Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સરકારી કર્મચારીઓએ ફરી મુખ્યમંત્રીને જૂની પેન્શન યોજના માટે પત્ર કર્યો રજૂ

જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે પુન: રજૂઆત મુખ્યમંત્રીને પત્ર લખીને 17 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો અડધો ભાગ પેન્શન સ્વરૂપે આપવામાં આવે છે Old pension scheme : જૂની પેન્શન યોજનાને લઈ ફરી એકવાર સરકારી કર્મચારીઓએ વિરોધના પાયા સરકાર વિરુદ્ધ...
સરકારી કર્મચારીઓએ ફરી મુખ્યમંત્રીને જૂની પેન્શન યોજના માટે પત્ર કર્યો રજૂ
  • જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે પુન: રજૂઆત

  • મુખ્યમંત્રીને પત્ર લખીને 17 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો

  • અડધો ભાગ પેન્શન સ્વરૂપે આપવામાં આવે છે

Old pension scheme : જૂની પેન્શન યોજનાને લઈ ફરી એકવાર સરકારી કર્મચારીઓએ વિરોધના પાયા સરકાર વિરુદ્ધ ઉભા કર્યા છે. કારણ કે... સરકારી કર્મચારીઓ પૈકી ગુજરાતના શિક્ષકો છેલ્લા ઘણા સમયથી જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે સરકારને અનેક રજૂઆત કરી ચૂક્યા છે. જોકે તેમાંથી અમૂક માગણીઓ પૂરી કરવા માટે સરકારે બાંહેધરી આપી હતી. પરંતુ તે અંગે હજુ સુધી સરકાર દ્વારા કોઈ પરિપત્ર કરવામાં આવ્યો નથી.

Advertisement

મુખ્યમંત્રીને પત્ર લખીને 17 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો

તેથી આજરોજ શિક્ષક સંઘ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને 17 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. તેથી સરકારી કર્મચારીઓ આગામી 17 સપ્ટેમ્બરના રોજ પેન ડાઉન અને શટ ડાઉન કરશે. તો બીજી તરફ 6 ઓક્ટોબરથી તબક્કાવાર શિક્ષકો સાથે સરકારી કર્મચારીઓ ધરણાં કરશે. ગુજરાતમાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના 5 હજાર જેટલા શિક્ષકોએ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગ સાથે ગાંધીનગર ખાતે દેખાવ કર્યા હતાં. રાજ્યમાં હાલ 1/04/2005 પહેલાના આશરે 65,000 જેટલાં કર્મચારીઓ છે. જેમને સરકાર દ્વારા હજી ઠરાવ કરીને તેમનો પેન્શનનો હક આપવામાં આવ્યો નથી.

આ પણ વાંચો: Surat માં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો, કુલ 15 તબીબ ઝડપાયા

Advertisement

અડધો ભાગ પેન્શન સ્વરૂપે આપવામાં આવે છે

જૂની પેન્શન યોજના અંતર્ગત નિવૃત કર્મચારીઓને પેન્શનનો અધિકારી હતો. જેમાં નિવૃતિ સમયે નોકરીના પગારના 50 ટકા રકમ પેન્શન તરીકે મળવાપાત્ર રહેતી. આમાં કર્મચારી જેટલી બેજિક પે સ્કેલ પર નોકરી પૂરી કરે છે. તેટલું તેના નિવૃતિ સમયે તેના અડધો ભાગ પેન્શન સ્વરૂપે આપવામાં આવે છે. જૂની પેન્શન યોજનામાં નિવૃત્તિ પછી કર્મચારીને કાર્યકારી કર્મચારીની જેમ મોંઘવારી ભથ્થું અને અન્ય ભથ્થાઓનો લાભ મળતો રહે છે, એટલે કે જો સરકાર કોઈપણ ભથ્થામાં વધારો કરે છે, તો તે મુજબ પેન્શનમાં વધારો થશે.

આ પણ વાંચો: મુખ્યમંત્રી સાથે યોજાયેલી તબીબોની બેઠકમાં હડતાળ પર લાગ્યું પૂર્ણવિરામ

Advertisement

Tags :
Advertisement

.