Gujarat Police : એક PI ની બઢતી, 64 DySP ની બદલી, 8 પ્રોબેશનરી IPS ની નિમણૂંક
Gujarat Police : લોકસભા ચૂંટણી (Lok Sabha Election) ને લઈને રાજ્ય પોલીસ દળમાં આવનારી બદલીઓના વિલંબનો અંત આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ગૃહ વિભાગે (Home Department) ગુરૂવારની સાંજે 64 DySP ની બદલી તેમજ એક PI ને DySP તરીકે પ્રમોશનની સાથે પોસ્ટીંગ આપ્યું છે. આ ઉપરાંત તાલીમ મેળવીને હાજર થયેલા 8 IPS અધિકારીને પ્રોબેશનલ તરીકે જુદાજુદા જિલ્લાઓમાં DySP ના સ્થાને નિમણૂંક આપી છે. જ્યારે વર્ષ 2020 બેચના 5 IPS અધિકારીઓને નિમણૂંકની પ્રતિક્ષા હેઠળ મુકવામાં આવ્યાં છે. DySP ઓની બદલી થતાં IPS અધિકારીઓ તેમની બઢતી-બદલીના હુકમની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે.
- લોકસભા ચૂંટણીને લઈને રાજ્ય પોલીસ દળમાં મોટાપાયે બદલીઓ
- 65 ડીવાયએસપીની બદલીનો થયો હુકમ
- તાલીમ પૂર્ણ થતાં 8 IPSને અપાઈ નિમણૂંક
- 2020ની બેચના 5 IPS નિમણૂંકની પ્રતિક્ષા હેઠળ
- ડીવાયએસપીની બદલીઓ બાદ IPSની થશે ટ્રાન્સફર
- IPSની બદલી-બઢતીના ગમે ત્યારે થઈ શકે છે હુકમ
ગુજરાતમાં 8 IPSની નવી નિમણૂક
ગુજરાતમાં 65 DySPની બદલી કરાઈ
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલા 64 DySP ની બદલી કરવામાં આવી છે. 8 IPS અધિકારીઓને પ્રોબેશનરી નિમણૂક આપવામાં આવી છે. ઉપરાંત 5 IPS ને વેઇટિંગ લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે. આ સાથે ઘણા પોલીસ અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી ચૂંટણીલક્ષી બદલીઓની રાહ જોવાઈ રહી હતી. ત્યારે જ આજે સમાચાર સામે આવ્યા કે 64 DySP ની સરકારે બદલી કરી દીધી છે. આ સાથે જ હજી IPS અધિકારીઓની બદલીની રાહ જોવાઈ રહી છે. હવે ગણતરીના કલાકોમાં IPS અધિકારીઓની બદલી થાય એવી શક્યતા છે.
આ પણ વાંચો - Gujarat Police Recruitment: રાજ્ય પોલીસ વિભાગ દ્વારા 12 હજાર 472 જગ્યાઓ પર કરાશે ભરતી
આ પણ વાંચો - Gujarat Police : DGP Commendation Disc આ વખતે કેમ છે ચર્ચામાં ?
આ પણ વાંચો - Gujarat ATS: રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ATS, કોસ્ટગાર્ડ અને NCB ના અધિકારીઓને સન્માનિત કરાયા