Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હરિદ્વારમાં કાવડ યાત્રામાં જોવા મળ્યો કલિયુગનો શ્રવણ, VIdeo Viral

4 જુલાઈને મંગળવારથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. આ સાથે હરિદ્વારમાં ગંગા પૂજન સાથે કંવર મેળાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે કાવડ યાત્રામાં એક દીકરો પોતાની માતાને કાવડમાં બેસાડી યાત્રાએ નીકળ્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મહત્વનું...
હરિદ્વારમાં કાવડ યાત્રામાં જોવા મળ્યો કલિયુગનો શ્રવણ  video viral

4 જુલાઈને મંગળવારથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. આ સાથે હરિદ્વારમાં ગંગા પૂજન સાથે કંવર મેળાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે કાવડ યાત્રામાં એક દીકરો પોતાની માતાને કાવડમાં બેસાડી યાત્રાએ નીકળ્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Advertisement

મહત્વનું છે કે, ‘આપણી સાચી સંપત્તિ માતા-પિતા છે. જેમની સેવા કરી સાર-સંભાળ રાખવીએ આપણી પ્રથમ ફરજ છે. માટે માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મુકવાને બદલે તેમની સેવા ચાકરી કરી પુત્ર ધર્મ નિભાવવો જોઇએ.’ આ કાવડ યાત્રા આ મહિનાની 15મી તારીખે ઉત્તરાખંડના હરિદ્વાર, ગોમુખ અને ગંગોત્રીમાં પૂર્ણ કરવામાં આવશે. આ યાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓ ગંગા નદીનું પવિત્ર પાણી લઇને પરત ફરતા જોવા મળશે.

Advertisement

ઉલ્લેખનીય છે કે યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓ શિવજીની પૂજા અને અર્ચના કરે છે. મોટા ભાગના શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા પૂર્ણ કરે છે.ઉત્તરાખંડમાં આ વર્ષે મોટી સંખ્યામાં કાવડયાત્રીઓ આવવાની સંભાવનાને પગલે રાજય સરકારે યાત્રા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે.

જો ઉત્તરપ્રદેશની વાત કરીએ સરકારે કાવડ યાત્રા માટે વ્યાપક બંદોબસ્ત ગોઠવ્યો છે. યાત્રાના માર્ગ પર પોલીસ ગોઠવવામાં આવી છે.આ સાથએ જ માર્ગો પર ખુલ્લામાં માસના વેચાણ પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે સાથે જ ભાલા તલવાર અમૂંક ઊંચાઈ સુધીના જ લઈ જવાની પરવાનગી આપવામાં આવી છે આદેશ વિરુદ્ધ જનારા લોકો સામે યોગી સરકારે કતાર્યવાહી કરવાની વાત કહી છે.

Advertisement

આ પણ વાંચો : હૈદરાબાદમાં ગંભીર અકસ્માત, કાર ચાલકે ત્રણ મહિલાઓને મારી ટક્કર

Tags :
Advertisement

.