Gujarat Police : ઉત્તમ કામગીરી કરનારા DYSP, ADGP, IGP સહિતનાં 110 પોલીસ કર્મીઓનું એવોર્ડ-મેડલ આપી સન્માન
Gujarat Police : પોલીસ કર્મચારીઓને ઉત્તમ કામગીરી કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્યભરમાં ઉત્તમ કામગીરી કરનારા પોલીસ કર્મચારીઓનું DGP વિકાસ સહાયના હસ્તે એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. માહિતી મુજબ, ADGP, IGP, DIGP તેમ જ SP કક્ષાનાં કુલ 13 અધિકારીઓને સિલ્વર મેડલથી જ્યારે અધિક પોલીસ મહાનિર્દેશક અધિકારીઓ, પોલીસ અધિક્ષકને ગોલ્ડ મેડલથી (Gold Medals) સન્માનિત કરાયાં હતા.
ઉત્તમ કામગીરી માટે પોલીસ કર્મચારીઓનું એવોર્ડ-મેડલ આપી સન્માન
રાજ્યભરમાં ઉત્તમ કામગીરી કરવા માટે પોલીસ કર્મચારીઓનું (Gujarat Police) એવોર્ડ અને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે. DGP કમેન્ડેશન ડિસ્ક (DGP Commendation Disc) દ્વારા પોલીસ કર્મચારીઓને એવોર્ડ એનાયત કરાયાં છે. રાજ્યભરમાંથી 110 જેટલા પોલીસ કર્મચારીઓને ઉત્તમ કામગીરી બદલ DGP ના વિકાસ સહાય (DGP Vikas Sahay) હસ્તે એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે સુભાષ ત્રિવેદી, આર.બી. બ્રહ્મભટ્ટ સહિતનાં અધિક પોલીસ મહાનિર્દેશક અધિકારીઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કરાયા હતા. ઉપરાંત, રૂપલ સોલંકી પોલીસ અધિક્ષકને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો - Mahisagar : વીરપુરમાં પતિને 'બૈરું કરડ્યું'! સો. મીડિયા પર સરકારી હોસ્પિ. નાં કેસ પેપરનું લખાણ વાઇરલ!
13 અધિકારીઓને સિલ્વર મેડલથી સન્માનિત કરાયાં
આ સિવાય ADGP, IGP, DIGP તેમ જ SP કક્ષાનાં કુલ 13 અધિકારીઓને સિલ્વર મેડલથી સન્માનિત કરાયાં હતા. 13 જેટલા DYSP અધિકારીઓને પણ મેડલ એનાયત કરાયાં હતા. ઉપરાંત, PI, PSI , ASI સહિત હેડ કોન્સ્ટેબલ અને PC કક્ષાનાં અન્ય પોલિસ કર્મચારીઓને પણ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
આ પણ વાંચો - World University Games માટે પહેલીવાર ગુજરાતનાં આ બે ખેલાડીઓની પસંદગી
2 IAS અને 2 IPS અધિકારીઓ આવતીકાલે થશે વયનિવૃત્ત
માહિતી મુજબ, 2 IAS અને 2 IPS અધિકારીઓ આવતીકાલે વયનિવૃત્ત (Retirement) થશે. ગૃહ અને કૃષિ વિભાગનાં અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશ વયનિવૃત્ત થશે. સાથે જ રજિસ્ટ્રાર સહકાર કમલ શાહ પણ વયનિવૃત્ત થશે. આ ઉપરાંત, IB ના વડા IPS અધિકારી આર.બી. બ્રહ્મભટ્ટ અને CID ક્રાઇમનાં IPS અધિકારી સુભાષ ત્રિવેદી પણ વયનિવૃત્ત થશે.
આ પણ વાંચો - Banaskantha : જીપની અંદર-ઉપર વિદ્યાર્થીઓને ખીચોખીચ બેસાડ્યા, બંધ પડી જતાં બાળકોએ ધક્કો પણ માર્યો