Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BJP સરકારમાં AAP નેતાને મળ્યું ગુજરાત પોલીસ વિભાગમાં પ્રમોશન

Gujarat ના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ આડે હાથ લીધા પહેલા ઈટાલિયા Gujarat પોલીસમાં કામ કરી ચૂક્યા Gopal Italia એ આંદોલનનો મહત્વનો ચહેરો AAP leader Gopal Italia : તાજતેરમાં આમ આદમી પાર્ટીના અગ્રણી નેતાએ રાજ્ય સરકારની ઘોર બેદરકારીને નાગરિકોની સામે...
bjp સરકારમાં aap નેતાને મળ્યું ગુજરાત પોલીસ વિભાગમાં પ્રમોશન
Advertisement
  • Gujarat ના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ આડે હાથ લીધા

  • પહેલા ઈટાલિયા Gujarat પોલીસમાં કામ કરી ચૂક્યા

  • Gopal Italia એ આંદોલનનો મહત્વનો ચહેરો

AAP leader Gopal Italia : તાજતેરમાં આમ આદમી પાર્ટીના અગ્રણી નેતાએ રાજ્ય સરકારની ઘોર બેદરકારીને નાગરિકોની સામે રજૂ કરી છે. Gujarat ના અગ્રણી આમ આદમી પાર્ટી (AAP) ના નેતા Gopal Italia એ દાવો કર્યો છે કે નોકરી છોડ્યાના વર્ષો બાદ તેમને Gujarat પોલીસમાં પ્રમોશન આપવામાં આવ્યું છે. Gopal Italia એ X પર અમદાવાદ પોલીસ દ્વારા જારી કરાયેલા કેટલાક દસ્તાવેજો શેર કરતી વખતે દાવો કર્યો હતો કે બઢતી પામેલા પોલીસકર્મીઓમાં તેમનું નામ પણ સામેલ છે. આ અંગે તેમણે Gujarat ના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ આડે હાથ લીધા હતાં.

પહેલા ઈટાલિયા Gujarat પોલીસમાં કામ કરી ચૂક્યા

Gopal Italia એ X પર લખ્યું, 'મેં વર્ષ 2015 માં Gujarat પોલીસમાંથી રાજીનામું આપ્યું હતું. હું 8 મું પાસ ગૃહમંત્રી હર્ષ સંઘવીનો આભાર માનું છું કે, આ વર્ષે તેમણે કોન્સ્ટેબલથી હેડ કોન્સ્ટેબલ સુધીના પ્રમોશનની યાદીમાં મારું નામ 726 માં સ્થાને સામેલ કર્યું છે. રાજનીતિમાં આવતા પહેલા Gopal Italia Gujarat પોલીસમાં કામ કરી ચૂક્યા છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો: વડોદરા વાસીઓએ ભાજપ અને નેતાઓ વિરુદ્ધ બેનરો લગાવી નારા લગાવ્યા

Gopal Italia એ આંદોલનનો મહત્વનો ચહેરો

તે લોક રક્ષક દળનો સૈનિક હતાં અને કોન્ટ્રાક્ટ પર કામ કરતા હતાં. 2015 માં Gujarat ના પાટીદાર આંદોલનનો મહત્વનો ચહેરો બનેલા Gopal Italia એ Gujarat માં રેવન્યુ ક્લાર્ક તરીકે પણ કોન્ટ્રાક્ટ પર કામ કર્યું હતું. 2017 માં Gopal Italia એ Gujarat ના મંત્રી પ્રદીપસિંહ જાડેજા પર વિધાનસભાની બહાર જૂતું ફેંક્યું હતું. આ પછી તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. Gopal Italia 2020 માં આમ આદમી પાર્ટીમાં જોડાયા અને ટૂંક સમયમાં જ પાર્ટીનો ચહેરો બની ગયા.

આ પણ વાંચો: ખંભાળિયાના પેટ્રોપ પંપમાં વિકરાળ આગ ફાટી નીકળતા ચોતરફ દોડધામ

Tags :
Advertisement

Trending News

.

×