Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat Weather : હાડ થીજવતી ઠંડી માટે રહેજો તૈયાર, 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી

Gujarat Weather : હાડ થીજવતી ઠંડી સહન કરવા માટે એકવાર ફરી તૈયાર થઇ જજો. જીહા, ઉત્તરાયણ (Uttarayan) બાદ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. આગામી 2 દિવસને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આગામી 2...
07:53 AM Jan 16, 2024 IST | Hardik Shah

Gujarat Weather : હાડ થીજવતી ઠંડી સહન કરવા માટે એકવાર ફરી તૈયાર થઇ જજો. જીહા, ઉત્તરાયણ (Uttarayan) બાદ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. આગામી 2 દિવસને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આગામી 2 દિવસોમાં લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે. વળી કેટલાક વિસ્તારોમાં પવનની ગતિમાં પણ વધારો થાય તેવી સંભાવનાઓ છે.

કડકડતી ઠંડી માટે રહો તૈયાર (Gujarat Weather)

રાજ્યમાં બે દિવસ તાપમાનમાં ઘટાડો થશે. ગઇકાલે સોમવારની જો વાત કરીએ તો દિવસના સમયે લોકોએ ગરમીનો અહેસાસ કર્યો હતો. પણ જેવી રાત પડી કે પારો ગગડ્યો અને ઠંડીનો લોકો અહેસાસ કર્યો હતો. રાજ્યના પાટનગરમાં રાત્રીના સમયે 9 ડિગ્રીએ જેટલું નીચું તાપમાન નોંધાયું હતું. જો હવામાન વિભાગની માનીએ તો રાજ્યમાં લઘુતમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે. તથા આજે કેટલાક વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો રહેશે. તેમજ આજે 4થી 10 કિમીની ઝડપે પવન ફૂંકાશે. શિયાળાની ઋતુ ચાલે છે તેવામાં તાજેતરમાં રાજયમા ઠંડી અને ગરમી બંને ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ કાતિલ ઠંડીની આગાહી કરી દીધી છે. તેમના જણાવ્યા અનુસાર, 15 જાન્યુઆરી બાદ એકવાર ફરી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. કચ્છના ભાગોમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી નીચું થઈ જશે. વલસાડ,સુરત, ડાંગમાં ઠંડી અનુભવાશે.

Source : Google

અંબાલાલ પટેલે કરી આગાહી

ઉપરાંત અંબાલાલ પટેલે વાવાઝોડાને લઇને પણ એક મોટી આગાહી કરી છે. તેમણે આ વર્ષના પહેલા વાવાઝોડા બાબતે આગાહી કરતા કહ્યું છે કે, જાન્યુઆરી મહિનાના અંતમાં વાવાઝોડું આવે તેવી શકયતાઓ છે. તેમણે વધુમાં જણાવ્યું, ભૂમધ્ય સાગરમાં ચક્રવાત સર્જાઇ રહ્યુ છે. જેની અસર ભારતના પશ્ચિમભાગ ઉપર થાય તેવી શકયતાઓ છે. 24 થી 26 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજ્યમાં જોવા મળશે. જેની અસરના ભાગ રૂપે કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્માં વરસાદ પડે તેવી શક્યતા છે. જયારે ગુજરાતનાં અન્ય જિલ્લાઓમા વાદળવાયુ વાતાવરણ રહેવાની સંભાવના છે.

આ પણ વાંચો - ગોંડલમાં વહેલી સવારે Hill Station જેવા દ્રશ્યો સર્જાયા

આ પણ વાંચો - Ahmedabad Medical Association દ્વારા ઉતરાયણ નિમિત્તે સલામતી માટેની Guidelines જાહેર કરાઈ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
cold waveGujarat FirstGujarat Newsgujarat weathergujarat weather newstemperature forecastUttarayanWinter Season
Next Article