Gujarat Local Body Election Result : જયેશ રાદડિયાનો દાવો પડ્યો ઊંધો, જેતપુર નગરપાલિકામાં વોર્ડ નંબર 2 માં કોંગ્રેસની એન્ટ્રી
- જેતપુરમાં ન.પા ચૂંટણીમાં 52.54 ટકા મતદાન નોંધાયું હતુ
- જયેશ રાદડિયાએ જેતપુર નગરપાલિકામાં ભાજપનો વિજય થશે તેવો દાવો કર્યો હતો
- કોંગ્રેસ અને આપ પાર્ટી 25 સીટો પર પણ ચૂંટણી લડતી નથી
Gujarat Local Body Election Result : જયેશ રાદડિયાનો દાવો ઊંધો પડ્યો છે. જેમાં જેતપુર નગરપાલિકામાં વોર્ડ નંબર 2 માં કોંગ્રેસની એન્ટ્રી થઇ છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Sthanik Swaraj Election) માટે મતદાન યોજાયું હતું. રાજ્યભરમાં નપાની ચૂંટણી માટે સરેરાશ 59 ટકા જેટલું મતદાન થયું હતુ. દરમિયાન, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ધારાસભ્ય જયેશ રાદડિયાએ (Jayesh Radadiya) જેતપુર નગરપાલિકામાં ભાજપનો વિજય થશે તેવો દાવો કર્યો હતો. સાથે જ અગાઉ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) પર નિશાન સાધ્યું હતું.
જયેશ રાદડિયાનો દાવો પડ્યો ઊંધો | Gujarat First
જેતપુર નગરપાલિકામાં વોર્ડનંબર 2 માં કોંગ્રેસની એન્ટ્રી #Jetpur #JayeshRadadiya #BJP #Congress #LocalElectionResults #ElectionResults2025 #GujaratLocalBodyElection #SthanikSwarajElection #SwarajJanadesh #NagarpalikaElectionResult pic.twitter.com/oRUF98TwVb— Gujarat First (@GujaratFirst) February 18, 2025
જેતપુર ખાતે નગરપાલિકાની ચૂંટણી (Jetpur Election) માટે મતદાન યોજાયું હતું
રાજકોટ જિલ્લાનાં જેતપુર ખાતે નગરપાલિકાની ચૂંટણી (Jetpur Election) માટે મતદાન યોજાયું હતું. જેતપુરમાં ન.પા ચૂંટણીમાં 52.54 ટકા મતદાન નોંધાયું હતુ. ત્યારે સુરત (Surat) આવેલા જેતપુરનાં ધારાસભ્ય જયેશ રાદડિયાનું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીએ લઈ મોટું નિવેદન સામે આવ્યું હતુ. તેમણે દાવો કરતા કહ્યું કે, અગાઉ મેં કહ્યું હતું કે જેતપુર નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય થશે. જેતપુરનાં મતદાતાઓ પર મને ભરોસો છે. આ સાથે ધારાસભ્ય જયેશ રાદડિયાએ કોંગ્રેસ (Congress) અને AAP પર પ્રહાર કરતા વધુમાં કહ્યું કે, કોંગ્રેસ અને આપ પાર્ટી 25 સીટો પર પણ ચૂંટણી લડતી નથી.
પાર્લામેન્ટરી બોર્ડમાં જે નામો નક્કી થયા તે મુજબ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી
આ સાથે મેન્ડેટ મુદ્દે નિર્ણય પાર્ટીનો હોવાનું જયેશ રાદડિયાએ જણાવ્યું હતું. પાર્લામેન્ટરી બોર્ડમાં જે નામો નક્કી થયા તે મુજબ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. પાર્ટીમાં સંકલન સાથે અમે ચાલતા હોઈએ છીએ. ઉપરાંત, લેટરકાંડ મુદ્દે નિવેદન આપતા જયેશ રાદડિયાએ (Jayesh Radadiya) કહ્યું કે, લેટર કાંડમાં કાર્યવાહી સમયે પણ અમે સાથે જ હતા. જયેશ રાદડિયાના (Jayesh Radadiya) અંગત અને જેતપુર વોર્ડ નં 10 માં નગરપાલિકાનાં (Jetpur Election) પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયાએ મતદાન કર્યું હતું. દરમિયાન, તેમણે ભાજપમાં ચાલી રહેલ વિવાદ મામલે પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે, આ ઘરની વાત, આગળ પછી કાર્યવાહી કરીશું. પ્રશાંત કોરાટ સાથે હજુ સુધી કોઈ સમાધાન કર્યું નથી. આ સાથે તેમણે જેતપુર નગરપાલિકામાં ભાજપ શાસન કરશે તેઓ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે. જણાવી દઈએ કે, જેતપુર પાલિકામાં ભાજપના 42 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા જેમાં જેતપુર નગરપાલિકામાં વોર્ડનંબર 2 માં કોંગ્રેસની એન્ટ્રી થઇ છે.
આ પણ વાંચો: Gujarat Local Body Election Result : જુનાગઢ ગીરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાનો પરાજય