BJP સરકારમાં AAP નેતાને મળ્યું ગુજરાત પોલીસ વિભાગમાં પ્રમોશન
Gujarat ના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ આડે હાથ લીધા
પહેલા ઈટાલિયા Gujarat પોલીસમાં કામ કરી ચૂક્યા
Gopal Italia એ આંદોલનનો મહત્વનો ચહેરો
AAP leader Gopal Italia : તાજતેરમાં આમ આદમી પાર્ટીના અગ્રણી નેતાએ રાજ્ય સરકારની ઘોર બેદરકારીને નાગરિકોની સામે રજૂ કરી છે. Gujarat ના અગ્રણી આમ આદમી પાર્ટી (AAP) ના નેતા Gopal Italia એ દાવો કર્યો છે કે નોકરી છોડ્યાના વર્ષો બાદ તેમને Gujarat પોલીસમાં પ્રમોશન આપવામાં આવ્યું છે. Gopal Italia એ X પર અમદાવાદ પોલીસ દ્વારા જારી કરાયેલા કેટલાક દસ્તાવેજો શેર કરતી વખતે દાવો કર્યો હતો કે બઢતી પામેલા પોલીસકર્મીઓમાં તેમનું નામ પણ સામેલ છે. આ અંગે તેમણે Gujarat ના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ આડે હાથ લીધા હતાં.
પહેલા ઈટાલિયા Gujarat પોલીસમાં કામ કરી ચૂક્યા
Gopal Italia એ X પર લખ્યું, 'મેં વર્ષ 2015 માં Gujarat પોલીસમાંથી રાજીનામું આપ્યું હતું. હું 8 મું પાસ ગૃહમંત્રી હર્ષ સંઘવીનો આભાર માનું છું કે, આ વર્ષે તેમણે કોન્સ્ટેબલથી હેડ કોન્સ્ટેબલ સુધીના પ્રમોશનની યાદીમાં મારું નામ 726 માં સ્થાને સામેલ કર્યું છે. રાજનીતિમાં આવતા પહેલા Gopal Italia Gujarat પોલીસમાં કામ કરી ચૂક્યા છે.
આ પણ વાંચો: વડોદરા વાસીઓએ ભાજપ અને નેતાઓ વિરુદ્ધ બેનરો લગાવી નારા લગાવ્યા
Gopal Italia એ આંદોલનનો મહત્વનો ચહેરો
તે લોક રક્ષક દળનો સૈનિક હતાં અને કોન્ટ્રાક્ટ પર કામ કરતા હતાં. 2015 માં Gujarat ના પાટીદાર આંદોલનનો મહત્વનો ચહેરો બનેલા Gopal Italia એ Gujarat માં રેવન્યુ ક્લાર્ક તરીકે પણ કોન્ટ્રાક્ટ પર કામ કર્યું હતું. 2017 માં Gopal Italia એ Gujarat ના મંત્રી પ્રદીપસિંહ જાડેજા પર વિધાનસભાની બહાર જૂતું ફેંક્યું હતું. આ પછી તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. Gopal Italia 2020 માં આમ આદમી પાર્ટીમાં જોડાયા અને ટૂંક સમયમાં જ પાર્ટીનો ચહેરો બની ગયા.
આ પણ વાંચો: ખંભાળિયાના પેટ્રોપ પંપમાં વિકરાળ આગ ફાટી નીકળતા ચોતરફ દોડધામ