Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ જિલ્લાઓમાં આજે અતિ ભારે વરસાદની આગાહી

ગીર સોમનાથના સૂત્રાપાડામાં આભ ફાટ્યું સૂત્રાપાડામાં 24 કલાકમાં 22 ઈંચ વરસાદ વેરાવળમાં 24 કલાકમાં 20 ઈંચ વરસાદ પડ્યો તાલાલામાં 24 કલાકમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો રાજકોટના ધોરાજીમાં 24 કલાકમાં 12 ઈંચ વરસાદ રાજ્યમાં 24 કલાકમાં 176 તાલુકામાં વરસાદ કોડીનારમાં...
08:27 AM Jul 19, 2023 IST | Vipul Pandya
ગુજરાત(gujarat)માં બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ (Heavy rain)  પડી રહ્યો છે. આજે સવારથી અમદાવાદમાં પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદના કારણે હિરણ નદીના પાણી તાલાલા શહેરમાં ઘુસતાં નદી કાંઠાના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. હજું 2 દિવસ અમરેલી, ભાવનગર અને વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી છે જ્યારે બાકીના જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.
સુત્રાપાડામાં 24 કલાકમાં 22 ઈંચ
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 19થી 23 જુલાઇ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મંગળવારે સૌરાષ્ટ્રમાં ઘણા સ્થળોએ અતિ ભારે વરસાદ ખાબક્યો હતો. ગીર સોમનાથના સૂત્રાપાડામાં રીત સર આભ ફાટ્યું હતી અને 24 કલાકમાં 22 ઈંચ વરસાદ નોંધાયો હતો. ઉપરાંત  વેરાવળમાં 24 કલાકમાં 20 ઈંચ વરસાદ પડ્યો હતા જ્યારે  તાલાલામાં 24 કલાકમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો. બીજી તરફ  રાજકોટના ધોરાજીમાં 24 કલાકમાં 12 ઈંચ વરસાદ પડ્યો હતો.
24 કલાકમાં રાજ્યના 176 તાલુકામાં ભારે વરસાદ
વીતેલા 24 કલાકમાં રાજ્યના 176 તાલુકામાં ભારે વરસાદ પડ્યો હતો.  કોડીનારમાં 9 ઈંચ, માંગરોળમાં 8 ઈંચ વરસાદ, જામકંડોરણામાં 7 ઈંચ, ઉપલેટામાં 5 ઈંચ વરસાદ જ્યારે મેંદરડા, માળીયા હાટીના, વાપીમાં સવા 4 ઈંચ વરસાદ પડ્યો હતો.  સુરત શહેર, પેટલાદમાં 24 કલાકમાં 4 ઈંચ વરસાદ પડ્યો હતો. રાજ્યના 41 તાલુકામાં 1થી 4 ઈંચ સુધી વરસાદ પડી રહ્યો છે.
અમદાવાદ શહેર સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદ
બીજી તરફ હવામાન વિભાગની આગાહીના પગલે આજે સવારથી જ અમદાવાદ શહેર સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે જેના પગલે ધીમે ધીમે ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાની શરુઆત થવા માડી છે. ભારે વરસાદના કારણે સવારથી જ શાળા કોલેજમાં જઇ રહેલા વિદ્યાર્થીઓ અટવાઇ ગયા હતા. 19 અને 20 તારીખે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે.  આજે સવારથી  શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના સોલા, ગોતા, ઘાટલોડિયા, ચાંદલોડિયામાં વરસાદ વરસી રહ્યો છે ઉપરાંત  થલતેજ, શીલજ, વસ્ત્રાપુર વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે.
ભારે વરસાદના કારણે સુરતની તમામ ખાડીઓના જળસ્તરમાં વધારો
ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદથી હિરણ નદીના પાણી તાલાલા શહેરમાં ઘૂસ્યા છે અને ઘણા વિસ્તારો જળબંબાકાર થયા છે. ભારે વરસાદથી હિરણ નદી ગાંડીતૂર બનતા પ્રભાસ પાટણના સોનારીયા ગામમાં પાણી ફરી વળ્યા છે જ્યારે સૂત્રાપાડા ફાટક નજીક રોડ પર વરસાદી પાણી ફરી વળતા વેરાવળ-કોડીનાર હાઈવે પર વાહનવ્યવહારને અસર થઇ છે.  ભારે વરસાદના કારણે સુરતની તમામ ખાડીઓના જળસ્તરમાં વધારો થઇ રહ્યો છે જેથી મનપા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો---ધોરાજીમાં 6 કલાકમાં 10 ઈંચ જેટલો પડ્યો વરસાદ, વાહનો તરતા જોવા મળ્યા
Tags :
forecastGujaratheavy rainMonsoonMonsoon 2023
Next Article