સુપ્રીમ કોર્ટમાંથી હાર્દિક પટેલને મળી રાહત, 2015માં તોફાન, હિંસાના કેસમાં મળ્યા જામીન
હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. 2015માં ગુજરાતમાં પાટીદાર આંદોલન દરમિયાન નોંધાયેલા તોફાનો, હિંસા અને આગચંપીના કેસમાં સુપ્રીમ કોર્ટે ભાજપના નેતા હાર્દિક પટેલને નિયમિત જામીન મંજૂર કર્યા છે. હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાની રાહત મળી ચૂકી છે.
પાટીદારો માટે અનામતની માંગણીને લઈને પાટીદાર આંદોલન દરમિયાન ગુજરાતમાં હિંસા ફાટી નીકળી હતી. સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી 2020 માં હાર્દિક પટેલને ધરપકડથી વચગાળાનું રક્ષણ આપ્યું હતું, જે તે સમયે હાર્દિક પટેલ કોંગ્રેસ પાર્ટીના નેતા હતા. 2015માં હાર્દિક પટેલે આ જ કેસમાં તેમને આગોતરા જામીન નામંજૂર કરવાના હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
હાર્દિક પટેલને શરૂઆતમાં મહેસાણાની નીચલી અદાલતે દોષિત ઠેરવ્યો હતો અને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. હાર્દિક પટેલે તેમની સજાને સ્થગિત કરવા માટે ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. જેથી તેઓ 2019ની લોકસભાની ચૂંટણી લડી શકે. જોકે, આ દલીલને હાઈકોર્ટે ફગાવી દીધી હતી. ત્યાર બાદ તેમણે આ આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે એપ્રિલમાં હાર્દિક પટેલની સજા પર રોક લગાવી દીધી હતી.
આ પણ વાંચો- સુરત : ઓલપાડમાં બે જૂથના લોકો સામ સામે આવ્યા, પોલીસે પરિસ્થિતિ કાબુમાં લીધી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ