Gujarat Local Body Election Result : સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં જાણો ભાજપની ક્યા થઇ જીત
- વલસાડ નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલ જીતી
- સંતરામપુરના વોર્ડ નંબર-1માં ભાજપની પેનલ આગળ નીકળી ગઈ
- ખેડબ્રહ્માં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલ એટલે કે ચારેય ઉમેદવાર વિજયી બન્યા
Gujarat Local Body Election Result : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવી રહ્યાં છે. જેમાં સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થઇ છે. તેમાં 16 ફેબ્રુઆરીએ મતદાન પૂર્ણ થયું હતું. જેમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની ચૂંટણી માટે સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. જોકે સૌથી વધુ મતદાન ચોરવાડ પાલિકામાં રેકોર્ડબ્રેક 76% થયું હતું. ત્યારે સાણંદ નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય થયો હતો. તે સિવાય માણસા નગરપાલિકાની વોર્ડ- નંબર 1માં પણ ભાજપની પેનલ જીતી છે. તેમજ લુણાવાડા-બાલાસિનોરમાં ભાજપની વિજયી શરૂઆત થઇ છે.
બાવળા નગરપાલિકામાં બે ઉમેદવારોનો વિજય | Gujarat First#Bavla #LocalElectionResults #ElectionResults2025 #GujaratLocalBodyElection #SthanikSwarajElection #SwarajJanadesh #NagarpalikaElectionResult #GujaratFirst pic.twitter.com/hEPiUYduC3
— Gujarat First (@GujaratFirst) February 18, 2025
લુણાવાડા અને બાલાસિનોરમાં ભાજપની પેનલ આગળ
લુણાવાડા અને બાલાસિનોરમાં ભાજપની પેનલ આગળ છે. સંતરામપુરના વોર્ડ નંબર-1માં ભાજપની પેનલ આગળ નીકળી ગઈ છે. ત્યારે ખાનપુર-કનોડ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે. તથા ભાણવડની 24 પૈકી 8 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર કરાયા હતા. તથા કુતિયાણા નગરપાલિકાના વોર્ડ-1માં ભાજપની પેનલ જીતી છે. બીજી બાજુ કુતિયાણા નગરપાલિકાના વોર્ડ-1માં ભાજપના ચારેય ઉમેદવાર જીતી ગયા છે. તથા વલસાડ નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલ જીતી. જ્યારે જૂનાગઢના વંથલીમાં વોર્ડ નંબર-1માં ભાજપના ચારેય ઉમેદવાર વિજયી થયા છે. તથા હાલોલ નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલ જીતી છે.
જુઓ ક્યાં કઈ સીટ પર કોનો વિજય | Gujarat First#BJP #Congress #LocalElectionResults #ElectionResults2025 #GujaratLocalBodyElection #SthanikSwarajElection #SwarajJanadesh #NagarpalikaElectionResult #GujaratFirst pic.twitter.com/vk9mY84y6e
— Gujarat First (@GujaratFirst) February 18, 2025
ખેડબ્રહ્માં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલ એટલે કે ચારેય ઉમેદવાર વિજયી બન્યા
સ્થાનિક એકમોની ચૂંટણીના અત્યાર સુધીના પરિણામો અનુસાર ખેડબ્રહ્માં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલ એટલે કે ચારેય ઉમેદવાર વિજયી બન્યા છે. જ્યારે હાલોલ નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં પણ ભગવો લહેરાયો છે. જેમાં ગાંધીનગર તાલુકા પંયાયતની રાયપુર બેઠક પર ભાજપે વિજયી શરૂઆત કરી છે. તથા જામજોધપુરના વોર્ડ નંબર-1માં ભાજપનો વિજય થયો છે. ચોરવાડ નગરપાલિકામાં પહેલો વોર્ડ ભાજપે જીત્યો હતો. જામજોધપુરના વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય થયો હતો. અમરેલીના ચલાલામાં વોર્ડ નંબર-1માં ભાજપની જીત થઇ છે. 24 બેઠકની ચલાલા નપામાં 4 બેઠક પર જીત સાથે ભાજપે ખાતુ ખોલ્યું હતું. સાબરકાંઠાના પ્રાંતિજમાં વોર્ડ નં-1માં ભાજપની જીત થઇ હતી. તલોદના વોર્ડ નંબર-1માં ભાજપના ચારેય ઉમેદવાર જીત્યા હતા. કોડીનારમાં વોર્ડ નંબર-1માં ભાજપના ચારેય ઉમેદવાર જીત્યા હતા. તેમજ માણસા નગરપાલિકામાં વોર્ડ નંબર-1 પર ભાજપની જીત થઇ છે
કુતિયાણા નગરપાલિકા વોર્ડ નંબર 1 માં ભાજપનો વિજય | Gujarat First#Kutiyana #LocalElectionResults #ElectionResults2025 #GujaratLocalBodyElection #SthanikSwarajElection #SwarajJanadesh #NagarpalikaElectionResult #GujaratFirst pic.twitter.com/KtN5irFO6t
— Gujarat First (@GujaratFirst) February 18, 2025
28 બેઠકવાળી સોનગઢ નગર પાલિકામાં 4 ઉમેદવારોની જીત સાથે ખાતું ખુલ્યું
લુણાવાડામાં વોર્ડ નંબર-1માં ભાજપના ચારેય ઉમેદવાર જીત્યા હતા. તથા ધ્રોલ નપામાં વોર્ડ નંબર-1માં ભાજપના ચારેય ઉમેદવાર જીત્યા હતા. માણસા નગરપાલિકાની વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય થયો હતો. સાણંદ નપામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલની જીત થઇ હતી.જામજોધપુરના વોર્ડ નંબર 1માં ભાજપની પેનલ જીતી તથા કોડીનારમાં ભાજપની પેનલ જીતી અને સાબરકાંઠાના પ્રાંતિજમાં વોર્ડ નંબર 1 માં ભાજપનો વિજય થયો છે. તલોદના વોર્ડ નંબર 1 માં ભાજપનો વિજય તથા તાપીના સોનગઢ વોર્ડ નંબર 1માં ભાજપની પેનલ જીતી, 28 બેઠકવાળી સોનગઢ નગર પાલિકામાં 4 ઉમેદવારોની જીત સાથે ખાતું ખુલ્યું છે.
આ પણ વાંચો : Gujarat Local Body Election Result : કચ્છના રાપર અને માણસા નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં ભાજપનો વિજય