી હુમલા બાદ પોરબંદરના દરીયાકાંઠા વિસ્તારમાં પણ ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વાહન ચેકીંગ સાથે દરિયામાં હાર્બર મરીન પોલીસ દ્વારા બોટનું પણ ચેંકીગ કરવામાં આવી રહ્યુ છે.
આ પણ વાંચો: Gujarati Top News : આજે 28 એપ્રિલ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?