Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજ્યના આ જિલ્લાઓમાં આજે વરસાદનું રેડ એલર્ટ..!

રાજ્યમાં 48 કલાક ભારે વરસાદની આગાહી આજે રાજ્યના 3 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ ભાવનગર, વલસાડ, દમણમાં વરસાદનું રેડ એલર્ટ બનાસકાંઠા, સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ અમદાવાદમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ રાજ્યમાં આગામી 48 કલાક ભારે વરસાદ (Heavy rain) ની આગાહી કરવામાં...
09:05 AM Jul 22, 2023 IST | Vipul Pandya
રાજ્યમાં આગામી 48 કલાક ભારે વરસાદ (Heavy rain) ની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ 3 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ અને ત્રણથી વધુ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ભાવનગર, વલસાડ અને દમણમાં અતિ ભારે વરસાદની આગાહી
રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ ચાર દિવસ વરસાદ પડશે તથા 48 કલાકમાં તો ભારે વરસાદ પડશે. ભાવનગર, વલસાડ અને દમણમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તેને જોતાં રેડ એલર્ટ જાહેર કરાયુ છે.  આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા અને અમદાવાદમાં ભારે વરસાદની ચેતવણી અપાઇ છે અને યલો એલર્ટ જાહેર કરાયું છે.
22 અને 23 જુલાઇએ ગુજરાતમાં ભારે વરસાદ
હવામાન વિભાગ દ્વારા 22 અને 23 જુલાઇએ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. સૌરાષ્ટ્રમાં દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે જ્યારે રાજકોટ, ભાવનગર, જૂનાગઢ અને સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ અન નવસારી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. ગુજરાત પર સક્રિય થયેલી 2 વરસાદી સિસ્ટમના કારણે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઇ છે.
રાજ્યમાં 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ
બીજી તરફ  રાજ્યમાં 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ પડ્યો છે જેમાં  કપરાડામાં 24 કલાકમાં સાડા 10 ઈંચ વરસાદ,  ખંભાળિયામાં 9 ઈંચ, વિસાવદરમાં 8 ઈંચ વરસાદ તથા પારડીમાં પોણા 7 ઈંચ અને  વડોદરામાં 5 ઈંચ વરસાદ પડ્યો છે. ઉપરાંત  ધરમપુર અને ડોલવણમાં સવા 4 ઈંચ વરસાદ પડ્યો છે.  પાદરા, ઉમરગામ, વાપી, કલ્યાણપુરમાં સાડા 3 ઈંચ અને  ચીખલી અને મહુવામાં 3-3 ઈંચ વરસાદ પડ્યો છે.  રાણાવાવ, દ્વારકા, પેટલાદમાં સવા 2 ઈંચ અને  જૂનાગઢ, નવસારી, તાલાલા, જાંબુઘોડામાં 2-2 ઈંચ વરસાદ નોંધાયો છે.
રાજ્યના 17 તાલુકામાં 1થી 2 ઈંચ સુધી વરસાદ પડ્યો છે.
આ પણ વાંચો---ટ્રેનની અડફેટે સિંહના મોતનો મામલો, પરિમલ નથવાણીએ કહ્યું ‘આ રુટ પર ટ્રેનની ગતિ મર્યાદાનું પુનઃ મુલ્યાંકન જરૂરી
Tags :
forecastGujaratheavy rainMonsoonMonsoon 2023
Next Article