Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સૌરાષ્ટ્ર માટે આગામી 24 કલાક ભારે, હવામાન વિભાગની આગાહીથી લોકોમાં મચ્યો 'હાહાકાર'

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે ઉ. ગુજરાત તેમજ મ. ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં સર્વત્ર ભારેથી અતિ ભારે વરસાદ થઇ રહ્યો છે. આજે શુક્રવારે પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી...
06:43 PM Jun 30, 2023 IST | Dhruv Parmar

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે ઉ. ગુજરાત તેમજ મ. ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં સર્વત્ર ભારેથી અતિ ભારે વરસાદ થઇ રહ્યો છે. આજે શુક્રવારે પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 30મી જૂન માટે સૌરાષ્ટ્રની આગાહી કરીને ડો મનોરમા મોહંતી કહ્યું છે કે, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. કચ્છ, જામનગર, દેવભૂમી દ્વારકા તથા જૂનાગઢ જિલ્લા મા રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

મહત્વનું છે કે, સવારથી જ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 2 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં સર્વત્ર સારો વરસાદ વરસી રહ્યો છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારો જળબંબાકાર જોવા મળી રહ્યા છે. હવામાન ખાતાની આગાહી મુજબ હજું આગામી 4 દિવસ રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. મધ્યપ્રદેશમાં સર્જાયેલા લો પ્રેશરનાં કારણે ગુજરાતમાં સારા એવા પ્રમાણમાં વરસાદ પડ્યો છે.

આ બાબતે હવામાન વિભાગના ડાયરેક્ટર ર્ડા. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આગામી 24 કલાક સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં ભારે વરસાદ પડવાની સંભાવનાં છે. 1 લી જુલાઈનાં રોજ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવનાં છે. ત્યારે આવતીકાલથી સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં વરસાદ પડવાની સંભાવનાં ઓછી છે. અમદાવાદમાં છુટો છવાયા વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો : ગીર સોમનાથમાં ધોધમાર વરસાદના કારણે નદીઓમાં આવ્યું ‘પૂર’

Tags :
AhmedabadforecastGir-SomnathGujaratheavy rainJamnagarKutchMonsoonMonsoon SessionRainRAJKOTriverSaurashtraweather departments
Next Article