Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Hanuman Jayanti 2024: સાળંગપુર સહિત ગુજરાતભરમાં આજે હનુમાન જયંતીની થઈ રહી છે ભવ્ય ઉજવણી

Hanuman Jayanti 2024: આજે શ્રીરામના પરમ ભક્ત હનુમાનજીનો જન્મ દિવસ છે. સનાતન ધર્મમાં હનુમાન જયંતીનો ખુબ જ મહિમા છે. હિંદુઓ માટે શ્રીરામ સાથે સાથે હનુમાન પણ એટલા જ પૂજનીય છે. આ પાવન પ્રસંગે ગુજરાતમાં પણ ઠેર ઠેર હનુમાન જયંતી ભવ્ય...
hanuman jayanti 2024  સાળંગપુર સહિત ગુજરાતભરમાં આજે હનુમાન જયંતીની થઈ રહી છે ભવ્ય ઉજવણી

Hanuman Jayanti 2024: આજે શ્રીરામના પરમ ભક્ત હનુમાનજીનો જન્મ દિવસ છે. સનાતન ધર્મમાં હનુમાન જયંતીનો ખુબ જ મહિમા છે. હિંદુઓ માટે શ્રીરામ સાથે સાથે હનુમાન પણ એટલા જ પૂજનીય છે. આ પાવન પ્રસંગે ગુજરાતમાં પણ ઠેર ઠેર હનુમાન જયંતી ભવ્ય ઉજવણી થઈ રહી છે. ગુજરાતમાં હનુમાન જયંતિની ભવ્ય અને દિવ્ય ઉજવણી થઈ રહીં છે. અમદાવાદના કેમ્પ હનુમાન ખાતે હનુમાન જયંતી ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. મહાઆરતી બાદ પુષ્પોથી જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ સાથે હનુમાનજીને કિલોનો મહાલાડુ ધરાવાશે. ત્યાર બાદ કેમ્પ હનુમાન ખાતે મારુતિ યજ્ઞ બાદ ધ્વજારોહણ કાર્યક્રમ પણ યોજાશે. નોંધનીય છે કે, મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દાદાના દર્શને ઉમટ્યા હતા.

Advertisement

કસ્ટ ભંજન દાદાના ચરણોમાં CM ભૂપેન્દ્ર પટેલ શીશ ઝુકાવશે

ઉલ્લેખનીય છે કે, હનુમાનની વાત આવે ત્યારે સાળંગપુરના ખાસ યાદ કરવામાં આવે છે. ત્યારે સાળંગપુર ધામ કષ્ટ ભજન દાદાના સાનિધ્યમાં હનુમાનજી જ્યંતીની ઉજવણી થઈ રહી છે. આજે વહેલી સવારથી જ દાદાના દર્શનઅર્થે ભક્તોની ભારે ભીડ જામી છે. આજે કષ્ટ ભજન દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. સવારે 4 વાગ્યે મગલા આરતીના દર્શનનો પણ ભાવિકો ખુબ લાભ લીધો હતો. નોંધનીય છે કે, સાળંગપુર ધામ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કસ્ટ ભંજન દાદાના સાંનિધ્યમાં દર્શનાર્થે આવશે. આ સાથે ભાજપના સંગઠનના નેતાઓ પણ હાજર રહેશે.

ડભોડા હનુમાનજીમાં અનેક કાર્યક્રમોનું પણ આયોજન

તમને જણાવી દઈએ કે, હનુમાન જયંતિની ભવ્ય અને દિવ્ય ઉજવણી ઠેર ઠેર થઈ રહીં છે. ડભોડા હનુમાનજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. નોંધનીય છે કે, ડભોડા હનુમાનજીમાં અનેક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે રાજકોટમાં પણ હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી થઈ રહીં છે. નોંધનીય છે કે, રાજકોટના 4500 જેટલા મંદિરમાં ઉજવણી થઈ રહી છે. અહીં લોકોએ કેક કટિંગ કરીને હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી છે. આ સાથે બાલાજી હનુમાન મંદિરમાં 51 કુંડી મહાયજ્ઞનું આયોજન થયું છે અને આજે બાલાજી હનુમાન નગરચર્યાએ પણ નીકળશે.

Advertisement

ભુરખિયા હનુમાનજી મંદિરે પગપાળા જવામાં ભક્તો ઉમટ્યો

વધારે વાત કરવામાં આવે તો અમરેલીના સુપ્રસિદ્ધ ભુરખિયા હનુમાનજી મંદિરે પગપાળા જવામાં ભક્તો ઉમટી પડ્યા છે. અમરેલીથી લાઠી વાયા ભુરખિયા હનુમાનજી મંદિરે જવાના રોડ પર ઠેરઠેર ખાણી પીણીના સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે. હનુમાન જયંતિ નિમિત્તે લાઠી પાસે આવેલ ભુરખિયા હનુમાનજી મંદિરે પગપાળા માનવ મેદની ઉમટી છે. નોંધનીય છે કે, અમરેલીથી લાઠી વાયા ભુરખિયા રોડ પર પગપાળા યાત્રાળુઓનો પ્રવાહ પણ જોવા મળી રહી છે.

Advertisement

આ પણ વાંચો: Hanuman Jayanti 2024: આજે દેશભરમાં હનુમાન જયંતીની થઈ રહીં છે ભવ્ય ઉજવણી, જાણો આ દિવસનું મહત્વ

આ પણ વાંચો: Today Rashifal : આ રાશિના જાતકોને આર્થિક લાભની તક મળશે

આ પણ વાંચો: હનુમાન જ્યંતીને ‘હનુમાન જન્મોત્સવ’ પણ કહેવામાં આવે છે

Tags :
Advertisement

.