Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જૂની પેન્શન યોજના અંગે ઠરાવ પસાર ન થા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત

Gujarat Old Pension Scheme : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી
જૂની પેન્શન યોજના અંગે ઠરાવ પસાર ન થા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત
  • અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે મુખ્યમંત્રીને લખ્યો પત્ર
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી
  • ઠરાવ પસાર ન થતા મુખ્યમંત્રીને પરિપત્ર લખવાની ફરજ પડી

Gujarat Old Pension Scheme : ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની માહિતીને રજૂ કરવામાં આવી હતી. તે ઉપરાંત રાજ્ય સરકારમાં જૂની પેન્શન યોજનાના અમલ માટે રાજ્ય સરકારે સૌદ્ધાંતિક મજૂરી આપી હતી. પરંતુ આ અંગે કોઈપણ લેખિતમાંમાં પરિપત્ર અથવા ઠરાવ પસાર કર્યો નથી. કારણ કે... જૂની પેન્શન યોજના અંગે સૌદ્ધાંતિક મંજૂરી આપ્યા બાદ પણ ઘણા મહિનાઓ વીતિ ગયા છે.

Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી

મળતી માહિતી મુજબ, તાજેતરમાં જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની જાહેરાત બાદ લેખિતમાં રજૂઆત ન થતા, આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે લેખિતમાં રજૂઆત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરી હતી. કારણ કે... રાજ્ય સરકાર દ્વારા ગત દિવસોમાં વર્ષ 2005 પહેલા ના કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ખેડામાં ભૂતપૂર્વ કર્મચારીને માલિકે પટ્ટાથી ઢોર માર મારીને કર્યો અધમૂઓ

Advertisement

ઠરાવ પસાર ન થતા મુખ્યમંત્રીને પરિપત્ર લખવાની ફરજ પડી

પરંતુ રાજ્ય સરકાર દ્વારા અથવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જૂની પેન્શન યોજનાના અંગે લેખિતમાં ઠરાવ પસાર ન થતા મુખ્યમંત્રીને પરિપત્ર લખવાની ફરજ પડી હતી. જોકે જૂની પેન્શન યોજનાને અમલમાં મૂકવા માટે વિવિધ રાજ્યો સહિત ગુજરાતમાં અનેક આંદોલન કરવામાં આવ્યો છે. તે ઉપરાંત અનેકવાર રાજ્યના સરકારી કર્મચારીઓ દ્વારા અને નિવૃત્ત કર્મચારીઓ દ્વારા ગાંધીનગરમાં ધરણા કરાવમાં આવ્યા છે.

આ પણ વાંચો: દારૂની હેરાફેરીનો નવો કીમિયો! વલસાડ પોલીસે ટ્રક સાથે આરોપીને ઝડપી પાડ્યો

Advertisement

Tags :
Advertisement

.