Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આજથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 

રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ (Heavy rain)ની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ (Ahmedabad)માં બુધવારે મોડી રાત્રે મુશળધાર વરસાદ ખાબક્યો હતો. ગુરુવારે સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ઝરમર વરસાદ પડી રહ્યો છે. આજથી ભારે...
07:35 AM Jul 06, 2023 IST | Vipul Pandya
રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ (Heavy rain)ની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ (Ahmedabad)માં બુધવારે મોડી રાત્રે મુશળધાર વરસાદ ખાબક્યો હતો. ગુરુવારે સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ઝરમર વરસાદ પડી રહ્યો છે.

આજથી ભારે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ આજે જામનગર, ગીર સોમનાથ, અમરેલી, વડોદરા, છોટાઉદેપુર, સુરત, નવસારી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી છે  અને દમણ , વલસાડમાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે. અમરેલી, ભાવનગર અને આણંદમાં રેડ એલર્ટ અને રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને તાપી ડાંગમાં યલો એલર્ટ જારી કરાયું છે.

અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ

બીજી તરફ  અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. મોડી રાત્રે ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. આજે સવારથી જ  રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
અમદાવાદમાં મુશળધાર વરસાદ 
બુધવારે મોડી રાત્રે અમદાવાદમાં ભારે વરસાદ ખાબક્યો હતો જેના પગલે શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. અમદાવાદના  ઈસનપુર, ઘોડાસર, નારોલ, મણિનગર, વટવા, રામોલ, બાપુનગર સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો તો  સોલા, ગોતા, ઘાટલોડિયા, ચાંદલોડિયા, રાણીપ, વાડજ, નારણપુરા, મેમનગર, વસ્ત્રાપુર અને  થલતેજ તથા શીલજમાં પણ વરસાદ પડ્યો હતો.
આ પણ વાંચો---સાબરકાંઠાના હડિયોલ ગામના ગ્રામજનોએ કર્યું અનોખુ કાર્ય…!
Tags :
forecastheavy rainMonsoonMonsoon 2023
Next Article