Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat: 24 કલાકમાં 30 તાલુકામાં મેઘ મહેર, ભાવનગરના વલ્લભીપુરમાં દોઢ ઇંચ વરસાદ

Gujarat Rain Update: ગુજરાતમાં વરસાદનું આગમન થઈ ગયું છે. મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાની મહેર થઈ પણ ગઈ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો વરસાદ થતા જગતનો તાત ખુબ જ રાજી જોવા મળ્યો છે. કારણ કે, વાવણી પહેલા પીયતનો વરસાદ આવ્યો...
gujarat  24 કલાકમાં 30 તાલુકામાં મેઘ મહેર  ભાવનગરના વલ્લભીપુરમાં દોઢ ઇંચ વરસાદ
Advertisement

Gujarat Rain Update: ગુજરાતમાં વરસાદનું આગમન થઈ ગયું છે. મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાની મહેર થઈ પણ ગઈ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો વરસાદ થતા જગતનો તાત ખુબ જ રાજી જોવા મળ્યો છે. કારણ કે, વાવણી પહેલા પીયતનો વરસાદ આવ્યો છે. વિગતે વાત કરવામાં આવે તો, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 30 તાલુકામાં વરસાદ થયો છે. આ તાલુકાઓમાં આગાહી પ્રમાણે સારો એવો વરસાદ થયો છે. જેથી ગરમીથી પણ આંશિક રાહત મળી છે.

પંચમહાલ, વડોદરા અને છોટાઉદેપુરમાં પણ વરસાદની આગાહી

આંકડાની વાત કરવામાં આવે તો, ભાવનગરના વલ્લભીપુરમાં દોઢ ઇંચ વરસાદ થયો છે. બોટાદના રાણપુર, ચીખલીમાં 1 ઇંચ વરસાદ થયો છે. તો, અન્ય તાલુકાઓમાં 1 થી અડધો ઇંચ વરસાદ થયો હોવાની વિગતો મળી છે. આ સાથે આજે અરવલ્લી, દાહોદ અને મહીસાગરમાં સારો વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે. નોંધનીય છે કે, પંચમહાલ, વડોદરા અને છોટાઉદેપુરમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે અત્યારે રાજ્યમાં સારા એવા વરસાદની શરૂઆત પણ થઈ ગઈ છે. અનેક જગ્યાએ મેઘરાજાની મહેર પણ થતી જોવા મળી રહીં છે.

Advertisement

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી

તમને જણાવી દઈએ કે, દક્ષિણ ગુજરાત (South Gujarat)અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી થઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. જેથી ખેડૂતો સહિત લોકોમાં પણ આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે, ભાવનગરમાં સારો એવો 1.5 ઈંચ વરસાદ થયો છે. જોકે, ખેડૂતો હજી પણ સારા વરસાદની આશા સેવીને બેઠા છે. નોંધનીય છે કે, ગયા વર્ષે ઓછા વરસાદના કારણે ખેડૂતનો ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.જો કે, આ વખતે સારા એવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી ખેડૂતોને વધારે ચિંતા કરવાની જરૂર નહીં પડે.

Advertisement

આ પણ વાંચો: Gandhinagar: વાહન ચાલકે વાંદરાને લીધો હડફેટે; ટળવળતું રહ્યું વાનર બાળ

આ પણ વાંચો: Bharuch: 9 વર્ષની બાળકી પર આચર્યું હતું દુષ્કર્મ, મેડિકલ રિપોર્ટમાં ભાંડો ફુટતા બંનેની ધરપક

આ પણ વાંચો: Rajkot: આને કહેવાય વિકાસ? નેતાજીએ કર્યું ખખડધજ બસનું ઉદ્ઘાટન, વીડિયો થયો વાયરલ

Tags :
Advertisement

Related News

featured-img
બિઝનેસ

Israel-Iran Conflict: ભારતમાં કેટલો છે તેલનો સ્ટોક? પેટ્રોલિયમ મંત્રીએ આપ્યો જવાબ

featured-img
જૂનાગઢ

Gopal Italia : ગોપાલ ઈટાલિયાની ચેતવણી! સભામાં કહ્યું- કિરીટ પટેલની ગુલામી કરનારા..!

featured-img
ગુજરાત

Status of Reservoirs-2025 : ગત વર્ષે આ સમયે રાજ્યના ૨૦૭ જળાશયોમાં ૩૮.૨૬ ટકા જ્યારે હાલમાં ૪૬ ટકાથી વધુ જળ સંગ્રહ

featured-img
રાષ્ટ્રીય

Jagan Mohan Reddy: કાર સાથેની ટક્કરમાં કાર્યકરનું મોત, 6 સામે પોલીસ ફરિયાદ

featured-img
Top News

IRAN-ISRAEL CONFLICT : ટ્રમ્પને IRGC ની ધમકી, કહ્યું 'યુદ્ધ તમે શરૂ કર્યું, અમે અંત લાવીશું'

featured-img
Top News

Gujarat Monsoon: અમદાવાદમાં રથયાત્રાના દિવસે મેઘમહેરની શક્યતા, જાણો ક્યા છે ભારે વરસાદની આગાહી

×

Live Tv

Trending News

.

×