Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Hezbollah એ Israel ના સૈન્ય મથકો પર કર્યો રોકેટોનો વરસાદ, કહ્યું 'આ છે જવાબ'

ઈઝરાયેલ (Israel) અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે ત્યારે બીજી તરફ ઈરાન સમર્થિત આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહે (Hezbollah) કહ્યું કે, તેણે લેબનોનના પૂર્વ ભાગમાં હવાઈ હુમલાના જવાબમાં ઈઝરાયેલ (Israel)ના સૈન્ય મથકો પર "60 થી વધુ" રોકેટ છોડ્યા છે. હિઝબુલ્લાહ દ્વારા જારી...
hezbollah એ israel ના સૈન્ય મથકો પર કર્યો રોકેટોનો વરસાદ  કહ્યું  આ છે જવાબ

ઈઝરાયેલ (Israel) અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે ત્યારે બીજી તરફ ઈરાન સમર્થિત આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહે (Hezbollah) કહ્યું કે, તેણે લેબનોનના પૂર્વ ભાગમાં હવાઈ હુમલાના જવાબમાં ઈઝરાયેલ (Israel)ના સૈન્ય મથકો પર "60 થી વધુ" રોકેટ છોડ્યા છે. હિઝબુલ્લાહ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જૂથના લડવૈયાઓએ ઇઝરાયલના કબજા હેઠળના ગોલાન હાઇટ્સમાં ઘણા બધા સૈન્ય મથકો પર "60 થી વધુ રોકેટ" છોડ્યા છે જે ઇઝરાયેલના હુમલાના જવાબમાં કરવામાં આવ્યું હતું.

Advertisement

ઇઝરાયેલના હુમલાનો જવાબ...

અગાઉ ગુરુવારે, લેબનીઝ મીડિયાએ બાલ બેક વિસ્તારમાં રાતોરાત ઇઝરાયલી હવાઈ હુમલાની જાણ કરી હતી. ઇઝરાયેલ દ્વારા હુમલાના થોડા કલાકો પછી, હિઝબુલ્લાએ જવાબી કાર્યવાહી કરી અને ઇઝરાયેલના પ્રદેશ પર હુમલો કરવાનું શરૂ કર્યું. બેકા ખીણમાં આવેલા બાલબેક વિસ્તાર સીરિયાની સરહદે છે અને તેને હિઝબુલ્લાહનો ગઢ માનવામાં આવે છે.

Advertisement

હિઝબુલ્લાહે ધમકી આપી હતી...

આ દરમિયાન અહીં એ પણ જણાવી દઈએ કે રફાહમાં ઈઝરાયેલ (Israel)ની સૈન્ય કાર્યવાહીને લઈને હિઝબુલ્લાહે (Hezbollah) ઈઝરાયેલ (Israel)ને ધમકી આપી હતી. હિઝબુલ્લાહે (Hezbollah) કહ્યું છે કે જો ઇઝરાયેલ ગાઝામાં તેનું આક્રમણ ચાલુ રાખશે અને હુમલા ચાલુ રહેશે, તો આવતા વર્ષે શાળાઓ શરૂ થશે ત્યારે ઉત્તર ઇઝરાયેલના રહેવાસીઓ ઘરે પરત ફરી શકશે નહીં. હિઝબુલ્લાહ લેબનોનની દક્ષિણી સરહદ પર ઇઝરાયેલના સૈન્ય લક્ષ્યો પર વારંવાર હુમલાઓ કરી રહ્યું છે.

હિઝબુલ્લાહ ચીફનું નિવેદન...

તાજેતરમાં જ હિઝબુલ્લાહ (Hezbollah)ના ચીફ સૈયદ હસન નસરાલ્લાહે કહ્યું હતું કે, જ્યાં સુધી ઈઝરાયેલ (Israel) ગાઝા પર હુમલો ચાલુ રાખશે ત્યાં સુધી તેમનું જૂથ લડાઈ ચાલુ રાખશે. "લેબનીઝ ફ્રન્ટ અને ગાઝા વચ્ચેની કડીઓ નિશ્ચિત, અંતિમ અને નિર્ણાયક છે," તેમણે કહ્યું, "કોઈ તેમને ડી-લિંક કરી શકશે નહીં."

Advertisement

આ પણ વાંચો : Pakistan : “એક તરફ ભારત ચન્દ્ર પર અને અમારા બાળકો ગટરમાં…”

આ પણ વાંચો : ભારતીયો માટે હવે UAE ના દેશોમાં રહવું અને વ્યાપાર કરવું બનશે વધુ સરળ, બંને દેશ વચ્ચે થશે આ ખાસ કરાર

આ પણ વાંચો : Slovakia PM Robert Fico: સરા-જાહેર સ્લોવાકિયાના વડાપ્રધાન પર 4 વાર ફાયરિંગ કરાયું

Tags :
Advertisement

.