Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Harsh Sanghvi : CM અંગે અફવા મામલે ગૃહ રાજ્યમંત્રી રોષે ભરાયા, કહ્યું- બેજવાબદારીપૂર્વક વિપક્ષ..!

ગુજરાતનાં મુખ્યમંત્રી અંગે અફવા સંદર્ભે મોટા સમાચાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આકરી પ્રતિક્રિયા જે અફવા ફેલાવે છે તેમને નોટિસ મોકલાશેઃ હર્ષભાઈ ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) દીકરાની સારવાર અર્થે આવનાર દિવસોમાં વિદેશ પ્રવાસે જવાના છે. ત્યારે તેમની ગેરહાજરીમાં...
07:10 PM Sep 17, 2024 IST | Vipul Sen
  1. ગુજરાતનાં મુખ્યમંત્રી અંગે અફવા સંદર્ભે મોટા સમાચાર
  2. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આકરી પ્રતિક્રિયા
  3. જે અફવા ફેલાવે છે તેમને નોટિસ મોકલાશેઃ હર્ષભાઈ

ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) દીકરાની સારવાર અર્થે આવનાર દિવસોમાં વિદેશ પ્રવાસે જવાના છે. ત્યારે તેમની ગેરહાજરીમાં રાજ્યનાં મુખ્યમંત્રી પદની જવાબદારી કોને સોંપવામાં આવશે. તેને લઈને અનેક તર્ક-વિતર્ક અને ચર્ચાઓનો માહોલ ગરમાયો હતો. જો કે, આ અંગે હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) પ્રતિક્રિયા આપીને સ્પષ્ટતા કરી છે અને આ વાતને માત્ર એક અફવા ગણાવી છે.

આ પણ વાંચો - PM Modi's Birthday: વડનગર પહોંચ્યા ભજન સમ્રાટ અનુપ જલોટા, PM મોદી વિશે કહી અદભુત વાત!

આ અંગે જે અફવા ફેલાવે છે તેમને નોટિસ મોકલાશે : હર્ષ સંઘવી

મુખ્યમંત્રીનાં (Bhupendra Patel) વિદેશ પ્રવાસને લઈ ચાલતી અટકળો અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) આજે મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, આ અંગે જે અફવા ફેલાવે છે તેમને નોટિસ મોકલાશે. તેમણે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, વિપક્ષ આવી અફવા ફેલાવી લોકોને ગેરમાર્ગે દોરે છે. કોઈપણ આધાર કે પુરાવા વિના અફવા ફેલાવાય છે. આ મુદ્દે ગંભીરતાપૂર્વક પગલાં લેવામાં આવશે.

આ પણ વાંચો - Amit Shah : PM મોદી બાદ હવે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવશે ગુજરાત!

'બેજવાબદારીપૂર્વક વિપક્ષનાં હિસાબે અફવાહનો માહોલ'

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, બેજવાબદારીપૂર્વક વિપક્ષનાં હિસાબે અફવાહનો માહોલ ફેલાવવાનું કામ કરાયું છે. કોઈપણ આધાર કે પુરાવા વગર આ પ્રકારની અફવાહ ફેલાવવાનું કામ થઇ રહ્યું છે. કોઈક બાબતે તો આ લોકોને શરમ હોવી જોઈએ. અફવાહ ફેલાવવામાં કોઈકનાં બાળકને પણ તમે એમાં જોડી લો છો તે કેટલું યોગ્ય. આ સાથે ગૃહ રાજ્યમંત્રીએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો - PM Modi's Birthday : વડનગરથી સોમાભાઈ મોદીએ નાના ભાઈને પાઠવી શુભેચ્છા, જાણો શું કહ્યું ?

Tags :
BJPChief Minister Bhupendra PatelCongressGujarat BJPGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsHarsh SanghviLatest Gujarati News
Next Article