Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આવતીકાલે 29 જૂને આ જિલ્લાઓમાં મેઘરાજાનું તાંડવ થઇ શકે..!

સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી વલસાડ, સુરતમાં અતિભારે વરસાદ પડશે બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકામાં આગાહી ગીર સોમનાથ, જામનગરમાં ભારે વરસાદની આગાહી આવતીકાલે ગુરુવારે 29 જૂને સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી...
10:04 PM Jun 28, 2023 IST | Vipul Pandya
સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
વલસાડ, સુરતમાં અતિભારે વરસાદ પડશે
બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી
જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકામાં આગાહી
ગીર સોમનાથ, જામનગરમાં ભારે વરસાદની આગાહી
આવતીકાલે ગુરુવારે 29 જૂને સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં વિધીવત રીતે ચોમાસાનું આગમન થઇ ગયું છે અને છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં મેઘરાજા મહેર કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં તો ભારે વરસાદ જોવા મળી રહી છે.આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહીના પગલે માછીમારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે.
આવતીકાલે સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર વધુ
આગાહી મુજબ આવતીકાલે સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર વધુ રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને સુરત અને વલસાડ જીલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ
આ સાથે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડશે જેમાં ખાસ કરીને સાબરકાંઠા અને બનાસકાંઠા પંથકમાં અતિ ભારે વરસાદ પડશે જ્યારે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને જામનગર જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે.
વહિવટીતંત્રને એલર્ટ
ઉલ્લેખનિય છે કે હવામાન વિભાગે 3 જુલાઇ સુધી રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે જેમાં દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડશે તેવી આશંકા છે જેથી વહિવટીતંત્રને એલર્ટ કરી દેવાયું છે અને એનડીઆરએફની ટીમોને પણ સાબદી કરી દેવાઇ છે...
આ પણ વાંચો---સુરત જિલ્લામાં મેઘ મહેર,પલસાણાનાની સંજીવની હોસ્પિટલ બહાર ભરાયા વરસાદી પાણી
Tags :
forecastGujaratheavy rainMonsoonMonsoon 2023
Next Article