Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હાર્દિક પંડ્યાને તેના જ ભાઈએ લગાવ્યો કરોડો રૂપિયાનો ચુનો, જાણો શું છે સમગ્ર મામલો

હાર્દિક પંડ્યા (Hardik Pandya) માટે આ વર્ષ મુસિબતનો પહાડ બની ગયો છે. મુંબઈના કેપ્ટન (Mumbai's Captain) બન્યા બાદથી તેઓ સોશિયલ મીડિયા (Social Media) માં ટ્રોલ થઇ રહ્યા છે. હવે સમાચાર મળી રહ્યા છે કે, તેઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી (Cheating)...
02:50 PM Apr 11, 2024 IST | Hardik Shah
hardik pandya Cheated by his brother

હાર્દિક પંડ્યા (Hardik Pandya) માટે આ વર્ષ મુસિબતનો પહાડ બની ગયો છે. મુંબઈના કેપ્ટન (Mumbai's Captain) બન્યા બાદથી તેઓ સોશિયલ મીડિયા (Social Media) માં ટ્રોલ થઇ રહ્યા છે. હવે સમાચાર મળી રહ્યા છે કે, તેઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી (Cheating) થઇ છે. ચોંકાવનારી વાત એ છે કે, હાર્દિક (Hardik) ને કરોડોનો ચુનો લગાડનાર કોઇ બીજો નહીં પણ તેનો જ ભાઈ છે. આ સમાચાર સામે આવ્યા બાદ સૌ કોઇ ચોંકી ગયા છે. શું છે સમગ્ર મામલો આવો જાણીએ આ આર્ટિકલમાં...

ભાઈએ જ લગાડ્યો કરોડો રૂપિયાનો ચુનો

IPL 2024માં આ વખતે હાર્દિક પંડ્યા (Hardik Pandya) મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. જ્યા તેની ટીમ તેના નેતૃત્વમાં કોઇ ખાસ કમાલ કરી શકી નથી. તો બીજી તરફ મેદાનની બહાર પણ તેના માટે ટેન્શન વધી ગઇ છે. સમાચાર મળી રહ્યા છે કે, ટૂર્નામેન્ટ દરમિયાન હાર્દિક પંડ્યા (Hardik Pandya) ના ભાઈની ધરપકડ (Arrested) કરવામાં આવી છે. જણાવી દઇએ કે, તાજેતરમાં હાર્દિક પંડ્યા અને તેના ભાઈ કૃણાલ પંડ્યા (Krunal Pandya) સાથે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. આ છેતરપિંડી (Fraud) હાર્દિક સાથે તેના સાવકા ભાઈ વૈભવ પંડ્યા (Vaibhav Pandya) દ્વારા કરવામાં આવી છે. આ મામલે હાર્દિક અને કૃણાલ (Hardik and Krunal) તરફથી મુંબઈની ઈકોનોમિક ઓફિસ વિંગ (EOW) માં ફરિયાદ કરવામાં આવી હતી, ત્યારબાદ કેસ નોંધવામાં આવ્યો છે અને વૈભવની ધરપકડ કરવામાં આવી છે. એક અહેવાલ અનુસાર, 37 વર્ષીય વૈભવ પર એક ભાગીદારી પેઢીમાંથી આશરે રૂ. 4.3 કરોડની ઉચાપત કરવાનો આરોપ છે, જેનાથી હાર્દિક અને કૃણાલ પંડ્યાને મોટું આર્થિક નુકસાન થયું હતું.

શું છે સમગ્ર મામલો ?

વર્ષ 2021 માં, હાર્દિક અને કૃણાલે તેમના સાવકા ભાઈ વૈભવ પંડ્યા સાથે પોલિમર બિઝનેસ શરૂ કર્યો. એક અહેવાલ મુજબ, આ કંપનીમાં હાર્દિક અને કૃણાલની ​​40-40 ટકા ભાગીદારી હતી, જ્યારે વૈભવ પાસે 20 ટકા હિસ્સો હતો. ભાગીદારીની શરતો અનુસાર, કંપનીમાં નફો પણ આ શેર પ્રમાણે વહેંચવાનો હતો. બિઝનેસમાં થયેલો નફો હાર્દિક અને કૃણાલને આપવાને બદલે વૈભવે એક અલગ કંપની બનાવી અને તેમાં રોકાણ કર્યું. જેના કારણે હાર્દિક અને કૃણાલને લગભગ 4 કરોડ 30 લાખ રૂપિયાનું મોટું નુકસાન વેઠવું પડ્યું હતું. સૂત્રોની માનીએ તો પંડ્યાના સાવકા ભાઈ વૈભવે ગુપ્ત રીતે તેનો નફો 20% થી વધારીને 33.3% કર્યો. આ કારણે ક્રિકેટર અને તેના ભાઈને મોટો ફટકો પડ્યો છે અને ઘણું નુકસાન પણ થયું છે. સાવકા ભાઈએ પણ ભાગીદારી પેઢીના ખાતામાંથી લાખોની રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી છે. જેમાં 1 કરોડ રૂપિયા લેવામાં આવ્યા છે. હાલ આ મામલે હાર્દિક અને કૃણાલ ભાઈઓ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. જોકે આ જાણ્યા બાદ હાર્દિક-કૃણાલે વૈભવ વિરુદ્ધ કાર્યવાહી કરવાનું નક્કી કર્યું અને તેમની ફરિયાદના આધારે મુંબઈની આર્થિક ગુના શાખાએ તેની ધરપકડ કરી છે.

આ પણ વાંચો - RR VS GT : ગુજરાતની ટીમે કર્યો રાજસ્થાનનો કિલ્લો ફતેહ, કરામતી ખાન રહ્યા GT ના નાયક

આ પણ વાંચો - RR VS GT : શું રાજસ્થાનના વિજયરથને રોકી શકશે યુવા શુભમનની ગુજરાત ટાઈટન્સ?

આ પણ વાંચો - IPL Points Table 2024 : ટોપ પર RR, 7 માં ક્રમે GT, આ ટીમોનું લગભગ પત્તુ કટ

Tags :
cheating with hardik pandyaCricket NewsHardik PandyaHardik Pandya cheatingHardik Pandya IPL 2024hardik pandya ka Sautela Bhaihardik pandya real brother namehardik pandya siblingshardik pandya sisterhardik pandya step brotherHardik Pandya stepbrotherHardik Pandya stepbrother arrestedhow many brothers hardik pandya haveIPLIPL 2024IPL 2024 who is vaibhav pandya of hardik pandyaKRUNAL PANDYAKrunal Pandya IPL pandya 2024krunal pandya step brotherkrunal pandya wifeMumbai Indianspolice arrests hardik pandya step brother vaibhavVaibhav PandyaVaibhav Pandya arrestedvaibhav pandya fatherwho is vaibhav pandya of hardik pandya
Next Article