Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Israel ની યુવતીને બંધક બનાવી હમાસે જાહેર કર્યો Video

હમાસ પર ઈઝરાયેલના સતત હુમલાઓથી હતાશ આતંકવાદી સંગઠન હમાસે પહેલીવાર વીડિયો જાહેર કરીને પોતાનો ઈરાદો વ્યક્ત કર્યો છે. એવું લાગે છે કે હમાસે બોમ્બ ધડાકા રોકવાના ઈરાદાથી બ્લેકમેલ કરવા માટે આ વીડિયો બનાવ્યો છે. હમાસ દ્વારા બનાવવામાં આવેલ આ વીડિયોમાં...
israel ની યુવતીને બંધક બનાવી હમાસે જાહેર કર્યો video

હમાસ પર ઈઝરાયેલના સતત હુમલાઓથી હતાશ આતંકવાદી સંગઠન હમાસે પહેલીવાર વીડિયો જાહેર કરીને પોતાનો ઈરાદો વ્યક્ત કર્યો છે. એવું લાગે છે કે હમાસે બોમ્બ ધડાકા રોકવાના ઈરાદાથી બ્લેકમેલ કરવા માટે આ વીડિયો બનાવ્યો છે. હમાસ દ્વારા બનાવવામાં આવેલ આ વીડિયોમાં 21 વર્ષની ઈઝરાયેલની યુવતી સાથે હમાસના કમાન્ડર દ્વારા કરવામાં આવતો વ્યવહાર બતાવવામાં આવ્યો છે.

Advertisement

હમાસે ઈઝરાયલી યુવતીને બંધક બનાવ્યાનો પહેલો વીડિયો જાહેર કર્યો

હમાસના આતંકવાદીઓએ સોમવારે ઇઝરાયેલ-હમાસ યુદ્ધની શરૂઆત પછી ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલી બંધકને રાખવામાં આવ્યાનું પ્રથમ ફૂટેજ જાહેર કર્યું. વીડિયો સામે આવ્યાના કલાકો પછી, ઇઝરાયેલના સૈન્ય પ્રવક્તાએ કહ્યું કે, હમાસ લોકોને નબળા પાડવાની ચાલ કરી રહ્યું છે. હમાસ દ્વારા ટેલિગ્રામ પર જારી કરવામાં આવેલા વીડિયોને ઈઝરાયેલની સેનાએ દેખાવો ગણાવ્યો છે. વીડિયોમાં ઘાયલ બંધકની સારવાર બતાવવામાં આવી છે, જેનો હાથ તૂટ્યો છે. બાદમાં બંધક પોતે કેમેરા સામે આવે છે અને કહે છે કે આ સમય દરમિયાન તેની સંભાળ રાખવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આવા વીડિયો જાહેર કરીને હમાસ દુનિયાને સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે કે તે ઈઝરાયેલના બંધકોની સંપૂર્ણ કાળજી લઈ રહ્યું છે અને તેમને કોઈ નુકસાન નથી પહોંચાડ્યું. 21 વર્ષિય મિયા શેમ પણ કૅમેરા પર બોલે છે, ખાતરી આપે છે કે તેણીની કાળજી લેવામાં આવી રહી છે. તેણી કહે છે કે ગાઝામાં તેણીનો હાથ તૂટ્યા પછી તેની સર્જરી થઈ હતી અને તે જલ્દીથી ઘરે જવા માંગે છે.

Advertisement

મિયા શેમે જાણો શું કહ્યું 

Advertisement

મિયા કહે છે, "હેલો, હું મિયા શેમ છું, 21 વર્ષની છું અને શોહમની રહેવાસી છું. હાલમાં, હું ગાઝામાં છું. હું શનિવારે સવારે સડેરોટથી પાછી ફરી હતી, હું એક પાર્ટીમાં ગઇ હતી જ્યાં મારા હાથમાં ગંભીર ઈજા થઈ હતી. ગાઝાની હોસ્પિટલમાં 3 કલાક સુધી મારા હાથ પર સર્જરી કરવામાં આવી. તેઓ મારી સંભાળ લઈ રહ્યા છે, મને દવા આપી રહ્યા છે, બધું સારું છે." વીડિયોમાં મિયા આગળ કહે છે, "હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે હું મારા માતા-પિતા પાસે જવા માંગુ છું અને હું શક્ય તેટલી વહેલી તકે ઘરે જવા માંગુ છું. જણાવી દઇએ કે, શક્ય તેટલી વહેલી તકે મને અહીંથી બહાર કાઢો." જણાવી દઇએ કે, તે હમાસની અરબી ટેલિગ્રામ ચેનલ પર કેપ્શન સાથે પોસ્ટ કરવામાં આવ્યું હતું, "અલ-કાસમ બ્રિગેડના મુજાહિદ્દીન ગાઝામાં એક મહિલા બંધકની સારવાર કરી. જે અલ-અક્સા ફ્લડ માટે યુદ્ધના પ્રથમ દિવસે પકડવામાં આવી હતી."

ઉલ્લેખનીય છે કે, 7 ઓક્ટોબરના હુમલા દરમિયાન હમાસના બંદૂકધારીઓએ ઓછામાં ઓછા 200 ઈઝરાયેલ અને વિદેશીઓને બંદી બનાવી લીધા હતા. આ ઘટનાને કારણે ઈઝરાયેલના 75 વર્ષના ઈતિહાસમાં એક જ દિવસમાં સૌથી વધુ મૃત્યુ થયા છે. હમાસ દ્વારા બહાર પાડવામાં આવેલા અન્ય એક વીડિયોમાં, જૂથે પોતાને માનવતાના રક્ષક તરીકે ગણાવ્યા છે. હમાસનો દાવો છે કે બિન-ઇઝરાયેલ બંધકો તેમના મહેમાન છે, જેમને હવે મુક્ત કરવામાં આવશે. સાથે જ ઈઝરાયેલની સેનાએ હમાસની આ પહેલને માત્ર દેખાડો ગણાવ્યો છે. ઇઝરાયેલી સૈન્યનું કહેવું છે કે બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સહિત નિર્દોષ લોકોના અપહરણ અને હત્યા માટે હમાસ જવાબદાર છે.

આ પણ વાંચો - Israel Hamas War : હમાસ ગાઝા પટ્ટીમાં બાળકોને આતંકવાદી બનવાની તાલીમ આપી રહ્યું છે! Photos Viral

આ પણ વાંચો - Israel Hamas War : જમીન, આકાશ, સમુદ્ર… દરેક જગ્યાએ ઇઝરાયલનું નિયંત્રણ છે, છતાં ગાઝા શા માટે પહોંચની બહાર…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.