GUJCET Exam : ધોરણ 12 વિજ્ઞાન પછી કોલેજ પ્રવેશ માટે GUJCET, મેરીટ આધારે થશે કોલેજ પ્રવેશ પ્રક્રિયા
- રાજ્યભરમાંથી 1 લાખ 29 હાજર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે
- ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ મળીને કોમન મેરીટ તૈયાર થતું હોય છે
- જેના આધારે વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ આપવામાં આવતો હોય છે
GUJCET Exam : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષા લેવામાં આવી રહી છે. ધોરણ 12 વિજ્ઞાન બાદ ઉચ્ચ શિક્ષણ માટે એટલે કે કોલેજમાં પ્રવેશ માટે આ પરીક્ષા લેવામાં આવતી હોય છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ મળીને કોમન મેરીટ તૈયાર થતું હોય છે, જેના આધારે વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ આપવામાં આવતો હોય છે.
રાજ્યભરમાંથી 1 લાખ 29 હાજર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે
રાજ્યભરમાંથી 1 લાખ 29 હાજર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. એ ગ્રુપના 49,000 જેટલા વિદ્યાર્થીઓ, બી ગ્રુપના 80 હજાર વિદ્યાર્થીઓ અને એ અને એ - બી ગ્રુપના 300 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય મળીને 16 હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. પહેલું પેપર સવારે 10 થી 12 ફિઝિક્સ અને કેમેસ્ટ્રી, બીજુ પેપર 1 વાગ્યાથી 2 સુધી બાયોલોજીનું અને ત્રીજું પેપર બપોરે ત્રણ થી છ વાગ્યા સુધી ગણિત વિષયનું લેવામાં આવશે. તેમજ એ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે ફિઝિક્સ કેમેસ્ટ્રી અને ગણિત જ્યારે બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી ની પરીક્ષા લેવામાં આવતી હોય છે.
એ ગ્રુપ અને બી ગ્રુપના વિદ્યાર્થીઓએ 120 માર્કની કુલ ત્રણ વિષયની પરીક્ષા આપવાની હોય છે
ઉલ્લેખનિય છે કે એ ગ્રુપ અને બી ગ્રુપના વિદ્યાર્થીઓએ 120 માર્કની કુલ ત્રણ વિષયની પરીક્ષા આપવાની હોય છે. રાજ્યભરની ડિગ્રી એન્જિનિયરિંગ અને ડિગ્રી ફાર્મસી કોલેજમાં બોર્ડ અને ગુજકેટના પરિણામના મળીને મેરીટ તૈયાર થતું હોય છે. જેના આધારે ઉચ્ચ શિક્ષણ એટલે કે કોલેજ અને યુનિવર્સિટી કક્ષાએ ગ્રેજ્યુએશન અભ્યાસ માટે એડમિશન મળતું હોય છે.
આ પણ વાંચો: Gujarat : સનાતન ધર્મ સાથે ષડયંત્ર રચાતું હોવાનો વધુ એક પુરાવો જુઓ Viral Video