Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad: ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા, મે મહિનામાં ઇમરજન્સી 108 કેસમાં 130% નો વધારો

Ahmedabad: ગુજરાતમાં અત્યારે ભીષણ ગરમી પડી રહી છે. જેના કારણે રાજ્યમાં અનેક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને બીમાર પણ થઈ રહ્યા છે. મળતી વિગતો પ્રમાણે મે મહિનામાં પડેલી કાળઝાળ ગરમીને કારણે 108 એમ્બ્યુલન્સ સતત દોડતી રહી છે. ગુજરાતમાં...
ahmedabad  ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા  મે મહિનામાં ઇમરજન્સી 108 કેસમાં 130  નો વધારો

Ahmedabad: ગુજરાતમાં અત્યારે ભીષણ ગરમી પડી રહી છે. જેના કારણે રાજ્યમાં અનેક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને બીમાર પણ થઈ રહ્યા છે. મળતી વિગતો પ્રમાણે મે મહિનામાં પડેલી કાળઝાળ ગરમીને કારણે 108 એમ્બ્યુલન્સ સતત દોડતી રહી છે. ગુજરાતમાં ગરમીને લગતી ઈમરજન્સીસને લઈને વર્ષ 2023 ની સરખામણીમાં મે મહિનામાં 56% નો વધારો નોંધાયો છે. જયારે અમદાવાદ (Ahmedabad)માં વર્ષ 2023 ની સરખામણીએ અધધ 130% નો વધારો નોંધાયો છે.

Advertisement

ગરમીની ફરિયાદ બાબતે અમદાવાદમાં 96 કેસ નોંધાયા

તમને જણાવી દઇએ કે, મે મહિનામાં રેકોર્ડ બ્રેક ગરમી પડી છે સખત હીટ વેબને કારણે પેટમાં દુખાવો, માથાનો દુખાવો, ચક્કર આવવા બેભાન થઈ જવું, ઉલટી ઉબકા, ડાયરિયા, ડી -હાઇડ્રેશન, સખત તાવ આવવો જેવી ફરિયાદોને લઈને ઈમરજન્સી સતત જોવા મળી હતી. 108 કંટ્રોલરૂમમાં સતત ઇમરજન્સીને લઈને ફોન રણકતા રહ્યા હતા. ખાસ કરીને 24 મે ના રોજ ગુજરાતમાં 230 અને અમદાવાદમાં 96 કેસ ગરમીની ફરિયાદ બાબતે નોંધાયા હતા. જે પાછલા વર્ષોની સરખામણીમાં ખૂબ વધારે રહ્યા છે.

મે મહિનામા મે માં ઈમરજન્સી 105 પર પહોંચી

નોંધનીય છે કે, ગુજરાતમાં ગરમીએ માઝા મુકી હતી. 108 ઈમરજન્સી ટ્રેનિંગ અને કેર ડિપાર્ટમેન્ટના સ્ટેટહેડ ડોક્ટર હાર્દિક શાહે જણાવ્યું હતું કે, અમદાવાદમાં ગરમીને લગતી ઇમરજન્સી એપ્રિલ મહિનામાં માત્ર રોજની સરેરાશ 12 ઈમરજન્સી રહેતી હતી. જેની સામે મે મહિનામાં 27 એટલે ડબલ થી પણ વધુ નોંધાઈ છે. ગુજરાતમાં સરેરાશ એપ્રિલ માસમાં 69 ની સામે મે માં ઈમરજન્સી 105 પર પહોંચી હતી. જેથી ગરમીને લઇને આ આંકડા ખુબ જ ચિંતાજનક કહીં શકાય તેવી છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આ વર્ષે ગરમીની તમામ રેકોર્ડ તુટ્યા છે. અમદાવાદ, સુરત, વડોદરા અને બનાસકાંઠા સહિત અનેક જિલ્લામાં ગરમીએ માઝા મુકી દીધી હતી. જો કે, અત્યારે ગરમીથી લઈને થોડી રાહત મળી છે. નોંધનીય છે કે, આગામી થોડા સમયમાં હજી પણ ગરમી ઓછી થાય તેવી જાહેરાત થઈ શકે છે.

અહેવાલ: સંજય જોશી, અમદાવાદ

આ પણ વાંચો: Gujarat: ગરમીથી રાહતને લઈને હવામાન વિભાગે આપ્યા મોટા સમાચાર, આ વર્ષે 106% વરસાદની આગાહી

આ પણ વાંચો: Navsari: ભારે પવન અને ધૂળની ડમરીઓ ઉડવાની સંભાવના! દરિયા કિનારે ન જવા કલેક્ટરનો આદેશ

આ પણ વાંચો: Education Department દ્વારા કરાયો આદેશ, સ્કૂલ વેન-રિક્ષામાં વધુ બાળકો હશે તો શાળા સંચાલકો જવાબદાર

Advertisement
Tags :
Advertisement

.